________________
૩૦૬
ભગવઇ - ૧૩/-/૨/૫૬૭
પરન્તુ એટલો વિશેષ છે કે અહિં સ્ત્રીવેદવાળા ઉત્પન્ન થતાં નથી, તેમ સત્તામાં પણ હોતા નથી. ત્રણે આલાપકોને વિષે અસંશી ન કહેવા. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-સહસ્રાર દેવલોક સુધી જાણતું.પરન્તુ વિમાનો અને લેશ્યાઓમાં વિશેષ છે. હે ભગવન્ !આનત અને પ્રાણત દેવલોકને વિષે કેટલા શત વિમાનાવાસો કહેલા છે ? હે ગૌતમ ! ચારસો. હે ભગવન્ ! તે વિમાનાવાસો શું સંખ્યાતા યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતાયોજન વિસ્તારવાળા વિમાનાવાસોને વિષે ત્રણ આલાપકો સહસ્ત્રાર દેવલોકની પેઠે કહેવા. અસંખ્યાત યોજનવિસ્તારવાળા વિમાનોને વિષે ઉત્પાદ અને ચ્યવન સંબન્ધ એ પ્રમાણે ‘સંખ્યાત’જ કહેવાં,સત્તામાં અસંખ્યાતા કહેવા,૫૨ન્તુ એટલો વિશેષ છે કે નોઈન્દ્રિય-મનના ઉપયોગવાળા,અન્તરોપપન્નક, અનન્તરાવગાઢ, અનંત રાહારક અને અનંત૨પર્યાપ્તા-એ પાંચ પદને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ થી સંખ્યાતા ઉપજે, અને સત્તામાં અસંખ્યાતા હોય એમ કહેવું. જેમ આનત અને પ્રાણ તને વિષે કહ્યું, તેમ આરણ અને અચ્યુતને વિષે પણ એ પ્રમાણે જાણવું. પરંતુ વિમાનોની સંખ્યામાં વિશેષતા છે. એ પ્રમાણે ત્રૈવેયક સંબંધે પણ જાણવું.
હે ભગવન્ ! કેટલાં અનુત્તર વિમાનો કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ હે ભગવન્ ! તે અનુત્તર વિમાનો સંખ્યાતા યોજનવિસ્તારવાળાં છે કે અસંખ્યાતા યોજનવિસ્તારવાળાં છે ? હે ગૌતમ ! બંને છે. હે ભગવન્ ! પાંચ અનુત્તર વિમાનોમાંના સંખ્યાતા યોજન વિસ્તારવાળા વિમાનને વિષે એક સમયે કેટલાં અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય, કેટલાં શુક્લલેશ્યાવાળા ઉત્પન્ન થાય, ઈત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! પાંચ અનુત્ત રિવ માનોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અનુત્ત- રૌપપાતિક દેવો ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા ત્રૈવેયક વિમાનો સંબન્ધે કહ્યું તે પ્રમાણે અહિં કહેવું, ૫૨ન્તુ એટલો વિશેષ કે કૃષ્ણપાક્ષિકો, અભવ્યો અને ત્રણ અજ્ઞાનને વિષે વર્તતા જીવો અહિં ઉપજતા નથી, આવતા નથી અને સત્તામાં પણ હોતા નથી અચરમનોઅનુત્તર દેવનો ભવ નથી, તેનો પણ પ્રતિષેધ કરવો, યાવત્ત્યાં ‘સંખ્યાતા ચરમ’ કહેલો છે. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે પણ પૂર્વોક્ત (કૃષ્ણપાક્ષિકાદિક) ન કહેવાં, પણ ત્યાં અચરમ ઉપજે છે. બાકી જેમ ત્રૈવેયકને વિષે કહ્યું તેમ અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે યાવત્-‘અસંખ્યાતા અચરમ કહ્યા છે’ત્યાં સુધી જાણવું. હે ભગવન્ ! ચોસઠલાખ અસુર હૈ કુમારના આવાસોમાં સંખ્યાતાયોજન વિસ્તારવાળા અસુકુમારના આવાસોને વિષે શું સમ્યગ્દષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય, મિથ્યાવૃષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબન્ધુ ત્રણ આલાપકો કહ્યા તેમ અહીં પણ કહેવા. એ પ્રમાણે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા અસુરકુમારોના આવાસોને વિષે પણ સમ્યસૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને મિશ્રવૃષ્ટિ સંબન્ધુ એ ત્રણ આલાપકો કહેવા. એ પ્રમાણે યાવત્ પ્રૈવે યક વિમાનને વિષે અને અનુત્તર વિમાનને વિષે પણ જાણવું, પરન્તુ એટલો વિશેષ છે કે અનુત્તરવિમાનસંબન્ધેત્રણ આલાપકને વિષે મિથ્યાવૃષ્ટિ અને મિશ્રવૃષ્ટિ ન કહેવા. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. હે ભગવન્ ! ખરેખર કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, યાવતુ-શુક્લલેશ્યાવાળા થઈને કૃષ્ણલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org