________________
શતક-૧૩, ઉદેસો-દ
૩૧૫ હતો. તે મહાહિમાવાન જેવો ઈત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાને પ્રભાવતી દેવી (રાણી) હતી, તે સુકુમાલહાથપગવાળી ઈત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાને પ્રભા વતીદેવીથી થયેલો અભીચિકુમાર પુત્ર હતો. તે સુકુમાલ-ઈત્યાદિ વર્ણન શિવભદ્રની પેઠે જાણવું. યાવત્ તે રાજ્યની ચિંતા કરતો વિહરે છે. તે ઉદાયનરાજાને પોતાનો ભાણેજ કેશીકુમાર હતો. તે સુકુમાલહાથપગવાળો અને યાવતુ-સુરુપ હતો. તે ઉદાયન રાજા સિંધૂસૌવીર પ્રમુખ સોળ દેશ, વીતભપ્રમુખ ૩૬૩ નગર અને આકારનું તથા જેને છત્ર ચામરઅનેવાલવ્યંજનઆપેલાએવામહાસેનાપ્રમુખદશમુકુટબદ્ધરાજાઓ,અને એવા ઘણા રાજા, યુવરાજ, તલવર યાવતુ-સાર્થવાહ પ્રમુખનું અધિપતિપણું કરતો, રાજ્યનું પાલન કરતો, જીવાજીવ તત્વને જાણતો, શ્રમણોનો ઉપાસક થઈને યાવતુ-વિહરે છે.
ત્યારબાદ તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પોષધશાળા છે ત્યાં આવે છે, અને શંખશ્રમણોપાસકની પેઠે યાવતુ-વિહરે છે. ત્યારબાદ તે ઉદાયન રાજાને મધ્ય રાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો આ સંકલ્પ યાવત્ત-ઉત્પન્ન થયો-“તે ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડબ, દ્રોળમુખ, પટ્ટન, આશ્રમ, સંબાધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે, તે રાજા, શેઠ, તલવર યાવદ્ર-સાર્થવાહ પ્રમુખ ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીને વંદન-નમસ્કાર કરે છે અને યાવતુપર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે વિચરતા એક ગામથી બીજે ગામ જતા યાવદુ- અહિં સમોસરે , અને આ વીતભય નગરની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી. સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવવિચરે તો હું વંદન કરું, ધાવતુ-તેમની પર્યાપાસના કરું. ત્યારબાદ શ્રમણ ભગવંત. મહાવીર ઉદ્યયન રાજાના આવા પ્રકારના સંકલ્પને જાણીને ચંપા નગરીથી અને પૂર્ણભદ્ર ચૈત્ય થકી નીકળે છે, નીકળીને ” અનુક્રમે ગમન કરતાં, એક ગામથી બીજે ગામ યાવતુવિહરતા, જ્યાં સિંધુસૌવીર દેશ છે, જ્યાં વીતમય નગર છે, અને જ્યાં મૃગવન નામે ઉદ્યાન છે ત્યાં આવે છે, તે સમયે વીતભય નગરમાં શૃંગાટક- ઈત્યાદિમાગમાં યાવપરિષદ્ પર્યપાસના કરે છે. ત્યારપછી ભગવાન્ મહાવીર આવ્યાની આ વાતથી વિદિત થયેલા તે ઉદાયન રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું કે "હે દેવાનુપ્રિયો! તમે શીધ્ર વીતભય નગરને અંદર અને બાહર સાફ કરાવો”- ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કૂણિક સંબધે કહ્યું છે તેમ અહિં પણ કહેવું. યાવ-તે પપાસના કરે છે તથા પ્રભાવતી પ્રમુખ દેવીઓ પણ તેજ પ્રમાણે યાવત્ પર્ધપાસના કરે છે. ત્યારબાદ (ભગવંતે) ધર્મ કથા કહીં. પછી તે ઉદાયન રાજા શ્રમણ હર્ષિત અને સંતુષ્ટ થઈ ઉઠી ઉભો થાય છે, શ્રમણભગવંતમહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી યાવતુ-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્!એ એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે તે પ્રકારે છે યાવતુ-જે પ્રકારે આ તમે કહો છો પરન્તુ એટલો વિશેષ છે કે, હે દેવાનુ પ્રિય અભીચિકુમારને રાજ્યને વિશે સ્થાપન કરું, અને ત્યારબાદ હું દેવાનું પ્રિય એવા આપની પાસે મુંડ થઈને યાવત્ પ્રવજ્યાનો સ્વીકાર કરું. યહે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તે અભિષેક યોગ્ય (પટ્ટ) હસ્તી પર ચઢી શ્રમણ ભગ વંત મહાવીરની પાસેથી અને મૃગવન નામના ઉદ્યાન થી નીકળીને જ્યાં વિતભય નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org