________________
શતક-૧૩, ઉદેસો-જ
૩૧૩ કાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પણ પ્રદેશ ન હોય. બાકી ધમસ્તિકાયની પેઠે જાણવું. સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યને “સ્વસ્થાનકે એક પણ પ્રદેશ નથી’ એ પ્રમાણે કહેવું અને પરસ્થાન કે આદિના ત્રણ દ્રવ્યને અસંખ્યાતા” કહેવા, અને પાછળ ત્રણદ્રવ્યને અનન્તા યાવતુ અદ્ધાસમય સુધી કહેવા યાવતુ કેટલા અદ્ધાસમય અવગાઢ હોય ? એક પણ નથી.
હે ભગવન! જ્યાં એક પ્રથિવીકાયિકજીવ અવગાઢ હોય ત્યાં બીજા કેટલા પ્રથિ વીકાયિકજીવો રહેલા હોય? અસંખ્યાતા કેટલા અખાયિકજીવો અવગાઢ હોય? અસં
ખ્યાતા. કેટલા તેઉકાયિક જીવો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા વાયુકાયિકાજીવો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા વનસ્પતિકાયિકો રહેલા હોય? અનન્તા. હે ભગવનું ! જ્યાં એક અપ્લાયિક રહેલો હોય ત્યાં કેટલા પૃથિવીકાયિકજીવો રહેલા હોય ? અસ ખ્યાતા.કેટલા અપ્લાયિકો રહેલા હોય ? અસંખ્યાતા પૃથિવીકાયિકની જેમ સર્વની સઘળી વક્તવ્યતા યાવતુ- વનસ્પતિકાય સુધી કહેવી.
[૫૮૧)હે ભગવનું ! આ ધમસ્તિકાય, અધમસ્તિકાય,આકાશાતિ- કાયને વિશે કોઈપુરુષ બેસવાને ઉભો રહેવાને, નીચેબેસવાને અને આળોટવાને શક્તિમાનું હોય? હે ગૌતમ! આ અર્થ યથાર્થ નથી, પરંતુ તે સ્થાને તો અનન્તા જીવો અવગાઢ- છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, તેને અંદર ને બહાર લીપી હોય ચારે તરફથી ઢાંકેલી હોય, અને તેનાં બારણાં પણ બન્ધ કર્યા હોય-ઈત્યાદિ રાજપ્રશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. યાવતું તે કૂટાગાર શાળાના દ્વારના કમાડને બંધ કરી, તેની મધ્યભાગમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર દીવાઓ સળગાવે. ખરેખર તે દવાઓનું તેજ પરસ્પર મળીને પરસ્પર સ્પર્શ કરીને, યાવતુ એક બીજા સાથે એકરુપે થઈને રહે? હા, ભગવન્! રહે, હે ગૌતમ! કોઈ પણ પુરુષને તે દિવાઓ તેજમાં બેસવાને યાવતુ- શક્તિમાન થાય? હે ભગવન્! એ અર્થ યોગ્ય નથી, પણ અનન્તા જીવો ત્યાં અવગાઢ-રહેલા હોય છે, તે માટે હે ગૌતમ ! એમ કહેવાય છે કે યાવતુ-અનન્તા જીવો ત્યાં અવગાઢ હોય છે'
પિ૮૨]હે ભગવન્! લોકનો બરાબર સમ-ભાગ ક્યાં કહેલો છે? સર્વથી સંક્ષિપ્ત ભાગ ક્યાં કહેલો છે? હે ગૌતમ. આ રત્નપ્રભાપૃથિવીના ઉપર અને નીચેના ક્ષક પ્રતરને વિશે હે ભગવન્! ક્યાં વિગ્રહવિગ્રહિક- ભાગ છે? હે ગૌતમ! જ્યાં વિગ્રહકડક-છે ત્યાં લોકપશરીર વક્રતાયુક્ત છે.
[૫૮૩] ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! સુપ્રતિષ્ઠકઆકારે જેમ સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ-સંસારનો અન્ત. કરે છે ત્યાં સુધી. હે ભગવન્! આ અધોલોક, તિર્યગલોક, અને ઉર્ધ્વલોમાં ક્યો લોક કોનાથી યાવત-વિશેષાધિક છે ? સર્વથી થોડો તિર્યશ્લોક છે, તેથી અસંખ્યાતગુણ ઉલોક છે અને તેથી વિશેષાધિક અધોલોક છે. હે ભગવન! તે એમજ છે, શતકઃ ૧૩-ઉદેસોઃ૪ની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ ?
( ઉસો-૫) [૫૮૪]હે ભગવન્! નૈરયિકો શું સચિતાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org