________________
શતક-૧૫,
૩૩૭ પણ શ્રુતિ, ક્ષતિ-શબ્દ કે પ્રવૃત્તિ નહિ મળવાથી જ્યાં તખ્તવયની શાળા હતી ત્યાં તે ગયો, ત્યાં જઈને તેણે શાટિકા-પાટિકા- કુંડીઓ, ઉપાનહ-અને ચિત્રપટને બ્રાહ્મણોને આપીને દાઢી અને મુંછનું મુંડન કરાવ્યું. ત્યારબાદ તત્તવાયની શાળા થકી નીકળી નાલંદાના બાહેરની મધ્ય ભાગમાં થઈ જ્યાં કોલ્લાકસન્નિવેશ છે ત્યાં આવ્યો. ત્યારપછી બહારના ભાગમાં ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતુ-પ્રરુપે છે કે હે દેવાનુપ્રિયો! બહુલ નામે બ્રાહ્મણ ધન્ય છે -ઈત્યાદિ પૂર્વ કહ્યા પ્રમાણે કહેવું, તે વખતે ઘણાં માણસો પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને મંખલિપુત્ર ગોશાલકને આવા પ્રકારનો આ વિચાર યાવતુ-ઉત્પન્ન થયો-“મારા ધમરચાય અને ધર્મોપદેશક શ્રમણ ભગવનું મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ તેજ, યશ, બળ, વીર્ય અને પુરુષકારપરાક્રમ લબ્ધ છે. પ્રાપ્ત થયેલ છે, સન્મુખ થયેલ છે, તેવા પ્રકારની ઋદ્ધિ, યુતિ તેજ, યાવતુ-પુરુષ કાર-પરાક્રમ અન્ય કોઈ તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને લબ્ધ, પ્રાપ્ત કે સન્મુખ થયેલ નથી, તે માટે અવશ્ય અહિં મારા ધમચિય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર હશે’-એમ વિચારી ને કોલ્લાક સન્નિવેશની બહાર અને અંદર ચોતરફ મારી માગણા અને ગવેષણા કરવા લાગ્યો. ચોતરફ મારી ગવેષણા કરતાં કોલ્લાક સત્રિવેષના બહારના ભાગમાં મનોજ્ઞ ભૂમિને વિષે તે મને મળ્યો. ત્યારબાદ તે મખલિ પુત્ર ગોશાલક પ્રસન્ન અને સંતુષ્ટ થઈ મને ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્!તમે મારા ધમચાર્ય છો, અને હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં મખલિપુત્ર ગોશાલકની એ વાતને સ્વીકારી. ત્યારબાદ હે ગૌતમ! હું પંખ લિપુત્રગોશાલકની સાથે પ્રણીતભૂમીને વિષે છ સુધી લાભ,અલાભ,સુખ,દુઃખ, સત્કાર અને અસત્કારનો અનુભવ કરતો અને તેની અનિત્યતા વિચાર કરતો વિહરવા લાગ્યો.
ત્યારબાદ હે ગૌતમ! અન્ય કોઈ દિવસે શરદ કાળના સમયમાં જ્યારે વૃષ્ટિ થતી ન હોતી ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકની સાથે સિદ્ધાર્થ ગ્રામનગરથી કૂર્મગ્રામ તરફ જવા માટે પ્રયાણ કર્યું, સિદ્ધાર્થ ગ્રામનગરની વચ્ચે અહિં એક મોટો તલનો છોડ પત્ર વાળો, પુષ્પવાળો,હરિતપણાથી અત્યંત શોભતો અને શોભાવડે અત્યંત અધિક અધિક દિપતો હતો. હવે તે ગોશાલકે તે તલના છોડને જોયો. જોઈને મને વંદન અને નમસ્કાર કરી કહ્યું કે “હે ભગવન્! આ તલનો છોડ નીપજશે કે નહિ નીપજે? આ સાત તલના પુષ્પના જીવો મરી મરીને ક્યાં જશે અને ક્યાં ઉપજશે? હે ગૌતમ! ત્યારે મેં આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક! આ તલનો છોડ નીપજશે,આ સાત તલના પુષ્યના જીવો મરી મરીને આજ તલના છોડની એક તલફળીને વિષે સાત તલપે ઉપજશે.' ત્યારે મારી આ વાતની મખલિપુત્ર ગોશાલકે શ્રદ્ધા, પ્રતીતિ તેમ રુચિ ન કરી “મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ-એમ સમજી મારી પાસેથી ધીમે ધીમે ગયો, અને તે તલના છોડને માટી સહિતના મૂળથી ઉખેડી નાંખ્યો, ઉખેડીને તેને એકાન્ત મૂક્યો. હે ગૌતમ! તત્કાલ જ આકાશમાં દિવ્ય વાદળે થયું, અને તે દિવ્ય વાદળ ક્ષણવારમાં જ ગર્જના કરવા લાગ્યું, એકદમ વીજળી ચમકવા લાગી, અને તુરતજ અત્યંત પાણી અને અત્યંત કાદવ ન થાય તેવી થોડા પાણીનાં બિંદુવાળી, રજ અને ધૂળને શાંત કરનાર એવી દિવ્યઉદ્દકની વૃષ્ટિ થઈ. જેથી કરી ને તલનો છોડ સ્થિર થયો, વિશેષ સ્થિર થયો, ઉગ્યો અને બદ્ધમૂળ થઈ ત્યાં જ પ્રતિષ્ઠિત થયો. તે સાત તલ પુષ્પના જીવો મરણ પામી પામીને તેજ તલના છોડની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org