________________
૩૧૨
ભગવઈ - ૧૩-૪૫૮૦ કેટલાઆકાશાસિકાયનપ્રદેશોઅવગાઢહોય?એકપણ નહોય.કેટલાવાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય અને કદાચ ન અવગાઢ હોય. જો અવગાઢ હોય તો અનન્ત પ્રદેશો અવગાઢ હોય.એ પ્રમાણે યાવતુ-અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવનું જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? ત્યાં એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. આકાશાસ્તિકાયના પ્રદેશો પણ એ રીતે જાણવા. જીવાસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય ? અનન્તા પ્રદેશો અવગાઢ હોય. બાકી બધું ધમતિકાયની પેઠે જાણવું. હે ભગવનું ! જ્યાં પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય ? એ પ્રમાણે જેમ જીવાસ્તિકાયના પ્રદેશ સંબધે કહ્યું તેમ બધું કહેવું. હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયના બે પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રવેશ અવગાઢ હોય ? કદાચ એક પ્રદેશ અવગાઢ હોય, અને કદાચ બે પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. બાકી બધું જેમ ધમસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતામાં કહ્યું છે તેમ પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની વક્તવ્યતાને વિષે પણ કહેવું. હે ભગવન્! જ્યાં પુદ્ગલા. સ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ છે ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કદાચ એક, કદાચ બે અને કદાચ ત્રણ પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમતિ કાયિ અનેઆકાશાસ્તિકાયના સંબધે કહેવું. બાકી જીવાસ્તિકાય. પુદ્ગલાસ્તિ- કાય અને અદ્ધાસમયને આશ્રયી જેમ બે પુદ્ગલપ્રદેશસંબધે કહ્યું તેમ ત્રણ પુદ્ગલપ્રદેશ સંબધે પણ કહેવું.એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાયને વિષે એક એક પ્રદેશ વિધા રવો, બાકીનાને વિષે જેમ બે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશસંબધે કહ્યું તે યાવતુ-દશ પ્રદેશ સંબધે પણ કહેવું. એટલે જ્યાં પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદાચિત્ એક પ્રદેશ,યાવતુ-કદાચિત્ દશ પ્રદેશો અવગાઢ હોય. જ્યાં સંખ્યાતા પગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદાચિત એક પ્રદેશ, કદાચિત બે પ્રદેશ, યાવતુ-કદાચિત્ દશ પ્રદેશો, યાવતુ સંખ્યાતા પ્રદેશો અવ ગાઢ હોય. અસંખ્યાતા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો જ્યાં અવગાઢ-રહેલા હોય ત્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ, યાવતુ-કદાચિત સંખ્યાતા પ્રદેશો, અને કદાચિત્ અસંખ્યા તા પ્રદેશો અવગાઢ હોય. જેમ અસંખ્યાતા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો માટે કહ્યું તેમ અનન્ત પ્રદેશો માટે પણ જાણવું.
હે ભગવન ! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ રહેલો હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અનન્ત પ્રદેશો રહેલા હોય. એ પ્રમાણે યાવતું અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! જ્યાં એક ધમસ્તિકાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? ત્યાં ધમસ્તિકાયનો એક પણ પ્રદેશ રહેલો ન હોય. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા આકાશપતિ કાયના પ્રદેશો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો હોય ? અનન્તા હોય. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! જ્યાં એક અધમસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org