________________
૩૪૨
ભગવઇ-૧૫/-I-I૬૪૭ વિશેષતઃ અનાર્યપણું આદર્યું છે.
[૪૮]જેટલામાં આનન્દ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે છે તેટલામાં હાલાહલા કુંભારણનાહાટથી નીકળી આજીવિકસંઘસહિત ઘણા અમર્ષને ધારણ કરતો મંખલિપુત્રગોશાલક શીધ્ર અને ત્વરિત ગતિએ યાવતુ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો.શ્રમણભગવંતમહાવીરને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્માન કા૫ ગોત્રીય! મને એ પ્રમાણે સારું કહો છો, હે આયુષ્યમાનું કાશ્યપ! તમે મને એમ ઠીક કહો છો કે “પંખલિપુત્ર ગોશાલક મારો ધર્મસંબન્ધી શિષ્ય છે' જે મખલિપુત્ર ગોશાલક તમારો ધર્મ સંબન્ધી શિષ્ય હતો તે શુક્લ-પવિત્ર અને શુક્લભિતાજિવાળો-પવિત્ર પરિણામવાળો થઈને મરણ સમયે કાળ કરી કોઈપણ દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થયો છે, હું કૌડિન્યાયનગોત્રીય ઉદાયી નામે છું, અને મેં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી સંખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને આ સાતમો પ્રવૃત્તિપરિહારશરીરાન્ત પ્રવેશ કર્યો છે. વળી તે આયુષ્મનું કાશ્યપ! જે કોઈ અમારા સિદ્ધાન્તને અનુ સારે મોક્ષે ગયેલા છે, જાય છે અને જશે તે સર્વે ૮૪૦૮૬૦૩ કર્મના ભેદોનો અનુક્રમે ક્ષય કર્યા પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મૂકાયછે, નિવણ પામે છે, અને સર્વ દુઃખનો અન્ત કર્યો છે, કરે છે ને કરશે. જેમાં ગંગા મહાનદી જ્યાંથી નીકળે છે અને જ્યાં સમાપ્ત થાય છે. તે ગંગાનો અદ્ધા-માર્ગ આયામ વડે પાંચસો યોજન છે, વિખંભ અર્ધ યોજન છે, અને ઉંડાઈમાં પાંચસો ધનુષ છે-એ રીતે ગંગાપ્રમાણે સાત ગંગાઓ મળીને એક મહાગંગા થાય છે, સાત મહાગંગાઓ મળી એક સાદીન ગંગા થાય છે, સાત સાદીન ગંગાઓ મળીને એક મૃત્યુદંગા થાય છે, સાત મૃત્યુંગંગા મળીને એક લોહિતગંગા થાય છે, સાત લોહિતગંગાઓ મળીને એક અવંતી ગંગા થાય છે, સાત અવન્તી ગંગાઓ મળીને એક પરમાવતી ગંગા થાય છે. એ પ્રમાણે પૂવપર મલીને ૧૧૭૬૪૯ ગંગા નદીઓ થાય છેએમ કહ્યું છે. તે ગંગાનદીની વાલુકાકણનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે, સૂક્ષ્મબૌદિક લેવરરુપ અને બાદરબૌદિક્લેવરરુપ. તેમાં સૂક્ષ્મ બોંદિક્લેવરરુપ ઉદ્ધાર છે તે સ્થાપી રાખવા યોગ્ય છે.(તેમાં જે બાદરબોંદિફ્લેવરરુપ ઉદ્ધાર છે તેમાંથી સો સો વર્ષે એક એક વાલુકાના કણનો અપહાર કરીએ અને જેટલા કાળે ગંગાના સમુદાયરુપ તે કોઠો ક્ષીણ થાય, નીરજ થાય, નિર્લેપ થાય અને નિષ્ઠિત થાય ત્યારે સરપ્રમાણ કાલ કહેવાય છે. એવા પ્રકારના ત્રણ લાખ સપ્રમાણ કાળવડે એક મહાકલ્પ થાય છે. ચોશી લાખ મહાકલ્પ એક મહામાનસ થાય છે અનન્ત સંપૂથ અનન્તજીવના સમુદાયરુપ નિકાયથી જીવ ચ્યવી સંપૂથ-દેવભવને વિષે ઉપરના માનસ-સરપ્રમાણ આયુષવડે ઉત્પન્ન થાય છે, અને તે ત્યાં દિવ્ય અને ભોગ્ય એવા ભોગોને ભોગવતો વિહરે છે. હવે દેવલોકથી આયુષનો, ભવનો અને સ્થિતિનો ક્ષયથી તુરતજ ઍવીસને પ્રથમ સંજ્ઞી ગર્ભજ પંચે ન્દ્રિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તે ત્યાંથી ચ્યવીને તુરતજ મધ્યમ માનસસરપ્રમાણ આયુષવડે સંપૂથ-દેવનિકા વિષે ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી યાવતુ-વિહરી તે દેવલોકથી આયુષના ક્ષયથી પાવતુ ઍવીને બીજા સંજ્ઞીગર્ભ મનુષ્યને વિષે જન્મે છે. ત્યાર પછી ત્યાંથી નીકળી તુરત હેઠેના માનસ પ્રમાણ આયુષ વડે સંપૂથ-દેવનિકાયને વિષે ઉપજે છે. ત્યા દિવ્ય ભોગોને ભોગવી ત્યાંથી ચ્યવી ત્રીજા સંગીગર્ભ મનુષ્યને વિષે જન્મ છે. ત્યાંથી ચ્યવી ચોથા સંજ્ઞીગર્ભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org