________________
શતક-૧૫,
૩૪૭ ભીંજાયેલો સ્થાળ, પાણીથી ભીનો વારક કરવડો, પાણીથી ભીનો મોટો ઘટ, પાણીથી ભીનો નાનો ઘટ, તેનો હાથથી સ્પર્શ કરે પણ પાણી ન પીએ તે સ્થાલ પાણી, ત્વચાપાણી કેવા પ્રકારનું છે? જે આંબો, અંબાડગ-ઇત્યાદિ પ્રયોગ પદમાં કહ્યા પ્રમાણએ યાવતુબોર, તિંદુરુક સુધી જાણવા, તે તરુણ-અપક્વ અને કાચા હોય, તેને મુખમાં નાંખી થોડું ચાવે, વિશેષ ચાવે, પણ પાણી ન પીએ તે ત્વચાપાણી. શીંગોનું પાણી કેવા પ્રકારનું છે? જે વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ કે શિંબલીની શીંગ વગેરે તરુણ અને કાચી હોય તેને મુખમાં થોડું ચાવે કે વિશેષ ચાવે, પણ તેનું પાણી ન પીએ તે શીંગોને પાણી કહેવાય. શુદ્ધ પાણી કેવા પ્રકારનું છે ? જે છ માસ સુધી શુદ્ધ ખાદિમ આહારને ખાય, તેમાં બે માસ સુધી પૃથિવીરુપ સંસ્તારકને વિષે રહે, બે માસ સુધી લાકડાના સસ્તારકને વિષે રહે, અને બે માસ સુધી દર્ભના સંસ્મારકને વિષે રહે, તેને બરોબર પૂર્ણ થયેલા છ માસની છેલ્લી રાત્રીએ મહદ્ધિક અને વાવતુ-મહાસુખવાળા બે દેવો તેની પાસે પ્રગટ થાય, પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ત્યાર પછી તે દેવો શીતલ અને આર્ટ હસ્ત વડે શરીરના અવયવોને સ્પર્શ કરે, જે તે દેવોને અનુમોદ, એટલે તેના આ કાર્યને સારું જાણે તે આશીવિષપણે કર્મ કરે, જે તે દેવોને ન અનુમોદે, તેના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય, અને તે પોતાના તેજ વડે શરીરને બાળે, અને ત્યાર પછી તે સિદ્ધ થાય, યાવતુ-સર્વદુઃખનો અન્ત કરે, તે શુદ્ધ પાનક કહેવાય.
તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલનામે આજીવીકમતનો ઉપાસક-શ્રાવક રહેતો હતો. તે ધનિક, યાવતુ કોઈથી પરાભવ ન પામે તેઓ અને હાલાહલા કુંભારણની પેઠે યાવતુ-
વિહરતો હતો. ત્યારપછી તે અચંપુલઆજીવિકોપાસકને અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરણ કરતા મધ્યરાત્રિના સમયે આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે “કેવા આકારે હલ્લા કહેલી છે” ? ત્યાર પછી તે અચંપુલ આજીવિકોપાસકને બીજી વાર આવા પ્રકારનો આ સંકલ્પ ઉત્પન્ન થયો કે"એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, યાવતુસર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેઓ આજ શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના-હાટમાં આજીવિકસંઘસહિત વિહરે છે. તે માટે મારે આવતી કાલે યાવતુ-સૂયોંદય થયે પંખલિ પુત્ર ગૌશાલકને વંદન કરી, પર્યાપાસનાકરી આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછુવો શ્રેયરુપ છે” એમ વિચારી કાલે વાવતુ-સૂર્યોદય થયે સ્નાન કરી, બલિકર્મ કરી, અલ્પ અને મહામૂલ્ય આભરણ વડે શરીરને અલંકૃત કરી, પોતાના ઘર થકી બહાર નીકળી, પગે ચાલી, શ્રાવતી નગરીના મધ્યભાગમાં થઈ, જ્યાં કુંભકારાપણ છે. ત્યાં આવી જેના હાથમાં આમ્રફલ રહેલું છે એવા શરીરના અવયવને સંચિતું મખલિપુત્ર ગોશાલકને જુએ છે, જોઈને તે લજ્જિત, વિલખો અને ત્રીડિત થઈ ધીમે ધીમે પાછો જાય છે. ત્યાર પછી તે આજીવિક સ્થવિરોએ લક્તિ યાવતુ-પાછા જતા આજીવિકોપાસક અલંપુલને જોઈ કહ્યું, હે અપંગુલી અહિં આવી. ખરેખર તને મધ્યરાત્રિના સમયે વાવતુ-કેવા. આકારવાળી હલ્લા કહેલી છે ? (એવો સંકલ્પ થયો હતો ?) ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ કહેવું, પાવતુ આ વાત સત્ય છે ? હા સત્ય છે. હે અયંપુલ ! વળી તારા ધર્માચાર્ય અને ધમોઉપદેશક મંખલપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણના કુંભારણના કુંભકારા- પણામાં આમ્રફલ હાથમાં લઈ યાવતુ-અંજલિ કરતાં વિહરે છે, તેમાં પણ તે ભગવાનું આઠ ચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org