________________
૩૪૧
શતક-૧૫, શબ્દ કરતો એવો દ્રષ્ટિવિષ સર્પ સ્પર્યો. ત્યારબાદ તે વણિકોએ તે દ્રષ્ટિવિષ સર્પનો સ્પર્શ કર્યો એટલે અત્યન્ત ગુસ્સે થયેલા, અને યાવતુ-ક્રોધથી બળતા તેમ ધીમે ધીમે ઉઠી સરસવાટ કરતા વલ્મિકના શિખર ઉપર ચઢીને સૂર્યને જોઈને તે વણિકોને અનિમિષ દ્રષ્ટિવડે ચોતરફ જોયા. તે વણિકોને પાત્ર વિગેરે ઉપકરણ સહિત એક પ્રહારવડે કૂટા ઘાત-પેઠે જલ્દી ભસ્મરાશિપ કર્યો. તે વણિકોમાં જે વણિક તે વણિકોના હિતની ઈચ્છા વાલો, યાવતુ-હિત, સુખ અને નિઃશ્રેયસ-કલ્યાણની ઈચ્છાવાળો હતો તેના ઉપર દયાથી તે દેવે પાત્ર વગેરે ઉપકરણ સહિત તેને પોતાના નગરે મૂક્યો.” એ પ્રમાણે હે આનન્દી તારા પણ ધમચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર પર્યાય-અવસ્થા પ્રાપ્ત કર્યો છે, અને તેની દેવો, મનુષ્યો અને અસુરોસહિત આ જીવલોકમાં શ્રમણ ભગવનું મહા વીર, શ્રમણ ભગવાન મહાવીર'- એવી ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક-યશ વ્યાપ્ત થયા છે, વ્યાકુલ થયા છે, અને સવાયા છે. તે જો મને તે આજ કંઈ પણ કહેશે તો મારા તપના તેજવડે એક ઘાએ કૂટાઘાત-પેઠે જેમ સર્વે વણિકોને બાળ્યા તેમ બાળીને ભસ્મ કરીશ. હે આનન્દી જેમ તે વણિકોનું હિત ઈચ્છનાર યાવતુ-નિઃશ્રેયસ-કલ્યાણ ઈચ્છનાર તે વણિકને દેવતાએ અનુકંપાથી પાત્રો વગેરે ઉપકરણ સહિત પોતાને નગરે મુક્યો તેમ હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ, તે માટે હે આનન્દ! તું જા, અને તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કહે. ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલાએ તે આનન્દ સ્થવિરને આ પ્રમાણે કહ્યું એટલે તે ભય પામ્યા. અને જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા, ત્યાં આવ્યા. ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદન અને નમસમકાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ખરેખર એ પ્રમાણે સર્વ વૃતાંત કહ્યો.
[૬૪]હે ભગવન્! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપના તેજવડે એક ઘાએ કૂટાઘાતની પેઠે ભસ્મરાશિ કરવાને-સમર્થ છે, હે ભગવન્. મખલિપુત્ર ગોશાલક નો યાવતુ તેમ કરવાનો વિષય છે, હે આનન્દી મંખલિપુત્ર ગોશાલક તપના તેજવડે યાવતુકરવાને-સમર્થ છે, તેમ કરવાનો યાવત્ વિષય છે, પરન્તુ અરિહંત ભગવંતને બાળી ભસ્મ કરવા સમર્થ નથી, તો પણ તેમને પરિતાપ-દુખ ઉત્પન્ન કરવા સમર્થ છે. મંખલિ પુત્ર ગોશાલકનું જેટલું તપનું તેજ છે, તેથી અનગાર ભગવંતનું અનન્તગુણ વિશિષ્ટ તપતેજ છે, તેના કરતા અનન્ત ગુણ વિશિષ્ટ તપોબલ સ્થવિર ભગવંતોનું છે કેમકે
વિર ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે. હે આનન્દી સ્થવિર ભગવંતોનું જેટલું તપોબલ હોય છે, તેથી અનન્તગુણ વિશિષ્ટ તપોબલ અરિહંત ભગવંતોનું હોય છે, કારણ કે અરિહંત ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે
[૬૪૭ હે આનંદી તે માટે તું જા, અને ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે કે- હે આય! તમે કોઈ મખલિપુત્ર ગોશાલકની સાથે ધર્મસંબન્ધી પ્રતિચોદના ન કરશો, ધર્મસંબધી પ્રતિસારણા ન કરાવશો, અને ધર્મસંન્ધી પ્રત્યુપચાર વડે તેનો તિરસ્કાર ન કરશો. મંખલિપુત્રગોશાલકે શ્રમણનિન્યો સાથે મિથ્યાત્વ-પ્લેચ્છપણું અથવા અના “પણું વિશેષતઃ આદર્યું છે ત્યાર પછી શ્રમણ ભગવાનું મહાવીરે એ પ્રમાણે કહ્યું એટલે તે આનન્દ સ્થવિર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમી ગૌતમાદિ શ્રમણ નિર્ઝન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે આય ! તમે કોઈ મખલિપુત્ર ગોશાલકને ધર્મસંબન્ધી તેના મતને પ્રતિકૂલ વચન ન કહેશો, યાવતુ-તેણે નિગ્રન્થોની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org