________________
૩૧૮
ભગવઈ -૧૩-૭૫૮૯ [૫૯]મન એ આત્મ છે, કે તેથી અન્ય મન છે? હે ગૌતમ! મન એ આત્મા નથી, પણ મને અન્ય છે- ઈત્યાદિ જેમ ભાષા સંબધે કહ્યું. તેમ મનસંબધે પણ જાણવું,
[૫૧]હે ભગવન્! કાય-શરીર આત્મા છે કે તેથી અન્ય-હે ગૌતમાં તે બંને છે.
- હે ભગવન્! કાય પી છે કે અરુપી છે? હે ગૌતમ! કાય રુપી પણ છે અને કાય અરુપી પણ છે. એ પ્રમાણે પૂર્વવતુ એક એક પ્રશ્ન કરવો. હે ગૌતમાં કાય સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે, કાય જીવસૃપ પણ છે અને અજીવપ પણ છે, તથા કાય જીવોને હોય છે, તેમ અજીવોને પણ હોય છે. હે ભગવન્! પૂર્વે કાય હોય ?-ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! કાય-શરીર પૂર્વ પણ હોય.-પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કામ હોય, અને - પુગલ ગ્રહણ સમય વીત્યા પછી પણ કાય હોય. હે ભગવન્! કાય પૂર્વ ભેદાય ?ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! પૂર્વે પણ કાય ભેદાય યાવતુ, પછી પણ ભેદાય.
હે ભગવન્! કાય કેટલા પ્રકારે કહેલ છે ? હે ગૌતમ! સાત પ્રકારે ઔદ્યરિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય વૈક્રિયમિશ્ર, આહારક આહારકમિશ્ર અને કામણ.
પિ૯૨]હે ભગવન્! મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનુંઆવચિમરણ, અવધિમરણ, આત્યંતિકમરણ, બાલમરણ, પંડિતમરણ. આવીચિક મરણ કેટલા પ્રકારે ? હે ગૌતમ પાંચપ્રકારે. દ્રવ્યાવાચિકમરણ, ક્ષેત્રાવીચિકમરણ, કાલા. વિચિકમરણ, ભાવાવચિકમરણ, અને ભવાવીચિકમરણ. દ્રવ્યાવી ચિકમરણ કેટલા પ્રકારે. હે ગૌતમ ચાર પ્રકારે. નૈરયિક દ્રવ્યાવચિકમરણ, તિર્યંચયોનિકદ્રવ્યા વીચિક મરણ, મનુષ્યદ્રવ્યાવીચિકમરણ, દેવદ્રવ્યાવચકમરણ.એમ શા હેતથી નૈરયિ કદ્રવ્યાવી ચિકમરણ કહો છો ? હે ગૌતમ ! નારકજીવપણે વર્તતા નારકોએ જે દ્રવ્યોને નૈરયિક આયુષપણે રહ્યાં છે, બાંધેલાં છે, પુષ્ટ કર્યાછેિ, કરેલાં છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટપ્રવેશેલાં છે, અભિનિવિષ્ટ-અત્યંતગાઢ પ્રવેશેલાં છે, અને ઉદયાભિમુખ થયેલાં છે તે દ્રવ્યોને આવિચિક છોડે છે તે હેતુથી દ્રવ્યાવીચિકમરણ નૈરયિકદ્રવ્યાવચિકમરણ કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-દેવદ્રવ્યાવીચિકમરણ જાણવું. હે ભગવન્! ક્ષેત્રાવ ચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! ચાર પ્રકારે.નૈરયિકક્ષેત્રાવીચિકમરણ, વાવતુદેવ ક્ષેત્રાવી ચિકમરણ. હે ભગવન! તે એ પ્રમાણએ શા હેતુથી નારકક્ષેત્રા વાચિકમરણ કહેવાય છે? હે ગૌતમ ! નારકક્ષેત્રમાં વર્તતા નારક જીવોએ જે દ્રવ્યોને પોતે નારકા, ષપણે ગ્રહણ કરેલાં છે. દ્રવ્યાવાચિકમરણ સંબંધે કહેલું છે તે અહિં કહેવું, તે માટે નૈરયિ કક્ષે ત્રાવીચિકમરણ કહેવાય છે.અને એ પ્રમાણે યાવતુ-ભાવારીચિકમરણ પણ જાણવું.
હે ભગવન્! અવધિમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! પાચં પ્રકારે-દ્રવ્યા વધિમરણ, ક્ષેત્રાવધિમરણ યાવતુ ભાવાવધિમરણ. હે ભગવનું ! દ્રવ્યાવધિમરણ. કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-નૈરયિકદ્રવ્યાવધિ મરણ, યાવતુ-દેવદ્રવ્યાવધિમરણ. હે ભગવનું ! નૈરયિકદ્રવ્યાવધિમરણ શા માટે કહેવાય છે? હે ગૌતમ! નારકપણે વર્તતા જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાલે મૂકે છે, અને વળી તે નારકો થઈને તેજ દ્રવ્યોને ભવિષ્યકાળે ફરીથી પણ છોડશે, તે માટે હે ગૌતમી નૈરયિક દ્રવ્યાવધિમરણ કહેવાય છે. એ પ્રમાણે દેવદ્રવ્યાવધિમરણ પણ જાણવું. તથા એ પાઠ વડે ક્ષેત્રાવધિમરણ, યાવતું ભવાવધિમરણ જાણવું. હે ભગવનું ! આત્યંતિકમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે.દ્રવ્યાત્યંતિકમરણ, યાવતું ભવાંતિકમરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org