________________
૩૫૦
ભગવદ૧૫ ૧૫ યાવતુ-વિનીત હતા. તે માલુકાવનથી થોડે દૂર નિરન્તર છઠ્ઠનો તપ કરવાવડે બાહુ ઉંચા પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરને વિષે અત્યન્ત પ્રહ કરનાર, મહાનુ પીડાકારી રોગ પેદા થયો છે-ઈત્યાદિ યાવત-તે છવા
સ્થાવસ્થામાં કાળધર્મ પામશે, અન્યતીર્થકો કહેશે કે તે છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યા”- આવા પ્રકારના આ મોટા માનસિક દુઃખવડે પીડિત થયેલ તે સિંહઅનગાર) આતાપના ભૂમિથી નીચે ઉતરી જ્યાં માલુકાવન છે ત્યાં આવીને તેણે મોટા શબ્દથી કુહુકહુ (ઠુઠવો મૂકી)એ રીતે અત્યન્ત રુદન કર્યું. શ્રમણ ભગવાનું મહાવીરે કહ્યું- હે આય! એ પ્રમાણે ખરેખર મારા અન્તવાસી સિંહાનગાર પ્રકૃતિવડે ભદ્ર છે-ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવતુ-તેણે અત્યન્ત રુદન કર્યું, તે માટે હે આયોી જાઓ, અને તમે તેને બોલાવો.” એટલે તે શ્રમણ નિર્ચન્હો જ્યાં સિંહ અનગાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણે કહ્યું “હે સિંહ! ધર્માચાર્ય તમને બોલાવે છે.” ત્યારે તે સિંહ અનગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે, ત્રણવાર પ્રદક્ષિણા કરે છે, યાવતુ-પર્યાપાસના કરે છે. શ્રમણ ભગંવત મહાવીરે કહ્યું- હે સિંહા ખરેખર ધ્યાનાન્તરીકામાં વર્તતા અને આવા પ્રકારનો આ સંકલ્પ થયો હતો, યાવતુ-તેં અત્યન્ત રુદન કર્યું હતું? હે સિંહા ખરેખર આ. વાત સત્ય છે? હા, સત્ય છે. તે સિંહ હું નકકી સંખલિપુત્ર ગોશાલકના તપના તેજથી પરાભવ પામી છમાસને અત્તે યાવતું કાળ કરીશ નહિ, હું બીજા સોળ વરસ જિનપણે ગન્ધહસ્તિના પેઠે વિચરીશ. તે માટે તું મેંઢિકગ્રામ નગરમાં રેવતી ગૃહપત્નીના ઘેર જા, ત્યાં રેવતી ગૃહપત્નીએ મારે માટે બે કોહળાના ફળો સંસ્કાર કરી તૈયાર કર્યા છે, તેનું મારે પ્રયોજન નથી, પરંતુ બીજો ગઈકાલે કરેલો-માર્જરનામે વાયુને શાન્ત કરનાર બીજોરા પાક છે, તેને લાવ, ત્યાર પછી તે સિંહ અનગાર પ્રસન્ન અને સંતુષ્ટ, યાવતુ પ્રફૂલ્લિતત્વદયવાળા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરી ત્વરા, ચપળતા ને ઉતાવળરહિતપણે મુખવત્રિકાનું પ્રતિલેખન કરી ગૌતમ સ્વામીની પેઠે
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે. ત્યાં આવી શ્રમણ ભગવંત મહાવીરને વિંદન અને નમસ્કાર કરી યાવતુ-જ્યાં મેંઢિકગ્રામ નામે નગર છે ત્યાં આવે છે, રેવતી ગૃહપત્નીનું ઘર છે, ત્યાં આવી તેણે રેવતી ગૃહપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે તે રેવતી ગૃહપત્નીએ સિંહ અનગારને આવતા જોયા, જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ જલ્દી આસનથી ઉભી થઈ, સિંહ અનગારની સામે સાત આઠ પગલાં સામી ગઈ, ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદન અને નમસ્કાર કરી એ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિયા આગમનનું પ્રયોજન કહો.” ત્યારે તે સિંહ અનગારે રેવતી ગૃહપત્નીને એમ કહ્યું-"બીજોરાપાક છે તેને આપો, તેનું પ્રયોજન છે.” ત્યારે તે રેવતી ગૃહપત્નીએ સિંહ અનગારને એ પ્રમાણે કહ્યું- હે સિંહ કોણ આ જ્ઞાની કે તપસ્વી છે કે જેણે તને આ રહસ્ય અર્થ તુરત કહ્યો, અને જેથી તું જાણે છે ?' એ પ્રમાણે સ્કન્દકના અધિકારમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. યાવતુજેથી (ભગવંતના કથનથી) હું જાણું છું, ત્યારે તે રેવતી ગૃહપત્ની સિંહ અનગારની એ વાત સાંભળી દયમાં અવધારી હૃષ્ટ અને સંતુષ્ટ થઈ જ્યાં ભક્તગૃહ-રસોડું છે ત્યાં આવીને પાત્ર નીચે મૂકે છે, સિંહ અનગારના પાત્રને વિષે તે સર્વ (બીજોરા પાક) આપે છે. તે સમયે તે રેવતી ગૃહપત્નીએ દ્રશ્યશુદ્ધ એવા યાવતુ-તે દાનવડે સિંહ અનગારને પ્રતિલાભિત કરવાથી દેવાયુષ બાંધ્યું, યાવત્નવિજયની પેઠે રેવતીએ જન્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org