________________
શતક-૧૩, ઉદ્દેસો–5
૩૧૭
શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને એ તો પોતાને સ્થાનકે ગયા પછી ઉદાયન રાજા પોતાની મેળે પંચ મિષ્ટિક લોચ કરે છેબાકીનું વૃત્તાંત ૠષભદત્તની પેઠે જાણવું, યાવ-તે સર્વ દુઃખથી રહિત થાય છે.
[૫૮૮]ત્યાર પછી અન્ય કોઈ દિવસે અભીચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબજાગરણ કરતાં આવા પ્રકારનો આ વિચાર ઉત્પન્ન થયો‘એ પ્રમાણે ખરેખર હું ઉંદાયન રાજાનો પુત્ર અને પ્રભાદેવની કુક્ષિથી ઉત્પન્ન થયો છું, અને તે ઉદાયન રાજાએ મને છોડી પોતાના ભાણેજ કેશિકુમારને રાજ્ય ઉપર બેસાડી શ્રમણ ભગવંત મહાવી૨ની પાસે યાવત્-પ્રવ્રજ્યા લીધી'-આવા પ્રકારના આ મોટા અપ્રીતિરુપ માનસિક આંતર દુઃખથી પીડિત થયેલો તે અભીચિકુમાર પોતાના અંતઃપુરના પરિવારસહિત પોતાની સામગ્રી લઈને નીકળે છે, એક ગામથી બીજે ગામ જતાં જ્યાં ચંપાનગરી છે, અને જ્યાં કૂણિક રાજા છે ત્યાં આવીકૃણિકનો આશ્રય કરી વિહરે છે. અને ત્યાં પણ તને વિપુલ ભોગની સામગ્રી પ્રાપ્ત થઈ છે. પછી તે અભીચિકુમાર શ્રાવક પણ થયો. અને જીવાજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવવિહરે છે, તો પણ તે અભીચિકુમાર ઉદાયન રાજર્ષિને વિષે વૈરના અનુબન્ધથી યુક્ત હતો. તે કાલે તે સમયે આ રત્નપ્રભા પૃથિવીના નરકાવાસોની પાસે ચોસઠ લાખ અસુરકુમારના આવાસો કહ્યા છે, હવે તે અભીચિકુમાર ધણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયને પાળી અર્ધમાસિક સંલેખનાથી ત્રીશભક્તો અનશનપણે વ્યતીત કરી, તે પાપ સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય મરણસમયે કાળધર્મ પામી આ અસુરકુમારવાસોમાંના આતાવરુપ અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્ ! તે અભીચિદેવ આયુઃક્ષય તથા ભવક્ષય થયા પછી મરણ પામી ક્યાં જશે-ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો અંત કરશે. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ભગવત્ ગૌતમ યાવત્ વિહરે છે.
શતકઃ ૧૩-ઉદ્દેશઃ ૬ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેસો-૭
[૫૮૯]રાજગૃહનગરમાં ગૌતમ યાવત્
પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્ ! ભાષા એ આત્મા-રુપ છે કે તેથી અન્ય છે? હે ગૌતમ! ભાષા એ આત્મા નથી, પણ તેથી અન્ય છે. હે ભગવન્ ! ભાષા રુપી-છે કે અરુપી- હે ગૌતમ! ભાષા રુપી છે, હે ભગવન્ ! ભાષા સચિત-છે કે અચિત- છે? હે ગૌતમ! સચિતનથી, પણ અચિતછે. હે ભગવન્ ! ભાષા જીવરુપ-છે કે અજીવસ્વરુપ ? _ હે ગૌતમ! ભાષા અજીવરુપ છે. હે ભગવન્ ! જીવોને ભાષા હોય કે અજીવોને ? હે ગૌતમ ! જીવોને ભાષા હોય છે, પણ અજીવોને ભાષા નથી હોતી. હે ભગવન્ ! શું (બોલાયા) પૂર્વે ભાષા કહેવાય, બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય, કે બોલાયા પછી ભાષા કહેવાય? હે ગૌતમ! બોલાતી હોયત્યારે ભાષા કહેવાય. બાકીન કહેવાય. હે ભગવન્ ! શું બોલાયા પહેલાં ભાષા ભેદાય, કે બોલાયા પછી ભાષા ભેદાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી પણ બોલાતી હોય ત્યારે ભાષા ભેદાય. હે ભગવન્ ! ભાષા કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ! ચારપ્રકારની -સત્ય, મૃષા- સત્યમૃષા- અને અસત્યામૃષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org