________________
શતક-૧૭, ઉદેસો-૧૦ થી ૧૭
૩૭૫ ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. અને જેમ સૌધર્મી કલ્પના વાયુકાયિકનો સાતે પૃથિવીમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે યાવતુ-ઈષ~ાભારા પૃથિવીના વાયુકાયિકનો યાવતુ-અધઃસપ્તમ પૃથિવીપર્યત ઉપપાત કહેવો.
[૭૧૫]હે ભગવન્! બધા એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે, સમાન શરીરવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં પૃથિવીકાયિકની વક્તવ્યતા કહી છે તેમ અહીં એકેન્દ્રિયો સંબધે પણ કહેવા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી વેશ્યાઓ કહી છે? ચાર કષ્ણલેશ્યા, યાવતુ-તેજલેશ્યા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળા, યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેજલેશ્યાવાળા એકેન્દ્રિયો છે, તેથી અનંતગુણ અધિક કાપોતલેશ્યાવાળા છે, તેથી વિશેષાધિક નીલલેશ્યાવાળા છે, અને તેથી વિશેષાધિક કમ્બલેશ્યાવાળા છે. હે ભગવન્! એ કૃષ્ણલેશ્યા વાળા, યાવતુતેજલેશ્યાવાળા એકેન્દ્રિયોની ઋદ્ધિ-સામર્થ્ય સંબધે પ્રશ્ન.જેમ દ્વીપકુમારોની દ્ધિ કહી છે તેમ એકેન્દ્રિયોની કહેવી.
[૭૧૬]બધા નાગકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સોળમાં શતકના દ્વીપકુમાર ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ યાવતુ-ઋદ્ધિ સુધી કહેવું.”
[૭૧૭]હે ભગવન્! બધા સુવર્ણકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.
[૭૧૮]હે ભગવન્! બધા વિઘુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વપ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.'
[૧૯] હે ભગવન્! બધા વાયુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! એમજ છે, હે ભગવન્! તે એમજ છે.
[૭૨]હે ભગવન્! બધા અગ્નિકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક ૧૭-ઉદેસો-૧૦થી ૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(શતક૧૮)
- ઉદેસો ૧ - [૭૨૨)તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા- હે ભગ વનું! જીવ જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો જાણવા. હે ભગવન્! સિદ્ધ સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! જીવો જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! સિદ્ધો સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે- હે ગૌતમ! તે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! આહારક જીવ આહારકભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! અનાહારક જીવ અનાહારકભાવવડે પ્રથમ છેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! કદાચ પ્રથમ હોય અને કદાચ અપ્રથમ પણ હોય. હે ભગવન!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org