________________
હળ
શતક-૧૩, ઉદેસો-૨ નારકો સંબધે પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે જાણવું. નીલલેશ્યાવાળાને પણ એટલો વિશેષ છે કે વેશ્યાના સ્થાનકો વિશુદ્ધ થતાં થતાં શુક્લલેશ્યાપે પરિણમે છે, શુક્લલેશ્યાપે પરિણમન થયા પછી શુક્લલેશ્યાવાળા દેવોમાં તે ઉત્પન્ન થાય છે, તે કારણથી હે ગૌતમ! યાવત્ હે ભગવનું !તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે.” શતક ૧૩-ઉદેસારની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૩) [પ૬૮]હે ભગવન્! નારકો અનન્તરાહારી હોય? અને ત્યાર પછી નિર્વતના ત્યાર પછી લોમાહારાદિદ્વારા પુદ્ગલો ગ્રહણ કરે, ત્યાર પછી ઈન્દ્રિયાદિપે પુદ્ગલોનો પરિણામ કરે, ત્યાર બાદ પરિચારણા-શબ્દાદિ વિષયોનો ઉપભોગ-કરે, અને ત્યાર પછી અનેક પ્રકારના રુપો વિદુર્વે? (હા, ગૌતમ! તે એમજ છે' | શતકાલય ઉદેસી ૩નીમુનિદીપરત્નસાગરે ગાયાપૂર્ણ ]
(ઉદેસો-૪) [૫૯]હે ભગવન્! કેટલી નરક પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! સાત. રત્નપ્રભા યાવતુ-અધ સપ્તમ પૃથિવી. હે ભગવન્! અધસપ્તમ નરકમૃથિવીમાં પાંચ અનુત્તર અને અત્યન્ત મોટા નરકાવાસો યાવતુ- ‘અપ્રતિષ્ઠાન’ સુધી કહેલા છે, તે નરકાવાસો છઠ્ઠી તમપ્રભાપૃથિવીના નરકાવાસોથી અત્યન્ત મોટા, અતિવિસ્તારવાળા, ધણા અવકાશ વાળા, ધણાજન રહિત અને શૂન્ય છે, પરન્તુ તે મહાપ્રવેશવાળા નથી, તે નરકાવાસો ઘણાં વિશાલ છે, પરન્તુ તેઓ (છઠ્ઠી નરક પૃથિવીની અપેક્ષાએ) અકલ્પકર્મવાળ, અલ્પક્રિયાવાળા, અલ્પઆશ્રયવાળા અને અલ્પવેદનાવાળા નથી. તે નારકો અત્યન્ત અલ્પ ?દ્ધિવાળા અને અત્યન્ત અલ્પતિવાળા છે, પરન્તુ તે મહા ઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા નથી. છઠ્ઠી તમા નરકમૃથિવીમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો કહેલા છે. તે નરકાવાસો સાતમી નરકમૃથિવીના નરકાવાસો કરતાં તેવા અત્યંન્ત મોટા અને મહાવિસ્તારવાળા નથી, પરંતુ તે મહાપ્રવેશવાળા અને નારકોડે અત્યન્ત સંકીર્ણ છે. તે નરકાવાસોમાં નારકો સાતમી નરકમૃથિવીના નારકો કરતાં અલ્પકર્મવાળા અને અલ્પક્રિયાવાળા છે, પરન્તુ તેવા અત્યન્ત મહાકર્મવાળા અને મહાકિયાવાળા નથી. તેઓ સપ્તમનરક-પૃથિવીના નારકોથી મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે. પરતું તેથી અલ્પ ઋદ્વિવાળા અને અલ્પવ્રુતિવાળા નથી. છઠ્ઠી તમા નરકમૃથિવીના નરકાવાસો પાંચમી ધૂમપ્રભાનરકમૃથિવીના નરકાવસોથી અત્યન્ત મોટા છે. ઈત્યાદિ ચાર બોલ કહેવા. પરન્તુ તેની પેઠે તે મહાપ્રવેશવાળા નથી, તે નરકાવાસોમાં નારકીઓ પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નારકો કરતાં મહાકર્મવાળા છે, પરન્તુ તેવા અલ્પકર્મવાળા નથી, આદિ. પાંચમી ધૂમપ્રભા નરકમૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહેલા છે-ઈત્યાદિ જેમ છઠ્ઠી તમાકૃથિવી સંબંધે કહ્યું, તેમ સાતે નરકમૃથિવીઓ સંબધે પરસ્પર યાવતું રત્ન પ્રભા-સુધી કહવું.
પિ૭૦ હે ભગવન! રત્નપ્રભા પૃથિવીના નારકો કેવા પ્રકારના પૃથિવીના સ્પર્શને અનુભવતા વિહરે છે ? હે ગૌતમ ! અનિષ્ટ, યાવતુ-મનને પ્રતિકૂળ ઈત્યાદિ યાવતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org