________________
૩૪૬
ભગવઇ - ૧૫/-I-
I૫૧ શકે તેમ નિરુત્તર કરો.”
જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે એ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિર્ચન્હો શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વંદન-નમસ્કાર કરી જ્યાં ગોશાલક મંખલિપુત્ર છે
ત્યાં આવી ધર્મસંબધી પ્રતિચોદના કરે છે. યાવતુ-તેને નિત્તર કરે છે. યાવતુ તેને નિરુત્તર કર્યો એટલે મખલિપુત્ર ગોશાલક અત્યન્ત ગુસ્સે થયો અને યાવતુ-ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થયો, પરંતુ શ્રમણનિર્ઝન્થોના શરીરને કંઈપણ પીડા કે ઉપદ્રવ કરવાને તથા તેના કોઈ અવયવનો છેદ કરવાને સમર્થ ન થયો. ત્યાર પછી આજીવિક
સ્થવિરો શ્રમણનિગ્રન્થો વડે ધર્મસંબન્ધી તેના મતથી પ્રતિકૂલ પણે કહેવાયેલા, યાવતુનિરુત્તર કરાયેલા, અત્યન્ત ગુસ્સે કરાયેલા, વાવ-ક્રોધથી બળતા, શ્રમણ અને નિર્ગ ન્યના શરીરને કંઈપણ પીડા-ઉપદ્રવ કે અવયવોનો છેદ નહિ કરતા એવા મંખલિ- પુત્ર ગોશાલકને જોઈને તેની પાસેથી પોતે નીકળ્યા, અને ત્યાંથી નીકળી જ્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમીને શ્રમણભગવાન મહા વીરનો આશ્રય કરી વિહરવા લાગ્યા, અને કેટલા પણ આજીવિકા સ્થવિરો મખલિપુત્ર ગોશાલકનો આશ્રય કરી વિહરવા લાગ્યાં. ત્યારબાદ ગોશાલક જેને માટે શીધ આવ્યો હતો તે કાર્યને નહિ સાધતો, દિશાઓ તરફ લાંબી દ્રષ્ટિથી જોતો દીર્ધ અને ઉષ્ણ. નિસાસા નાખતો, દાઢિના વાળને ખેંચતો, ડોકની પાછળના ભાગને ખજવાળતો, પુતપ્રદે શને પ્રસ્ફોટિક કરતો, હસ્તને હલાવતો અને બન્ને પગ વડે ભૂમિને કૂટતો, હા હા ! અરે! હું હણાયો, છું' એમ વિચારી અને જ્યાં હાલાહલાનામે કુભારણનું હાટ છે ત્યાં આવ્યો. ત્યાં આવીને હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં જેના હાથમાં આમ્રફળ રહેલું છે એવો, મદ્યપાન કરતો,વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલાકુંભારણને અંજલિ કરતોઅને માટીનાભાજનમાં રહેલા શીતલાટીના પાણી વડે ગાત્રને સીંચતો વિહરે છે.
[૫૨] હે આર્યો! મખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવા માટે શરીરથકી તેજો લેશ્યા કાઢી હતી અંગ, બંગ, મગધ, મલય, માલવ, ઈચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાટ, વજ, મૌલી,કાશી,કોશલ,અબાધ અને સંભક્તર-એ સોળ દેશનો ઘાત કરવા માટે,વધ કરવા માટે, ઉચ્છેદન કરવા માટે, ભસ્મ કરવા માટે સમર્થ હતી. વળી હે આય! મખલિપુત્ર ગો શાલક હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આમ્રફળ હાથમાં ગ્રહણ કરી મદ્ય પાન કરતો, વારંવાર યાવતુ-અંજલિકર્મ કરતો વિહરે છે તે અવદ્ય-દોષને પ્રચ્છાદન-ઢાંકવા માટે આ આઠ ચરમ-છેલ્લી વસ્તુ કહે છે. તે આ પ્રમાણે- ચરમપાન, ચરમગાન, ચરમ નાટ્ય, ચરમઅંજલિકર્મ, ચરમપુષ્કલ સંવર્તમહામેઘ, ચરમસેચનક ગધહસ્તી, ચરમ મહાશિલાકંટક સંગ્રામ અને હું આ અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો આ ચરમ • તીર્થંકરપણે સિદ્ધ થઈશ, અને યાવતુ‘સર્વ દુઃખોનો અન્ત કરીશ'. વળી હે આય! મંખ લિપુત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલા માટીમિશ્રિત શીત પાણીવડે શરીરને સીંચતો વિચરે છે તે અવદ્યને પણ ઢાંકવાને માટે આ ચાર પ્રકારના પાનક-પીણાં અને ચાર નહિ પીવા યોગ્ય અપાનક જાણવે છે. પાણી કેટલા પ્રકારે કહ્યું છે? ચાર પ્રકારે. પૃષ્ઠથી પડેલું, હાથથી મસળેલું, સૂર્યના તાપથી તપેલું, અને શિલાથકી પડેલું એ પ્રમાણે પાણી કહ્યું.
અપાનક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. સ્થાલનું પાણી, વૃક્ષાદિની છાલનું પાણી, શીંગોનું પાણી અને શુદ્ધ પાણી સ્થાપાણી કેવા પ્રકારે કહ્યું છે? જે ઉદકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org