________________
૩૨૪
ભગવઈ -૧૪-૩/૬૦૪ ગૌતમાં હા છે. એ પ્રમાણે યાવત્-સ્વનિતકુમારી સુધી જાણવું. જેમ નૈરયિકોને કહ્યું તેમ પૃથિવીકાયિકથી આરંભી યાવતુ-ચતુરિન્દ્રિય જીવો સંબધે પણ જાણવું. હે ભગવનું ! પંચેનિયતિર્યંચયોનિકોમાં સત્કાર, ઈંત્યાદિ વિનય હોય છે ? હે ગૌતમાં હા. હોય છે. પરન્તુ આસનાભિગ્રહ- આસનાનપ્રદાન-ઈત્યાદિ વિનય હોતો નથી. મનુષ્યો અને યાવદુ વૈમાનિકોને જેમ અસુરકુમારને કહ્યું તેમ કહેવું.
[૬૦૫]હે ભગવન્! અલ્પ દ્ધિવાળો દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈ જાય? હેગૌતમી એ અર્થ સમર્થ નથી. સમાન ઋદ્ધિવાળો દેવ સમાન દ્વિવાળા દેવની વચ્ચે થઈને જાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો તેની વચ્ચે થઈને જાય. શું શસ્ત્રથી પ્રહાર કરીને જવા સમર્થ થાય કે પ્રહાર કર્યા સિવાય હે ગૌતમ! શસ્ત્રપ્રહાર કરીને જવા સમર્થ થાય, પણ પ્રહાર કર્યા સિવાય જવા સમર્થ ન થાય. હે ભગવન્! શું તે પ્રથમ શસ્ત્રપ્રહાર કરે અને પછી જાય કે પહેલાં જાય ને પછી શસ્ત્રપ્રહાર કરે ? ઈત્યાદિ આ પ્રકારના અભિલાપથી દશમ શતકના આત્મદ્ધિક, ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમગ્રપણે ચાર દેડકો કહેવા,
[૬૦]હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીના નારકો કેવા પ્રકારના પગલપરિ ણામને અનુભવતા વિહરેછે ? તેઓ અનિષ્ટ, યાવતુ-મનને નહિ ગમતાં પુદ્ગલપરિ ણામને અનુભવતા વિહરે છે. એ પ્રમાણે યાવતુ-સાતમી નરકમૃથિવીના નારકો સુધી જાણવું. એ રીતે યાવતુર્વેદનાપરિણામને પણ અનુભવે છે-ઈત્યાદિ જેમ જીવાભિગમ સૂત્રના બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. યાવતુ- હે ભગવનું ! સાતમી નરપૃથિવીના નૈરયિકો કેવા પ્રકારના પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ છે? હે ગૌતમાં તેઓ અનિષ્ટ, યાવતુ-મનને નહિ ગમતા પરિગ્રહસંજ્ઞા પરિણામનો અનુભવ કરતા વિહરે છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. | શતક ૧૪-ઉદ્દેસ ૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૪) [૬૦૭]હે ભગવન્! આ પુદ્ગલ અનન્ત-અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય સુધી રુક્ષસ્પર્શવાળો, એક સમય સુધી અરુક્ષ સ્નિગ્ધસ્પર્શવાળો, તથા એક સમય સુધી રુક્ષ અને સ્નિગ્ધ-બંને પ્રકારના સ્પર્શવાળો હતો ? અને પૂર્વ કરણ-અને વિશ્રાકરણથી અનેક વર્ણવાળા અને અનેક રુપવાળા પરિણામરુપે પરિણત થયો હતો? હવે તે અનેક વણદિપરિણામ ક્ષીણ થાય ત્યાર પછી તે પુદ્ગલ એકવર્ણવાળો અને એકરુપવાળો હતો? હા ગૌતમ! આ પુદ્ગલ અતીતકાલને વિષે-ઈત્યાદિ યાવતુ-એક પવાળો હતો ત્યાં સુધી સમગ્ર પાઠ કહેવો.
[૬૦]હે ભગવન્. આ પુદ્ગલ શાશ્વત વર્તમાન કાળને વિષે પ્રશ્ન પૂર્વપ્રમાણે ઉત્તર જાણવો, એ પ્રમાણે અનાગતકાલ સંબધે પણ જાણવું. હે ભગવન્. અનન્ત- અને શાશ્વત અતીતકાલને વિષે પુદ્ગલસ્કન્ધ વિશે પ્રશ્ન. એ પ્રમાણે જેમ પુદ્ગલસંબધે કહ્યું તેમ સ્કન્ધસંબધે પણ જાણવું. હે ભગવન્! આ જીવ અનન્ત-અપરિમિત અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય દુઃખી, એક સમય અદુઃખી-સુખી, તથા એક સમય દુઃખી કે સુખી હતો? અને પૂર્વ કરણથી-અનેક પ્રકારના સુખિપણું અને દુઃખિપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org