________________
શતક-૧૪, ઉદ્દેસો-૧૦
૩૩૩
કેવલજ્ઞાની અને સિદ્ધને પણ જાણે, યાવત્- જેમ ‘હે ભગવન્ ! કેવજ્ઞાની સિદ્ધને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ સિદ્ધને જાણે અને જુએ ? હા, જાણે અને જુએ. હે ભગવન્ ! કેવલજ્ઞાની બોલે અથવા પ્રશ્નો ઉત્તર કહે ? હા, ગૌતમ! કેવલી બોલે અથવા પ્રશ્નનો ઉત્તર કહે. હે ભગવન્ ! તે પ્રમાણે સિદ્ધ પણ બોલે અથવા પ્રશ્નનો ઉત્તર આપે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી, અર્થાત્ સિદ્ધ બોલે નહિ. હે ભગવન્ ! ક્યા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ! કેવલજ્ઞાની ઉત્થાન- કર્મ ગમનાદિ ક્રિયા, બલ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ સહિત હોય છે પણ સિદ્ધો ઉત્થાનરહિત, યાવત્-પુરુષકાર-પરાક્રમ રહિત હોય છે, માટે. હે ભગવન્ ! કેવલજ્ઞાની પોતાની આંખ ઉઘાડે અને મીંચે ? હા, ગૌતમ! આંખ ઉઘાડે અને મીંચે, એજ પ્રમાણે શરીરને સંકુચિત કરે અને પ્રસારે, ઊભા રહે, બેસે અને આડે પડખે થાય, તથા શય્યા (વસતિ) અને નૈષધિકી કરે.
હે ભગવન્ ! કેવલી રત્નપ્રભા પૃથિવીને આ ‘રત્નપ્રભા પૃથિવી’ એ પ્રમાણે જાણે અને દેખે ? હા ગૌતમ! જાણે અને દેખે. હે ભગવન્ ! તે પ્રમાણે સિદ્ધ પણ રત્નપ્રભા પૃથિવીને ‘રત્નપ્રભા’-એમ જાણેને દેખે ? હા ગૌતમ! ભગવન્ ! કેવલજ્ઞાની શર્કરાપ્રભા પૃથિવીને ‘શર્કરાપ્રભાપૃથિવી' એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-સાતમી નરકપૃથિવી સુધી જાણવું. હે ભગવન્ ! કેવલી સૌધર્મકલ્પને ‘સૌધર્મ કલ્પ' એમ જાણે અને દેખે ? હા, ગૌતમ! જાણે અને દેખે. એ પ્રમાણે ઈશાન અને યાવત્ અચ્યુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની ત્રૈવેયકવિમાનને ‘ત્રૈવેયકવિમાન’ એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-અનુત્તરવિમાન સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની ઈષત્પ્રાક્ભારા પૃથિવીને ‘ઈષત્પ્રાક્ભારા પૃથિવી' એ પ્રમાણે જાણે અને દેખે ? એ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની પરમાણુંપુદ્ગલને ‘પરમાણુપુગલ' એ પ્રમાણે જાણે અને દેખે ? હા, ગૌતમ! એ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્કન્ધ, અને યાવત્-જેમ હે ભગવન્ ! કેવલજ્ઞાની અનન્તપ્રદેશિક સ્કન્ધને ‘અનન્તપ્રદેશિક સ્કન્ધ' એમ જાણે અને દેખે તેમ સિદ્ધ પણ અનન્તપ્રદેશિક સ્કન્ધને યાવત્-જુએ ? હા, જાણે અને જુએ. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’. શતકઃ૧૪-ઉદ્દેસોઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શતકઃ ૧૪-ગુર્જરછાયાપૂર્ણ
શતઃ૧૫
ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર. તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવાસ્તી નગરીની ઉત્તર-પૂર્વ દિશાએ કોષ્ઠકચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં આજીવિક મતની ઉપાસિકા હાલાહલ નામે કુંભારણ રહેતી હતી. તે ઋદ્ધિવાળી યાવત્-કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તેણે આજીવિકના સિદ્ધાંતનો અર્થ ગ્રહણ કર્યો હતો, અર્થ પૂછ્યો હતો અને અર્થનો નિશ્ચય કર્યો હતો. તેના અસ્થિની મજ્જા પ્રેમ અને અનુરાગવડે રંગાએલી હતી. હે આયુષ્મન્ ! આજીવિકાના સિદ્ધાંતરુપ અર્થ તેજ ખરો અર્થ છે અને તેજ પરમાર્થ છે, બાકી સર્વ અનર્થ’- એ પ્રમાણે તે આજીવિકાના સિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતી વિહરતી હતી. તે કાલે અને તે સમયે ચોવીશવર્ષના દીક્ષાપર્યાયવાળો મંલિપુત્ર ગોશાલક હાલાહલા નામે કુંભારણના કુંભકારાપણમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org