________________
૩૫૬
ક૨શે. ‘હે ભગવન્ન . તે એમજ છે,
શતકઃ૧૫ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
શતક. ૧૬ -ઉદ્દેસો-૧ઃ
[૬૦]અધિકરણી-જરાદિ, કર્મ, યાવતિક, ગંગદત્ત, સ્વપ્ર, ઉપયોગ લોક સ્વરુપ, બલીન્દ્ર, અવધિજ્ઞાન, દ્વીપકુમાર, તથા ઉદધિકુમાર, દિક્કુમાર અને સ્ટનિત કુમાર એ પ્રમાણે ચૌદ ઉદ્દેશકો આ શતકમાં આવે છે.
ભગવઇ - ૧૬/૯/૧/૬૬૦
[૬૬૧]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં યાવ-પર્યુપાસના કરતા (ભગવાન્ ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન્ ! અધિકરણી ઉપર વાયુકાય ઉત્પન્ન થાય ? હે ગૌતમ! હા, થાય. હે ભગવન્ ! તે વાયુકાયનો બીજા કોઈ પદાર્થ સાથે સ્પર્શ થાય તોજ તે મરે કે સ્પર્શ થયા સિવાય પણ મરે ? હે ગૌતમ! તેનો બીજો પદાર્થ સાથે સ્પર્શ થાય તોજ મરે, હે ભગવન્ ! તે શરીરસહિત ભવાન્તરે જાય કે શરીરરહિત જાય ? હે ગૌતમ! આ બાબતમાં જેમ સ્કંદકના ઉદ્દેશકમાં કહ્યું છે, તે પ્રમાણે જાણવું.
[૬૨]સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિ. વળી વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય.
[૬૩]હે ભગવન્. લોઢાને તપાવવાની ભઠ્ઠીમાં લોઢાના સાંડસા વડે લોઢાને ઉંચું કે નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! કાયિકીથી માંડીને પ્રાણા તિપાત ક્રિયા સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, લોઢાની ભઠ્ઠી બની છે, સાંડસો બન્યો છે, અંગારા બન્યા છે, અંગારાકર્ષણી બની છે અને ધમણ બની છે તે બધા જીવોને પણ કાયિકી યાવત્-પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્ ! લોઢાની ભઠ્ઠીમાંથી લોઢાના સાંડસા વડે લોઢાને લઈ એરણ ઉપર લેતા અને મૂકતા પુરુષને કેટલેય ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! કાયિકી યાવત્-પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યુ છે, સાંડસો બન્યો છે, ચર્મેષ્ટક-ધણ બન્યો છે, નાનો હથોડો બન્યો છે. એરણ બની છે, એરણ ખોડવાનું લાકડું બન્યું છે, ગ૨મ લોઢાને ઠારવાની પાણીની દ્રોણી બની છે અને અધિકરણશાળા બની છે તે જીવોને પણ કાયિકી યાવત્-પાંચ ક્રિયાઓ લાગે છે.
[૬૪]હે ભગવન્ ! જીવ અધિકરણી-છે કે અધિકરણ છે ? હે ગૌતમ! હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો છે.’ ? હે ગૌતમ! અવિરતિને આશ્રયી નૈરયિક અધિકરણી છે કે અધિકરણ છે ? હે ગૌતમ! બંને છે. જેમ જીવ સંબંધે કહ્યું તેમ નૈયિક સંબંધે પણ જાણવું, અને એ પ્રમાણે યાવનિરંતર વૈમાનિક સુધીના જીવ સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! શું જીવ સાધિકરણી છે કે નિરધિકરણી છે ? હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પણ નિરધિકરણી નથી. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે જીવ સાધિકરણી છે અને નિરધિકરણી નથી' ? હે ગૌતમ! અવિરતિને આશ્રયી,એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ શું જીવ આત્માધિકરણી છે, પરાધિકરણી છે કે તદુભયાધિકરણી છે ? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે શા હેતથી કહો છો? હે ગૌતમ! અવિરતિને આશ્રયી,એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org