________________
૩૪૦
ભગવઇ-૧પ/-I-
I૪૫ ચોતરફ ગવેષણા કરવી શ્રેયસ્કર છે- એમ વિચાર કરી પાણીની ચોતરફ તપાસ કરી. તેઓને એકમોટું વનખંડ પ્રાપ્ત થયું. જે વનખંડ શ્યામ અને શ્યામ કાન્તિવાળું યાવતુંમહામેઘના સમૂહ જેવું, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને ભાવતુ-સુન્દર હતું. તે વનખંડના બરોબર મધ્ય ભાગમાં તેઓએ એક મોટો વલ્મિક-રાફડો જોયો. તે વલ્મિકને સિંહની કેશવાળી જેવા અવયવોવાળ ઉંચા તાર તે તીછ-વિસ્તીર્ણ, નીચે અર્ધ સપના જેવાં, અર્ધ સર્પની આકૃતિવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને વાવતુ-સુન્દર હતાં. તે વલ્મિકને જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે વલ્મિકને ચાર ઉંચા ભાવતુ-પ્રતિરુપ-સુન્દર શિખરો છે, તે માટે હે દેવાનુપ્રિયો! આ વલ્મિકનું પહેલું શિખર ફોડવું એ શ્રેયસ્કર છે, કે જેથી આપણે પુષ્કળ ઉત્તમ પાણી પ્રાપ્ત કરીએ. ત્યાર પછી તે વલ્મિકના પ્રથમ શિખરને ફોડ્યું. તેથી તેઓને ત્યાં સ્વચ્છ, હિતકારક, ઉત્તમ, હલકું અને સ્ફટિકના વર્ણ જેવું, પુષ્કળ અને ઉત્તમ પાણી પ્રાપ્ત થયું. ત્યાર પછી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાણી પીધું, અને (બળદ વગેરે) વાહનોને પાણી પાયું, પાત્રો ભય, બીજી વાર તેઓએ પરસ્પર આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો! હવે આપણે આ વલ્મિકના બીજા શિખરને ભેદવું શ્રેયસ્કર યોગ્ય છે, કે જેથી આપણે અહિ ઉદાર અને ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત કરીએ ત્યાર બાદ બીજા શિખરને પણ ફોડ્યું. તેથી તેમાં સ્વચ્છ, ઉત્તમ, તાપને સહન કરનાર મહાઅર્થવાળું-મહાપ્રયોજનવાળું અને મહામૂલ્યવાળું પુષ્કળ ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત કર્યું. સુવર્ણને પ્રાપ્ત કરવાથી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાત્રો ભય, પાત્રો ભરીને વાહનો ભય ત્રીજી વાર તેઓ પરસ્પર એ પ્રમાણે બોલ્યા- હે દેવાનુપ્રિયો! આપણે હવે આ વલ્પિકનું ત્રીજું શિખર પણ ફોડવું શ્રેયસ્કર છે, કે જેથી અહિં ઉદાર એવું મણિરત્ન પ્રાપ્ત કરીએ,' ત્યાર પછી ત્રીજું શિખર પણ ભેળું. તેથી તેઓએ ત્યાં વિમલ નિર્મલ, અત્યન્ત ગોળ, નિષ્કલ-ત્રાસાદિદોષિરહિત, મહાઅર્થમહાપ્રયોજનવાળું, મહામૂલ્ય વાળું અને ઉદાર એવું મણિરત્ન પ્રાપ્ત કર્યું. મણિરત્ન પ્રાપ્ત કરવાથી હૃષ્ટ અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાત્રો ભર્યા, પાત્રો ભરીને વાહનો ભય, ચોથીવાર પણ એક બીજાને કહ્યું કે હે દેવાનું પ્રયો! એ પ્રમાણે આપણે હવે આ વલ્મિકના ચોથા શિખરને પણ ભેદવું યોગ્ય છે, કે જેથી આપણે ઉત્તમ યાવતું વજરત્ન પ્રાપ્ત કરીએ.” ત્યારપછી તે વણિકોના હિતની ઈચ્છાવાળો, સુખની ઈચ્છાવાળો, પથ્યની ઈચ્છાવાળો, અનુકમ્પાવાળો, નિશ્રે યસ-કલ્યાણની ઈચ્છાવાળો, તેમજ હિત, સુખ અને નિશ્રેયસની ઈચ્છાવાળો એક વણિક હતો. તેણે તે વણિકોને એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપણે આ ચોથું શિખર ભેદવું યોગ્ય નથી, કારણ કે ચોથું શિખર કદાચ આપણને ઉપદ્રવ કરનાર થાય ત્યારે તે વણિકોએ તેના કથનમાં શ્રદ્ધા ન કરી, યાવતુ-રુચિ ન કરી, તે વલ્મિકના ચોથા શિખરને પણ ભોધું. તેથી તેઓ ત્યા ઉગ્રવિષવાળો, પ્રચંડવિષવાળો, ધોરવિષવાળો, મહાવિષ વાળો, અતિકાયવાળો, મોટા શરીરવાલો અને મષી તથા મૂષાના સમાન કાળાવણ વાલો, વૃષ્ટિના વિષ અને રોષવડે પૂર્ણ, મણીના ઢગલાના જેવી કાન્તિવાળો, લાલ આંખ વાળો, જેને ચપલ અને સાથે ચાલતી બે જીભો છે એવો, પૃથિવીતલમાં વેણિસમાન, ઉત્કટ સ્પષ્ટ વક્ર જટિલ-કેશવાળીયુક્ત અને વિસ્તીર્ણ જ્ઞાનો આટોપ કરવામાં દક્ષ, આકર-ખાણને વિષે અગ્નિથી તપાવેલા લોઢાના જેવો ધમધમાયમાન શબ્દ જેનો એવો, નહિ જાણી શકાય તેવો ઉગ્ર અને તીવ્ર રોષવાળો, શ્વાનના મુખપેઠે ત્વરિત અને ચપલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org