________________
-
-
-
૩૭૮
ભગવદ- ૧૮-૧/૩૨૪ નોસંત-નો અસંયત-નોસંયતાસંયત નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકની પેઠે અચરમ સમજવા. સકષાયી યાવતુ-લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકની પેઠે સમજવા. અક પાવી-જીવ અને સિદ્ધ એ બન્ને ચરમ નથી પણ અચરમ છે. અને અકષાયી મનુષ્ય કદાચ ચરમ પણ હોય છે અને કદાચ અચરમ પણ હોય છે. જ્ઞાની સર્વત્ર સમ્યવૃષ્ટિની પેઠે બન્ને પ્રકારના જાણવા. મતિજ્ઞાની યાવતુ-મન પર્યવજ્ઞાની આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે જ્ઞાન હોય તેને તે કહેવું. કેવળજ્ઞાની, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની પેઠે અચરમ જાણવા. તથા અજ્ઞાની યાવતુ-વિર્ભાગજ્ઞાની આહારકની પેઠે બન્ને પ્રકારના સમજવા. સયોગી યાવતુ-કાયયોગી આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે યોગ હોય તે તેને કહેવો અને. અયોગી નોસંજ્ઞી નોઅસંજ્ઞીની પેઠે જાણવા. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળા અનાહારકની પેઠે ચરમ અને અચરમ જાણવા. સવેદક યાવતુ-નપુંસકદવાળા આહારકની પેઠે જાણવા. અવેદક અકષાયીની પેઠે સમજવા. સશરીરી યાવતુ- કામણશરીરવાળા આહારકની પેઠે જાણવા. વિશેષ એ કે, જેને જે શરીર હોય તેને તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધની પેઠે સમજવા. પાંચ પપતિવડે પતિ અને પાંચઅપયાતિવડે અપર્યાપ્ત સંબંધે સર્વત્ર આહારકની પેઠે દેડક કહેવો.
[૭૨૫-૦૨૬]“જે જીવ જે ભાવને ફરીવાર પામશે, તે ભાવની અપેક્ષાએ તે જીવ અચરમ કહેવાય છે, અને જે જીવને જે ભાવનો તદન વિયોગ હોય છે, તે ભાવની અપેક્ષાએ તે જીવ ચરમ કહેવાય છે.” “હે ભગવન્! તે એમજ છે તે એમજ છે. શતકઃ ૧૮-ઉદ્દેસ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક૨-). [૭૨૭]તે કાળે, તે સમયે વિશાખા નગરી હતી. અને ત્યાં બહુપુત્રિક ચૈત્ય હતું. મહાવીર સ્વામી સમવસય યાવતુ-પરિષદ્ પપાસના કરે છે. તે કાલે, તે સમયે શક દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર-ઈત્યાદિ સોળમાં શતકના બીજા ઉદ્દેશકમાં શક્રની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવતુ-તે દિવ્યવિમાનમાં બેસીને આવ્યો. વિશેષ એ કે, આ સ્થળે આભિયોગિક દેવો પણ હોય છે. યાવતુ-તેણે આવી બત્રીશ પ્રકારનો નાટ્યવિધિ દેખાડ્યો. અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જેમ તૃતીયશતકમાં ઈશાનેન્દ્ર સંબંધે કૂટાગાર શાળાનો દ્રષ્ટાંત અને પૂર્વભવનો પ્રશ્ન કર્યો છે તેમ આ સ્થળે યાવતુ-તેને “દ્ધિ અભિમુખ થઈ ત્યાં સુધી બધું કહેવું. હે ગૌતમ! આ જેબૂદ્વીપના ભારતવર્ષમાં હસ્તિના પુરનગર હતુ. સહસ્ત્રાભ્રવનઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં ધનિક વાવતુંકોઈથી પરાભવ ન પામે એવો, વણિકોમાં પહેલું આસન પ્રાપ્ત કરનાર, એક હજાર અને આઠ વણિકોના ઘણા કાર્યોમાં, કારણોમાં અને કુટુમ્બોમાં યાવતુ-ચક્ષુરુપ એવો કાર્તિક નામે શેઠ રહેતો હતો. જેમ રાજકીયસૂત્રમાં ચિત્રસારથિનું વર્ણન કર્યું છે તેમ અહિં બધું વર્ણન કરવું. વળી તે કાતિકશેઠ એક હજાર આઠ વણિકોનું અને પોતાના કુટુમ્બનું અધિ- પતિપણું કરતો યાવતુ-પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક તથા જીવાજીવ તત્વોનો જાણકાર હતો.
તે કાળે, તે સમયે ધર્મના આદિકર-ઈત્યાદિ વર્ણન જેમ સોળમાં શતકમાં કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org