________________
''
"
.
શતક-૧૭, ઉદેસો-૧
૩૬૯ વગેરે ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી કંદ નીપજ્યો છે, યાવતુ-બીજ નીપજ્યું છે તે જીવોને કાયિકી કાવતુચાર ક્રિયાઓ લાગે. વળી જે જીવોના શરીરથી મૂળ નીપજ્યું છે તે જીવોને કાયિકી યાવતુ-પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભા વિક રીતે નીચે પડતાં મૂળના ઉપગ્રાહક-છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? હેગૌતમ ! પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી મૂળ યાવતુ-બીજા નીપજ્યું છે તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! ત્યાર પછી તે કન્દ પોતાના ભારને લીધે નીચે પડે અને યાવતુ-જીવોનો ઘાત કરે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરોથી કંદ નીપજ્યાં છે તે જીવોને યાવતુ પાંચે ક્રિયાઓ લાગે. વળી જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તે કંદના ઉપકારક હોય તે જીવોને પણ ક્રિયાઓ લાગે. જેમ કંદ સંબધે વક્તવ્યતા કહી તેમ યાવતુ-બીજ સંબધે પણ જાણવી..
[૬૯૭હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ –ઔદારિક, યાવત્ કામણ. કેટલી ઈન્દ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ, શ્રોત્રેન્દ્રિય, યાવત્ સ્પર્શેન્દ્રિય. યોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ત્રણ-મન-યોગ, વચનયોગ અને કાયયોગ. ઔદા રિક શરીરને બાંધતો જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કોઈવાર ત્રણ ક્રિયાવાળો, કોઈવાર ચારક્રિયાવાળો અને કોઈવાર પાંચ ક્રિયાવાળો હોય. એ રીતે પૃથિવીકાયિક સંબધે કહેવું. તથા એ પ્રમાણે ક્રમથી યાવતુ-મનુષ્ય સુધી જાણવું. હે ભગવનું ! ઔદા. રિક શરીરને બાંધતા અનેક જીવોને કેટલી ક્રિયાઓ લાગે? હે ગૌતમ ! તેઓને કદાચિત ત્રણ ક્રિયાઓ,કદાચિતચારક્રિયાઓ અને કદાચિત પાંચક્રિયાઓલાગે.એપ્રમાણે યાવત પૃથિવીકાયિકો સુધી જાણવું. તથા એ ક્રમથી યાવતુ-મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબધે પણ બે દડકો કહેવા. પરન્તુ જે જીવોને વૈક્રિય શરીર હોય તે જીવોને આશ્રયી કહેવું. એ પ્રમાણે યાવત્ કામણ શરીર સુધી સમજવું. શ્રોત્રેન્દ્રિયથી આરંભી યાવતુ-સ્પર્શેન્દ્રિય સુધી વળી મનયોગ, યાવતુકાયયોગ વિષે પણ એ પ્રમાણે કહેવું, પરન્તુ જેને યોગહોય તેને તે યોગસંબન્ધ કહેવુંએમ બધા મળીનેછવ્વીસ દેડકો કહેવા.
દિ૯૮]હે ભગવન્! ભાવ કેટલા પ્રકારના કહ્યા છ? હે ગૌતમ! ભાવ છે પ્રકારના -ઔદાયિક, ઔપથમિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવન્! ઔદયિક ભાવ કેટલા પ્રકારે કહ્યો છે. હે ગૌતમ ! બે પ્રકારે ઔયિક અને ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિ લાપ વડે અનુયોદ્ધાર- માં જેમ છ નામની વક્તવ્યતા કહી છે તે બધી અહિં કહેવી. યાવતુ એ પ્રમાણે સાંનિપાતિક ભાવ સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, શતક ૧૭-ઉદેસા ૧ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદેશક ૨ ) [૬૯૯]હે ભગવન્! સંયમ, પ્રાણાતિપાતાદિથી વિરતિવાળો અને જેણે પાપકર્મ નો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ચારિત્ર ધર્મમાં સ્થિત હોય, અસંયત, અવિરત અને જેણે પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય, તથા સંયતાસંયત જીવ ધમધર્મમાં સ્થિત હોય ? હે ગૌતમ ! હોય. હે ભગવન્! એ ધર્મમાં, અધર્મમાં અને ધમધર્મમાં કોઈ જીવ બેસવાને યાવતુ
[24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org