________________
૩૬૬
ભગવઇ - ૧૬૪-૨૮/૬૮૩ કહેવું. વિશેષ એ કે, દેશોના વિષયમાં અનિદ્રિયો માટે પ્રથમ ભાંગો ન કહેવો. ત્યાં જે અરુપી અજીવો રહેલા છે તે છ પ્રકારના છે અને અટ્ઠાસમય (કાળ) નથી.
હૈ ભગવન્ ! લોકના દક્ષિણ દિશાના ચરમાંતમાં જીવો છે ઈત્યાદિ સર્વ પૂર્ણ પ્રમાણે પૂછ્યું. પૂર્વ પ્રમાણેજ બધું કહેવું, અને એ પ્રમાણે પશ્ચિમ ચરમાંતમાં ઉત્તર ચરમાંતમાં પણ સમજ્યું. લોકના ઉપરના ચરમાંતમાં જીવો છે-ઈત્યાદિ હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, યાવત્-અજીવપ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેન્દ્રિયોનો દેશો અને અનેિંદ્રિયોના દેશો છે. અથવા એકેદ્રિયોના દેશો, અનિન્દ્રિયોના દેશો અને બેઈન્દ્રિયો નો એક દેશ છે. અથવા એકેન્દ્રિયોના દેશો અનિન્દ્રિ યોના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છ. એમ વચલા ભાંગા સિવાયના ત્રિકસંયોગી બીજા બધા ભાંગા કહેવા પંચેન્દ્રિયો સુધી કહેવું. ત્યાં જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકે ન્દ્રિયોના પ્રદેશો અને અનિન્દ્રિયોના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો, અને એક બેઈન્દ્રિયના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો અને બેઈન્દ્રિયોન પ્રદેશો છે. એ પ્રમાણે પ્રથમ ભાંગા સિવાયના બીજા બધા કહેવા,યાવત્-પંચેન્દ્રિય સુધી જાણવું. અને દશમાં શતકમાં કહેલ તમા દિશાની વક્ત વ્યતા પ્રમાણે અહીં અજીવોની વક્તવ્યતા કહેવી.
હે ભગવન્ ! લોકના હેઠળના ચરમાંતમાં શું જીવો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ત્યાં જીવો નથી, જીવ દેશો છે, જીવપ્રદેશો છે, યાવતુ-અજીવના પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેંદ્રિયના દેશો છે. અથવા એકેંદ્રિયોના દેશો અને બેઈંદ્રિયનો દેશ છે. અથવા એકેંદ્રિયોના દેશો અને બેઈદ્રિયોના દેશો છે. એ પ્રમાણે વચલા ભાંગ સિવાય બીજા બધા ભાંગા કહેવા, અને તે યાવત્-અનિદ્રિયો સુધી જાણવું. સર્વના પ્રદે શોની બાબતમાં પૂર્વ ચરમાંતના પ્રશ્નોત્તર પ્રમાણે જાણવું, પણ તેમાં પ્રથમ ભાંગો ન કહેવા. અજીવોની બાબતમાં ઉ૫૨ના ચરમાંતમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. હેભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમાંતમાં જીવો છે-ઈત્યાદિ પૃચ્છા હે ગૌતમ! ત્યાં જીવો નથી. જેમ લોકના ચાર ચરમાંત કહ્યા તેમ રત્નપ્રભાના પણ ચારે ચરમાંત જાણવા. દશમાં શતકમાં કહેલ વિમલા દિશાની વક્તવ્યતા પ્રમાણે આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતની તથા રત્નપ્રભા પૃથ્વીનો નીચલો ચરમાંત પણ લોકની નીચેના ચરમાંતની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ કે જીવદેશોના સંબંધે પંચેન્દ્રિયોમાં ત્રણ ભાંગા કહેવું. રત્નપ્રભા પૃથ્વીના ચાર ચરમાંતની પેઠે શર્કરાપ્રભા પૃથિવીના પણ ચાર ચરમાંત કહેવા. એ પ્રમાણે યાવતુ-સાતમી પૃથિવી સુધી જાણવું. તથા સૌધર્મ (દેવલોક) યાવત્ ઉચ્યુત્ સંબંધે પણ એજ પ્રમાણે સમજવું. ત્રૈવેયક વિમાનો સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. પણ તેમાં વિશેષ એ છે કે ઉપલા અને હેઠલા ચરમાંત વિષે દેશો સંબંધે પંચેંદ્રિયોમાં પણ વચલો ભાંગો ન કહેવો. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જ કહેવું. તથા ત્રૈવેયક વિમાનની પેઠે અનુત્તર વિમાનની અને ઈષત્યાગ્ભારા પૃથિવીની પણ વક્તવ્યતા કહેવી.
[૬૮૪] ભગવન્ ! પરમાણુ એકસમયમાં લોકના પૂર્વચરમાંતથી-પશ્ચિમચરમાં તમાં, પશ્ચિમચરમાંતથી પૂર્વચરમાંતમાં, દક્ષિણચરમાંતથી ઉત્તર ચરમાંતમાં, ઉત્તર ચરમાંતથી યાવત્ ઉપરનાચરમાંતમાં જાય? ગૌતમ ! હા
[૬૮૫]હે ભગવન્ ! ‘વરસાદ વરસે છે કે નથી વરસતો' એ (જાણવાને) માટે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org