________________
૩૨૨
ભગવઇ-૧૪-૧/૫૯૯ કહેવાય છે અને જે નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે તે અનન્તરપરંપરાનુપન્ન' કહે વાય છે, એ પ્રમાણે નિરન્તર યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! અનન્તરોપપત્ર નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે, દેવનું આયુષ બાંધે? હે ગૌતમાં તેઓ નૈરયિકનું આયુષ ન બાંધે, યાવદ્રદેવનું આયુષ પણ ન બાંધે. પરંપરીપત્ર નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે, યાવદૂદેવનું આયુષ બાંધે ? હે ગૌતમાં તેઓ નૈરયિકનું આયુષ બાંધતા નથી તિર્યંચનું આયુષ બાંધે છે, મનુષ્યનું આયુષ પણ બાંધે છે, દેવનું બાંધતા નથી. હે ભગવનું . અનન્તરપરંપરાનું પાત્ર નૈરયિકોનું આયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ નૈરયિકનું ભાવતુ-દેવાયુષ પણ ન બાંધે. એ પ્રમાણે યાવદુ વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ એટલો વિશેષ છે કે પરંપરોપન્ન પંચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યો ચારે પ્રકારના આયુષ બાંધે છે. હે ભગવન્! શું નૈરયિકો અનન્તરનિર્ગત અને અત્તર-પરમ્પ રાનિર્ગત છે? હે ગૌતમ! હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? જેઓ પ્રથમ સમયે નીકળેલા છે તે અનન્તરનિર્ગત, જેઓ દ્વિતીયાદિ સમયથી નિકળેલા છે તેઓ પરંપર નિર્ગત, અને જેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તેઓ અનન્તરપરંપરાનિર્ગત છે.એ પ્રમાણે માવદુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! અનન્તરનિર્ગત નારકો શું નરકાયુષ યાવદ્-દેવાયુષ બાંધે, હે ગૌતમી તેઓ નારરકાયુષ યાવતુ-દેવાયુષ ન બાંધે.
હે ભગવન્! પરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ ચારે બાંધે હે ભગવન્! અનન્તરપરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે? ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમાં એએકે ન બાંધે. એ પ્રમાણે સમગ્ર યાવદ્વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો શું અનન્તરખેદોપપન્ન છે, પરંપરાખેદોપાત્ર છે કે અનન્તરપરંપર ખેદાનુપાત્ર છે? હે ગીતમાં એ નૈરયિકો ત્રણ પ્રકારના છે. એ પ્રમાણે એ અભિલાપથી પૂર્વ પ્રમાણે ચાર દેડકો કહેવા"હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે', એમ કહી (ભગવાન ગૌતમ) યાવદ્રવિહરે છે. શતક ૧૪-ઉદેસઃ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૨) [09] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો. યક્ષના આવેશપ, અને મોહનીયકર્મના ઉદયથી થયેલો. તેમાં જે યક્ષવેશપ ઉન્માદ છે તે સુખપૂર્વક વેદી શકાય અને સુખપૂર્વક મૂકી શકાય તેવો છે, અને તેમાં જે મોહનીયકર્મના ઉદયથી થયેલો ઉન્માદ છે તે દુખપૂર્વક વેચવા લાયક અને દુઃખપૂર્વક મૂકી શકાય તેવો છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો પૂર્વવતુ હે ભગવન્! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવ તે નૈરયિકના ઉપર અશુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરે અને તે અશુભ પુદ્ગલોના પ્રક્ષેપથી તે નારક યક્ષાવેશપ ઉન્માદને પ્રાપ્ત થાય અને મોહનીય કર્મના ઉદયથી મોહનીયજન્ય ઉન્માદને પામે, માટે હે ભગવન અસુરકુમારોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે ? હે ગૌતમી નૈરયિકની પેઠે પાવતુ બે પ્રકારનો.પરન્તુ વિશેષ એ છે કે તેનાથી મહર્તિક-દેવ તેના ઉપર અશુભ મુદ્દ ગલોનો પ્રક્ષેપ કરે, તે થી તે યક્ષાવેશરુપ ઉન્માદને પ્રાપ્ત થાય. અથવા મોહનીયકર્મના ઉદયથી મોહનીયજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય. બાકી બધું પૂર્વ પ્રમાણે પ્રમાણે યાવતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org