________________
૩૪૫
શતક-૧૫, કરી સ્વયમેવ પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરી સાધુઓ અને સાધ્વીઓને ખમાવ્યા, ખમા વીને આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ તે અનુક્રમે કાળધર્મ પામ્યાં.
ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકસુનક્ષત્ર અનગારનેતપનાતેજથી બાળીને બીજી વાર શ્રમણભગવંત મહાવીરને અનેક પ્રકારના અનુચિત વચનોથી આક્રોશ કરવા લાગ્યો-ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ કહેવું,ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે હે ગોશાલક ! જે તેવા પ્રકારના શ્રમણ અને બ્રાહ્મણનું તે તેની યાવતુ- પર્યાપાસના કરે છે, તો તે ગોશાલકા તારે માટે તો શું કહેવું!! મેં તને પ્રવ્રજ્યા આપી, યાવતુ-મેં તને બહુશ્રુત કર્યો અને તે મારી સાથે મિથ્યાત્વ-અનાર્યપણું આદર્યું છે. માટે એમ નહિ કર, યાવતુ- તે આ તારી જ પ્રકૃતિ છે, અન્ય નથી' તે મંખલિપુત્ર ગોશાલક અત્યંત ગુસ્સે થયો, અને તેજસ સમુદુર્ઘાત કરી, સાત આઠ પગલા પાછો ખસી તેણે શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવામાટે શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઠી જેમ કોઈ વાતોત્કાલિકા કે વંટોળીઓ હોય તે પર્વત, ભીંત, સ્તંભ કે સૂપવડે આવરણ કરાયેલો કે નિવારણ કરાયેલો હોય તો પણ તેને વિષે સમર્થ થતો નથી, વિશેષ સમર્થ થતો નથી, એ પ્રમાણે ગોશાલકની તપો. જન્ય તેજલેશ્યા શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવા માટે શરીરમાંથી બહાર કાઢ્યા છતાં તેને વિષે સમર્થ થતી નથી, વિશેષ સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે. પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરી ઉંચે આકાશમાં ઉછળે છે, અને ત્યાંથી સ્તુલિત થઈને પાછી ફરતી ગોશાલકના શરીરને બાળતી શરીરની અંદર પ્રવિષ્ટ થાય છે. ત્યાર બાદ પોતાની તેજલેશ્યાવડે પરાભવને પ્રાપ્ત થયેલા મખલિપુત્ર ગોશાલકને એ પ્રમાણે કહ્યું કે હે ગોશાલક! હું તારી તપોજન્ય તેજોવેશ્યાથી પરાભવ પામી છ માસને અત્તે યાવતુકાળ કરીશ નહિં, પણ બીજા સોળ વરસ સુધી જિન-તીર્થકરપણે ગન્ધહસ્તીની પેઠે વિચારીશ, પરન્તુ હે ગોશાલકા તું પોતેજ તારા તેજથી પરાભવ પામી સાત રાત્રિને અન્ત પિતજ્વરતી પીડિત શરીરવાળો થઈ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ.’ ત્યારપછી શ્રાવ
સ્તી નગરીમાં ત્રિકોણ માર્ગમાં યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતુ આ પ્રમાણે પ્રરુપે છે. એ પ્રમાણે ખરેખર શ્રાવસ્તી નગરીની બહાર કોઇક ચૈત્યને વિષે બે જિનો પરસ્પર કહે છે, તેમાં એક આ પ્રમાણે કહે છે કે 'તુ પ્રથમ કાળ કરીશ અને બીજા એમ કહે છે કે તું પ્રથમ કાળ કરીશ.’ તેમાં કોણ સમ્યગ્વાદી છે, અને કોણ મિથ્યાવાદી છે? તેમાં જે જે પ્રધાન માણસો છે તે બોલે છે કે શ્રમણ ભગવાનું મહાવીર સમ્યગુવાદી છે, અને મંખલિપુત્ર ગોશાલક મિથ્યાવાદી છે.” શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે “હે આયો! જેમ કોઈ તૃણનો રાશિ, કાષ્ઠનો રાશિ, પાંદડાનોરાશિ, ત્વચા-છાણનારાશિ, તુષ-ફોતરાનોરાશિ, ભુસાનોરાશિ,અને કચરાનો રાશિ અગ્નિ થી દગ્ધ થયેલો, અગ્નિથી યુક્ત અને અગ્નિથી પરિણમેલો હોય તો તે જેનું તેજ હણાયું. છે, જેનું તેજ ગયેલું છે, જેનું તેજ નષ્ટ થયું છે, જેનું તેજ ભ્રષ્ટ થયું છે, જેનું તેજ લુપ્ત થયેલું છે અને જેનું તેજ વિનષ્ટ થયેલું છે એવો યાવતુ-થાય, એ પ્રમાણે મખલિપુત્ર ગોશાલક મારો વધ કરવા માટે શરીરમાંથી તેજો વેશ્યા બહાર કાઢીને જેનું તેજ હણાયું છે એવો યાવતુવિનષ્ટતેજવાળો થયો છે, માટે તમારી ઈચ્છાથી તમે મખલિપુત્ર ગોશાલકની સાથે ધાર્મિક પ્રતિચોદના કરો, ધાર્મિક પ્રતિસારણા-કરાવો, ધાર્મિક પ્રતિસારણા કરો, તેમજ અર્થ-પ્રયોજન, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ-ઉત્તર અને કારણ વડે પૂછેલા પ્રશ્નનો ઉત્તર ન આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org