________________
૩૬૪
ભગવાઈ -૧દા-દાદ૭૯ પોતે હાથવડે તર્યો તેજથી જળહળતા એક મોટા સૂર્યને એક મોટા માનુષોત્તર પર્વતને લીલા વૈડૂર્યના વર્ણ જેવા પોતાના આંતરડાવડે સર્વ બાજુએથી આવેખિત અને પરિવે ખિત જોયો. અને એક મહાનુ મંદર (મેરુ પર્વતની ચૂલિકા ઉપર સિંહાસનમાં બેઠેલ પોતાના આત્માને જોઈ તેઓ જાગ્યા
શ્રમણ ભગવંત મહાવીર જે ભયંકર અને તેજસ્વી પાવાળા તથા તાડના જેવા એક પિશાચને પરાજિત કરેલો મોહનીય કર્મને મૂળથી નષ્ટ કર્યું. જો એક મોટો ધોળી પાંખવાળો યાવતુ-પંસ્કોકિલ જોયો તેથી શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરી વિહય. જે એક મોટો ચિત્ર વિચિત્ર પાંખવાળો યાવતુ-પંસ્કોકિલ જોયો તેથી વિચિત્ર સ્વયમ અને પરસમયના દ્વાદશાંગગણિપિટક કહ્યું, આ પ્રમાણે છે- આચાર, સૂત્રકૃત, યાવતુ દ્રષ્ટિવાદ.જે એક મહાનું સર્વરત્નમય માલાયુગલ જોયું અને જાગ્યા તેથી બે પ્રકારનો ધર્મ કહ્યો,સાગારધર્મ અને અનગારધર્મ. જો એક ધોળી ગાયનું મહાનુ ધણ જોઈને જાગ્યા તેથી ચાર પ્રકારનો સંઘ થયો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે એક મોટું યાવતુ-પા સરોવર જોઈને જાગ્યા તેથી ભવનવાસી, વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક એક ચાર પ્રકારના દેવોને પ્રતિબોધ કર્યો. જે એક મોટા યાવતુ મહાસાગરને પોતે હાથ વડે તરેલો જોયો અનાદિ અને અનન્ત યાવત-સંસારરુપ કાંતારને પાર કર્યો. જે તેજથી ઝળહળતો એક મોટો સૂર્ય જોયો તેથી અનંત, અનુત્તર, નિરાવરણ, નિવ્યાઘતિ, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્યના વર્ણ જેવા, પોતાના આંતરડાથી ચારે બાજુએ આવેષ્ટિત અને પરિવેષ્ટિત કરેલો જોયો તેથી દેવલોક મનુષ્યલોક અને અસુરલોકમાં-“આ શ્રમણ ભગવંત મહાવીર છે” એવી ઉદાર કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ પ્રાપ્ત થયા. પોતાના આત્માને મંદરપર્વતની ચૂલિકા પરના સિંહાસનમાં બેઠેલો જોયો અને જોઈને જાગ્યા તેથી શ્રમણ ભગવંત મહાવીરે કેવળી થઈ દેવ, મનુષ્ય અને અસુર યુક્ત પરિષદમાં બેસી ધર્મ કહ્યો,
[૬૮] કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ, યાવતુ-વૃષભ પંક્તિને જુએ અને તેના ઉપર ચઢે તથા તે ઉપર પોતે ચઢ્યો છે એમ પોતાને માને, અને એ પ્રમાણે જોઈ ને તુરત જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુ સર્વ દુખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અત્તે સમુદ્રને બન્ને પડખે અડકેલું તથા પૂર્વ અને પશ્ચિમ તરફ લાંબું એક મોટું દામણ જુએ અને તેને વીંટાળે અને તે પોતે વીંટાવ્યું છે એમ પોતાને માને તથા તે પ્રકારે જોઈ શીધ જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુસર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ બન્ને બાજુએ લોકાન્તને સ્પર્શેલુ તથા પૂર્વ અને પશ્ચિમે લાંબુ એક મોટું દોરડું જુએ અને તેને કાપી નાખે અને તે પોતે કાપી નાંખ્યું છે એમ પોતાને માને તથા તે પ્રકારે જોઈ શીધ્ર જાગે તો તે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ
સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અત્તે એક મોટા લોઢાના, તાંબાના, કથીરના, અને સીસાના ઢગલાને જુએ અને તે ઉપર ચઢે અને પોતે તે ઉપર ચઢ્યો છે એમ પોતાને માને તથા એમ જોઈ શીધ્ર જાગે તો તે વાવ-બે ભવમાં સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ
સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને છેડે એક મોટા હિરણ્ય-રુપાના, સુવર્ણના, રત્નપ્રભા ના અને વજના ઢગલાને જુએ અને તે ઉપર ચઢે અને પોતે તે ઉપર ચઢ્યો છે એમ પોતાને માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org