________________
શતક-૧૩, ઉદ્દેસો-૧૦
ઉદ્દેશકઃ ૧૦
[૫૫]હે ભગવન્ ! છાત્રસ્થિક સમુદઘાતો કેટલા કહ્યા છે ? હે ગૌતમ !વેદનાસમુદ્રઘાત ઈત્યાદિ પ્રજ્ઞાપનાસૂત્રના સમુદઘાત પદમાં કહ્યા પ્રમાણે યાવત્ -આહા૨સમુદ્દાત સુધી જાણવા. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમજ છે.’
શતકઃ ૧૩ ઉદ્દેસાઃઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતકઃ ૧૩- ગુર્જરછાયાપૂર્ણ
શતક:૧૪
-:ઉદ્દેસોઃ ૧ઃ
[૫૯૬]ચરમ, ઉન્માદ, શરીર, પુદ્ગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અનગાર અને કેવલી એ દશ ઉદેસા આ શતકમાં છે.
૩૨૧
[૫૭]રાજગૃહ નગરમાં (ભગવાન્ ગૌતમ યાવદ્ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્ ! અનગાર(જેણે ચરમ-દેવાવાસનું ઉલ્લંઘન કર્યુ છે, અને હજી પરમ દેવાવાસને પ્રાપ્ત થયો નથી, આ અવસરે તે કાળ કરે- તો તેની ક્યાં ગતિ થાય અને ક્યાં ઉત્પાદ થાય ? હે ગૌતમ ! ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની પાસે તે લેશ્યાવાળાં દેવાવાસપે છે ત્યાં તેની ગતિ અને ત્યાં તેનો ઉત્પાદ કહેલો છે. તે સાધુ ત્યાં જઈને ન પોતાની પૂર્વ લેશ્યાને વિરાધે- છોડે તો તે કર્મલેશ્યા-ભાવલેશ્યાથી પડે છે, અને તો તે ત્યાં જઈને વિરાધે તો તેજ લેશ્યાના આશ્રય થકી વિહરે છે.
21
[૫૮]ભગવન્ ! ભાવિતાત્માઅનગાર ચરમ- અસુરકુમારાવાસને ઓળંગી ગયો છે અને પરમ અસુરકુમારાવાસને પ્રાપ્ત થયો નથી, તે જો આ અવસરે મરણ પામે તો તે ક્યાં ઉપજે ? એ પ્રમાણે જાણવું. એ રીતે યાવત્-સ્તનિતકુમારાવાસ, જ્યોતિષિ કાવાસ અને વૈમાનિકાવાસપર્યન્ત-વિહરે છે' ત્યાં સુધી જાણવું. હે ભગવન્!નૈયિકોની કેવા પ્રકારની શીધ્ર ગતિ કહી છે, અને તેઓના કેવા પ્રકારની શીધ્ર ગતિનો વિષય (સમય) કહ્યો છે ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ તરુણ, બલિષ્ઠ, યુગવાળો અને યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રનો શાતા હોય, તે પોતાના સંકુચિત હાથને પસારે અને પસા રેલા હાથને સંકુચિત કરે, પસારેલી મુઠિને સંકુચિત કરે, અને સંકોચેલી મુઠીને પસારેઉઘાડેલી આંખને મીંચી દે અને મીંચેલી આંખને ઉઘાડે, હે ગૌતમ! (નારકોની) આવા પ્રકારની-શીધ્રગતિ અથવા શીધ્રગતિનો વિષય હોય ? આ અર્થ સમર્થ-યથાર્થ નથી. ના૨કો એકસમયની ?જુગતિવડે અને બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિવડે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેવા પ્રકારે શીધ્રગતિનો વિષય કહ્યો છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, એકેન્દ્રિયોને (ઉત્કૃષ્ટ;) ચાર સમયની વિગ્રહગતિ કહેવી. બાકી. બધું પૂર્વ પ્રમાણે જાણવું.
[૫૯]શું નૈરયિકો અનન્તરોપપત્ર છે, પરંપરોપપત્ર છે, અનંન્તપરંપરાનુપપન્ન છે ? હે ગૌતમ! તે ત્રણ છે. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છે ? હે ગૌતમ! જે નૈરયિકો પ્રથમ સમયે ઉત્પન્ન થયા છે તેઓ ‘અનન્તરોપપત્ર’ કહેવાય છે, જે નૈરયિકોની ઉત્પત્તિમાં પ્રથમ સમય સિવાય દ્વિતીયાદિ સમયો વ્યતીત થાય છે, તેઓ પરંપરોપપન્ન’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org