________________
શતક-૧૪, ઉદ્દેસો-૬
૩૭
છે. તે ચક્રના આકારવાળા સ્થાનની ઉપર બરોબર સમ અને રમણીય ભૂમિભાગ કહેલો છે. યાવત્-‘મનોજ્ઞ સ્પર્શ હોય છે.' ત્યાં સુધી જાણવું. તે ચક્રાકારવાળા તે સ્થાનની બો બર મધ્યભાગે એક મોટો પ્રાસાદાવતંસક- વિપુર્વે છે. તે ઉંચાઈમાં પાંચસો યોજન અને તેનો વિષ્ફભ- અઢીસો યોજનનો છે. તે પ્રાસાદ અત્યંત્ત ઉંચો ઈત્યાદિ પ્રાસાદવર્ણન જાણવું. યાવત્-તે પ્રતિરુપ-સુંદર અને દર્શનીય છે. તથા તે પ્રાસાદાવતંકસકનો-ઉ૫૨નો ભાગ પદ્મ અને લતાઓના ચિત્રામણથી વિચિત્ર અને યાવદ્ દર્શનીય છે.વળી તે પ્રાસા દાવતંસકનોઅંદરનો ભાગ બરાબર સમઅને રમણીય છે,યાવતુ-ત્યાં મણિઓનો સ્પર્શ હોય છે’- વળી ત્યાં આઠ યોજન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે વૈમાનિકોની મણિપીઠિકા જેવી જાણવી. તે મણિપીઠીકાની ઉપર એક મોટી દેવશય્યા વિકુર્વે છે, તે દેવશય્યાનું વર્ણન યાવત્ પ્રતિરુપ’ છે ત્યાં સુધી કહેવું. ત્યાં શક્ર પોતપોતાના પરિવાર યુક્તઆઠ પટ્ટરાણીઓ સાથેગન્ધવનીક અને નાટ્યાનીક સાથે મોટેથી-વગાડેલા નાટ્ય, ગીત અને વાજિંત્રના શબ્દવડે યાવ-ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો વિહરે છે.
હે ભગવન્ ! દેવેન્દ્ર અને દેવનો રાજા ઈશાન દિવ્ય ભોગોને ભોગવવા ઈચ્છે ત્યારે તે કેવી રીતે ભોગવે ? જેમ શક્ર સંબન્ધે કહ્યું તેમ ઈશાન સંબન્ધે પણ સમગ્ર કહેવું. એ પ્રમાણે સનત્કુમારને વિષે પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે એ પ્રાસાદાવતંસક ઉંચાઈમાં છસો યોજન અને પહોળાઈમાં ત્રણસો યોજન છે. તથા તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન સપરિવાર-ઈત્યાદિ કહેવું. તેમાં સનત્કુમાર બહીંતર હજાર સામાનિક દેવો સાથે, યાવત્-બે લાખ અઠ્યાશી હજાર આત્મરક્ષક દેવો સાથે, અને સનત્કુમાર કલ્પમાં રહેનારા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરિવૃત્ત થઈ યાવ-વિહરે છે. એ પ્રમાણે જેમ સનત્કુમાર સંબન્ધે કહ્યું, તેમ યાવત્ પ્રાણત તથા અચ્યુત દેવલોક સુધી જાણતું. પરન્તુ વિશેષ એ છે કે, જેનો જેટલો પરિવાર હોય તેનો તેટલો અહિં કહેવો. પોત પોતાના કલ્પના વિમાનોની ઉંચાઈના જેટલી પ્રાસાદની ઉંચાઈ જાણવી. અન ઉંચાઈના અડધા ભાગ જેટલો તેનો વિસ્તાર જાણવો, યાવત્-અચ્યુત દેવલોકનો પ્રાસાદાવતંસક નવસો યોજન ઉંચો છે, અને સાડા ચારસો યોજન પહોળો છે. તેમાં હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ અચ્યુત દશ હજાર સામાનિક દેવો સાથે યાવદ્વિહરે છે. બાકી બધું પૂર્વપ્રમાણે જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમજ છે’
શતકઃ ૧૪-ઉદ્દેસોઃ ૬ની મુનિ દીપરત્ન સાગર કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ૭
[૬૧૮]રાજગૃહમાં યાવત્-પિરષદ્ વાંદીને પાછી ગઈ. “હે ગૌતમ! તું મારી સાથે ઘણાં કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે, ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે, તારો મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે, તે ઘણાં લાંબા કાળથી મારી સેવા કરી છે, તું ઘણાં લાંબા કાળથી મને અનુસર્યો છે, હે ગૌતમ! તું ઘણાં લાંબા સંબન્ધુ છે,વધારે શું ? પણ મરણ પછી શરીરનો નાશ થવા બાદ અહીંથી આપણે બન્ને સરખા, એકાર્થસિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળાં) વિશેષતા અને ભેદરહિત થઈશું.
[૧૯]હે ભગવન્ ! જેમ આપણે બન્ને આ અર્થને જાણીએછીએ અને જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org