________________
૩૧૬
ભગવાઈ-૬૫૮૭ નાગર છે તે તરફ જવાનો તેણે વિચાર કર્યો.
ત્યાર પછી તે ઉદાયન રાજાને આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે એ પ્રમાણે ખરેખર અભીચિકુમાર મારે એક પુત્ર છે અને તે મને ઈષ્ટ અને પ્રિય છે, થાવતુ તેનું નામ શ્રમણ પણ દુર્લભ છે, તો પછી તેનું દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું? તે માટે જે હું અભીચિકુમાર રાજ્યને વિશે સ્થાપીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડ થઈ યાવતુ-પ્રવ્રજ્યા ગ્રહણ કરું. તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, યાવતુ-જનપદમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂર્ષિત, વૃદ્ધ, પ્રથિત અને તલ્લીન થઈ અનાદિ અનંત અને દીર્ધમાગવાળા ચારગતિ રુપ સંસાર અટવીને વિશે પરિભ્રમણ કરશે, તે માટે અભીચિકુમારને રાજ્યને વિષે સ્થાપન કરી પાવતુ પ્રવ્રજ્યા લેવી એ શ્રેયરુપ નથી, પરંતુ મારે મારા ભાણેજ કેશીકુમાર રાજ્યને વિષે સ્થાપન કરીને પ્રવજ્યા લેવી શ્રેયરુપ છે'એમ વિચાર કરે છે. એમ વિચારીને જ્યાં વીતભય નગર છે, ત્યાં આવી જ્યાં પોતાનું ઘર છે, અને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવે છે, અભિષેકને યોગ્ય પટ્ટ હસ્તીને ઊભો રાખીને નીચે ઉતરે છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશાસન્મુખ બેસે છે, કૌટુંબિક પુરુષોને એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીધ્ર વીતભય નગરને બહાર અને અંદરથી સાફ કરાવો”-ઈત્યાદિ ત્યારપછી તે ઉદાયન રાજાએ બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો શીધ્ર કેશીકુમારનો મહા અર્થવાળો વિપૂલ રાજ્યાભિષેક કરો.' એ પ્રમાણે જેમ શિવભદ્રકમારનો રાજ્યાભિષેક કહ્યો છે તેમ અહિં “દીધયુિપી થાઓ ત્યાં સુધી કહેવો. હવે તે યાવતુ ઈજનથી પરિવૃત થઈ સિંધૂસૌવીર પ્રમુખ સોળ દેશો, વીતભય પ્રમુખ ત્રણસો ત્રેસઠ નગરો અને ખાણોનું તથા મહાસેના પ્રમુખ દશ રાજાઓ, અન્ય બીજા ઘણાં રાજા અને યુવરાજ વગેરેનું સ્વામિપણું યાવતુ-કરતો, પાલન કરતો વિહર’ એમ કહી‘જય જય શબ્દ બોલે છે. ત્યારે તે કેશીકુમાર રાજા થયો. યાવતે વિહરે છે.
ત્યારબાદ ઉદાયન રાજ કેશી રાજા પાસે (દીક્ષા લેવાની રજા માગે છે, ત્યાર પછી તે કેશરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. ઈત્યાદિ જેમ જમાલિ સંબંધે કહ્યું તેમ યાવનિષ્ઠમણાભિષેક-દીક્ષાભિષેક કરે છે. ત્યારપછી અનેક ગણનાયક વગેરેના પરિવાર યુક્ત તે કેશી રાજા ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ બેસાડીને એકસો આઠ સોનાના કળશો વડે અભિષેક કરે છે- ઈત્યાદિ જેમ જમાલિ સંબંધે કહ્યું છે તેમ કહેવું, યાવતુ તે કેશી રાજાએ એ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયાં કુત્રિકાપણથી (હું એક રજોહરણ અને એક પાત્ર) મંગાવવા ઈચ્છું છું.-ઈત્યાદિ જેમા જમાલિ સંબંધે કહ્યું તેમ અહિં જાણવું. પરન્તુ એટલો વિશેષ છે કે જેને પ્રિયનો વિયોગ દુસહ છે એવી પદ્માવતી અગ્રકેશોને ગ્રહણ કરે છે. ત્યાર બાદ કેશી રાજા બીજીવાર પણ ઉત્તર દિશા તરફ સિંહાસન ગોઠવાવીને ઉદાયન રાજાનો શ્વેત અને પીત કળશો વડે અભિષેક કરે છે. બાકી બધું જમાલિની પેઠે જાણવું. યાવતુ- તે ઉદાયન રાજા શિબિકા થકી. ઉતરીને જ્યાં શ્રમણભગવંત મહાવીર છે, ત્યાં આવીને ત્રણવાર વંદન- નમસ્કાર કરી ઉત્તર-પૂર્વ દિશા- તરફ જઈને પોતે જ આભરણ, માલા અને અલંકારને મૂકે છેઈત્યાદિ પૂર્વ પ્રમાણે કહેવું. યાવતુ-પદ્માવતી તેને ગ્રહણ કરે છે. અને ભાવતુ હે સ્વામિનું! સંયમને વિષે પ્રયત્ન કરજો, યાવતુ-પ્રમાદ ન કરશો-એમ કહી કેશી રાજા અને પદ્માવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org