________________
૩૫૨
ભગવાઈ -૧૫-I-પ૭ શ્વેત, નિર્મલ શંખના તળીયાસમાન અને ચાર દત્તવાળું હસ્તિરત્ન ઉત્પન્ન થશે, ત્યારે તે દેવસેન રાજા શ્રેત, નિર્મલ શંખના તળસમાન અને ચાર દત્તવાળા હસ્તિરત્ન ઉપર ચઢીને શદ્વાર નગરના મધ્યભાગમાં થઈને વાંરવાર જશે અને નીકળશે. તેને આધારે તે દેવસેન રાજાનું વિમલવાહન’ એવું ત્રીજું નામ પડશે.
ત્યારબાદ તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યાત્વ-અનાર્યપણું આચરશે, કેટલાક શ્રમણ નિર્ચન્થોનો આક્રોશ કરશે, કેટલાએકની હાંસી કરશે, કેટલાકને જુદા પાડશે, કેટલાકની નિર્ભિર્જના કરશે, કેટલાકને બાંધશે. કેટલાકને રોકશે, કેટલાકના અવયવોને છેદ કરશે, કેટલાકને મારશે. ઉપદ્રવ કરશે, કેટલાકના વસ્ત્ર, પાત્ર કાંબલ અને પાદપૃચ્છન છેદશે, ભેદશે, અપહરણ કરશે. ભાત-પાણીનો વિચ્છેદ કરશે, નગરથી બહાર કાઢશે અને કેટલાએકને દેશથી બહાર કાઢશે. તે સમયે શતદ્વાર નગરને વિષે ઘણા માંડલિક રાજાઓ અને યુવરાજાઓ યાવતુ પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો! એ આપણને શ્રેયરુપ નથી, આ વિમલવાહન રાજાને શ્રેયરુપ નથી, તેમજ આ રાજ્યને, આ રાષ્ટ્રને, બલને, વાહનને, પુરને, અન્તપુરને કે દેશને શ્રેયરુપ નથી કે જે વિમલવાહન રાજાએ શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યા-અનાર્ય પણું સ્વીકાર્યું છે. તે માટે આપણે વિમલવાહન રાજાને આ વાત જણાવવી યોગ્ય છે.'એમ વિચારી જ્યાં વિમલવાહન રાજા છે ત્યાં આવે છે, ત્યાં આવીને કરતલ પરિગ્રહીત કરીને હાથ જોડીને વિમલવાહન રાજાને જય અને વિજયથી વધાવે છે. વધાવીને એમ કહેશે કે હે દેવાનુ પ્રિય! આપ શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યા-અનાર્યપણાને આચરતા કેટલાએકનો આક્રોશ કરો છો, યાવતુ-કેટલાએકને દેશથી બહાર કાઢો છો, તે આપને શ્રેયરુપ નથી, એ અમને પણ શ્રેયસ્પ નથી. તેમજ આ રાજ્યને, યાવતુ-દેશને શ્રેયરુપ નથી માટે આ કાર્યથી અટકો.
- જ્યારે એ ઘણાં માંડલિક રાજાઓ, યુવરાજાઓ યાવતુ-સાર્થવાહકપ્રમુખ આ બાબત વિનતિ કરશે ત્યારે તે વિમલવાહન રાજા ધર્મ નથી, તપ નથી' એવી બુદ્ધિથી મિથ્યા વિનંય વડે આ વાત કબૂલ કરશે. હવે તે શતદ્વાર નગરની ઉત્તર-પૂર્વ દિશાએ અહિં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વ ઋતુના પુષ્પાદિકયુક્ત-ઈત્યાદિ વર્ણન જાણવું. તે કાલે તે સમયે વિમલનામે તીર્થંકરના પ્રપૌત્ર-
શિષ્ય પરંપરામાં થયેલા સુમ ગલ અનગાર હશે. તે જાતિસંપન્ન-ઈત્યાદિ ધર્મઘોષ અનગારના વર્ણન પ્રમાણે વર્ણન કરવું, યાવતુ-સંક્ષિપ્ત અને વિપુલ તોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે સહિત તે સુમંગલ નામે અનગાર સુભૂમિભાગ નામે ઉદ્યાનથી થોડે દૂર નિરન્તર છઠ્ઠનો તપ કરવાવડે યાવતુ આતાપના લેતા વિહરશે. હવે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે રથચય કરવા નિકળશે ત્યારે સુમંલ અનગારને જોશે. યાવતુ- ક્રોધિતી અત્યન્ત બળતો એવો તે રાજા રથના અગ્રભાગ વડે સુમંગલ અનગારને અભિઘાત કરી પાડી નાંખશે. ત્યારે તે સુમંગલ અનગાર ધીમે ધીમે ઉઠશે, ઉઠીને બીજીવાર ઉંચા હાથ કરીને આતાપના લેતા વિહરશે, ત્યારે તે વિમલવાહનરાજા સુમંગલઅનગારને બીજીવાર પાડી નાંખશે. ત્યારે તે સુમંગલાનગાર ધીમે ધીમે ઉઠશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયુજશે. વિમલવાહનરાજાને અતીતકાળે અવધિજ્ઞાન વડે જોશે, જોઈને વિમલવાહન રાજાને એમ કહેશે “તું ખરેખર વિમલવાહન રાજા નથી, પણ આ ભવથી ત્રીજા ભવમાં મંખલિપુત્ર ગોશાલકનામે હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org