________________
·
૩૨
ભગવઇ - ૧૬/૯/૫/૬૭૬ ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે આદિકર, યાવત્-સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્રસહિત, યાવત્-દેવોવડે ખેંચાતા ધર્મયુક્ત, શિષ્યગણથી સંપરિવૃત્ત થઈ પૂર્વાનુપૂર્વી વિચરતા અને ગ્રામાનુગ્રામ વિહરતા યાવત્-શ્રીમનિસુવ્રત નામે અરહંત યાવત્- વિહરવા લાગ્યા. સભા વાંદવા નીકળી અને યાવત્ પર્યાપાસના ક૨વા લાગી. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ આવી રીતે શ્રીમુનિ- સુવ્રત સ્વામી આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતોષવાળો થઈ યાવત્-બલિકર્મ કરી શરીરને શણગારી પોતાના ઘરથી નીકળ્યો, નીકળી જ્યાં શ્રીમુનિસુવત અરહંત હતા ત્યાં આવી ત્રણ વાર પ્રદક્ષિણા કરી,યાવત્-ત્રણ પ્રકારની પર્યાપાસનાવડેપ/પાસના કરવા લાગ્યો.
ત્યાર પછી તે શ્રીમુનિસુવ્રત સ્વામીએ ધર્મકથા કહી યાવત્-સભા પાછી ગઈ. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ ધર્મને સાંભળી, અવધારી હર્ષ તથા સંતોષયુક્ત થઈ ઊભો થયો, ઉઠીને શ્રીમુનુસુવ્રત સ્વામીને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે હે ભગવન્ ! હું નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, યાવત્-આપ જે પ્રમાણે કહો છો તે તેમજ માનું છું. વિશેષ એ કે હે દેવાનુપ્રિય! મારા મોટા પુત્રને કુટંબીને મુખ્યભૂત સ્થાપીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર. ત્યારે તે હર્ષયુક્ત અને સંતોષયુક્ત થઈ મુનિસુવ્રત સ્વામીને વાંદી, નમી જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન-યાવત્ તૈયાર કરાવી પોતાના મિત્ર, જ્ઞાતિ સ્વજન વગેરેને નોતર્યા. પછી જ્ઞાન કરી પૂરણ શેઠની પેઠે યાવત્-પોતાના મોટા પુત્રને કુટુંબમાં મુખ્ય તરીકે સ્થાપી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને તથા મોટા પુત્રને પૂછી હજાર પુરુષવડે ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસી, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવત્ પરિવારવડે તથા મોટા પુત્રવડે અનુસરાતો સર્વ ઋદ્ધિસહિત યાવત્ વાજિંત્રના થતા ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચ નિકળી જે તરફ સહસ્રાબ્રવણ નામે ઉઘાન છે, તે તરફ આવી તીર્થંકરના છત્રાદિ અતિશય જોઈ યાવત્-ઉદાયન રાજાની પેઠે યાવતુ-પોતાની મેળેજ પોતાના ધરેણા ઉતાર્યા અને પોતાની મેળેજ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારબાદ ઉદાયી રાજાની પેઠે દીક્ષા લીધી. યાવત્-તેજ પ્રમાણે અગીયાર અંગો ભણ્યો, યાવત્-એક માસની સંલેખના વડે સાઠ ભક્તઅનશનપણે વીતાવી આલોચન-પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણસમયે મૃત્યુ પ્રાપ્ત કરી તે મહાશુક્રકલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભાના દેવશયનીયમાં યાવત્-ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. પછી પાંચ પ્રકારની પર્યાપ્ત વડે પર્યાપ્તપણાને પામ્યો. તે પર્યાપ્તિના પાંચ પ્રકાર આ પ્રમાણે છે- આહારપતિ, યાવતુભાષા-મનઃપયતિ. એ પ્રમાણે હે ગૌતમ! તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવર્ધિ પૂર્વોક્ત કારણથી યાવત્ પ્રાપ્ત કરી છે. હે ભગવન્ ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે! હે ગૌતમ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. હે ભગવન્ ! તે ગંગદત્ત દેવ તેના આયુષનો ક્ષય થયા પછી તે દેવલોકથી નીકળી ક્યાં જશે. હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો નાશ કરશે. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે.'
શતકઃ૧૬-ઉદ્દેસોઃઃપની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org