________________
શતક-૧૭, ઉદેસો-૨
૩૭૧ જીવાત્મા છે.”
[૭૦૨]હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો, યાવતુ-મોટા સુખવાળો દેવ પહેલાં રુપી હોઈને મૂર્ત સ્વરૂપ ધારણ કરી પછી અસ્પી રુપ વિકવવાને સમર્થ છે? તે અર્થ સમર્થ નથી. હું એ જાણું છું. હું એ જોઉં છું, હું એ નિશ્ચિત જાણું છું. હું એ સર્વથા જાણું છું. મેં એ જાયું છે, મેં એ જોયું છે, મેં નિશ્ચિત જાણ્યું છે અને મેં એ સર્વથા જાણ્યું છે કે, તેવા પ્રકારના
પવાળા, કર્મવાળા, રાગવાળા, વેદવાળા, મોહવાળા, વેશ્યાવાળા, શરીરવાળા, અને શરીરથી નહિ મૂકાયેલા- જીવને વિશે એમ જણાય છે, તે આ પ્રમાણે તે શરીરયુક્ત જીવમાં-કાળાપણું, યાવતુ-ધોળાપણું, સુગંધિપણું કે દુગંધિપણું, કડવાપણું કે યાવતુ મધુરપણું, તથા કર્કશપણું તે યાવતુ-ક્ષપણું હોય છે, માટે હે ગૌતમ! તે હેતુથી યાવતું તે દેવ પૂર્વ પ્રમાણે વિદુર્વવા સમર્થ નથી. શતક ૧૭૨ઉસોકર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૩) [૭૦૩]હે ભગવન્! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ અનગાર શું સદા નિરન્તર કંપે, અને યાવતુ-તે તે ભાવે પરિણમે ? એ અર્થ સમર્થ નથી, માત્ર એક પરપ્રયોગ વિના ન કંપે. હે ભગવન્! એજના (કંપન) કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! પાંચપ્રકારની. દ્રવ્યએજના,યાવતું ભવએજના. હે ભગવન્! દ્રવ્ય એજના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ચાર પ્રકારની નૈરયિકદ્રવ્યએજના, યાવતુ દેવદ્રવ્યએજન. હે ભગવન્! શા કારણથી “નૈરયિકદ્રવ્યએજના” કહેવામાં આવે છે ? હે ગૌતમ ! જે માટે નૈરયિકો નૈરયિકદ્રવ્યમાં વર્તતા હતા, વર્તે છે અને વર્તશે, તે નૈરયિકોએ નૈરયિકદ્રવ્યમાં વર્તતા નૈરયિકદ્રવ્યની એજના કરી હતી, કરે છે અને કરશે, તે માટે મનુષ્યદ્રવ્યએજના અને દેવદ્રવ્યએજના પણ જાણવી. હે ભગવન્! ક્ષેત્રએજના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની-નૈરયિક ક્ષેત્રએજના, યાવતુ-દેવક્ષેત્રએજના. હે ભગવનું ! નૈરયિકક્ષેત્રએજના કહેવાનું શું કારણ ? પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે નૈરયિકદ્ર વ્યએજનાને બદલે નૈરયિકક્ષેત્રએજના કહેવી. અને એમ યાવતુ-દેવ ક્ષેત્રએજના સુધી જાણવું. તથા કાલએજના, ભવ્યએજના અને ભાવએજના વિષે પણ એ પ્રમાણે જાણવું.
[૭૦]હે ભગવન્! ચલના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની શરીરચલના, ઈન્દ્રિયચલના અને યોગચલના. હે ભગવન્! શરીરચલના કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની. ઔદારિકશરીરચલના, યાવતુ-કાશ્મણશરીરચલના. હે ભગવન્! ઈન્દ્રિયચલના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયચલના, યાવતુ-સ્પર્શેન્દ્રિય ચલના. હે ભગવનું ! યોગાચલના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની. મનોયોગચલના, વચનયોગચલના અને કાયયોગચલના. હે ભગવન્! શા હેતુથી ઔદારિકશરીરચલના કહેવાય છે ?હે ગૌતમારે માટે ઔદારિક શરીરમાં વર્તતા જીવોએ ઔદારિક શરીરયોગ્ય દ્રવ્યોને ઔદારિકશરીરપણે પરિણમાવતા ઔદારિકશરીરની ચલના કરી છે, કરે છે અને કરશે, તે કારણથી એમ કહ્યું.
હે ભગવન! શા કારણથી વૈક્રિયશરીરચલના કહેવામાં આવે છે ? પૂર્વ પ્રમાણે બધું જાણવું. વિશેષ એ કે વૈક્રિયશરીરને વિષે વર્તતા” ઈત્યાદિ કહેવું. એજ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org