________________
શતક-૧૨, ઉસો-૭
૨૯૭ શતકના પંચમ ઉદેશકમાં કહ્યા પ્રમાણે નરકાદિના આવાસો કહેવા, એ પ્રમાણે યાવતુઅનુત્તરવિમાન, યાવતુ-અપરાજિત અને સર્વાર્થસિદ્ધ સુધી જાણવું. હે ભગવન્! આ જીવ આ રત્નપ્રભાકૃથિવીમાં અને તેના ત્રીશલાખ નરકાવાસોમાંના એક એકનરકા. વાસમાં પૃથ્વીકાયિકપણે,યાવદુ-વનસ્પતિકાયિકપણે, નરકપણે,નૈરયિકપણે, પૂર્વે ઉત્પન્ન થયેલો છે?. પૂર્વે ક્યા પ્રમાણે ત્યાં અનેકવાર અથવા યાવતું થયેલો છે. હે ભગવાન્ ! સર્વ જીવો પણ આ રત્નપ્રભાકૃથિવીમાં અને તેના ત્રીસલાખ નારકાવાસમાંના યાવતુ અનંતવાર પૂર્વ થયેલા છે. હે ભગવન્! આ જીવ શર્કરામભાના પચીસલાખ નરકાવાસ માંના એક એક નરકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવતું વનસ્પતિકાયિકપણે યાવતુપૂર્વે ઉત્પન્ન થયેલા છે? જેમ રત્નપ્રભાના બે આલાપક કહ્યા તેમ શર્કરપ્રભાના પણ કહેવા. એ પ્રમાણે યાવતુ-ધૂમ- પ્રભા સુધી આલાપક કહેવા. હે ભગવન્! આ જીવ તમાકૃથિવી માંના પાંચ ન્યૂન એક લાખ નિરયાવાસમાંના એક એક નરકાવાસમાં યાવતુ-વનસ્પતિ કાયિકપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! આ જીવ અધ સપ્તમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યંન્ત મોટા નરકાવાસોમાંના એક એક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે?બાકી બધું રત્નપ્રભાની પેઠે જાણવું. હે ભગવન્! આ જીવ અસુરકુમારોના ચોસઠલાખ અસુરકુમારાવાસોમાં પૃથિવીકાયિકપણે, યાવતુ વનસ્પતિકાયિકપણે. દેવપણે. દેવીપણે, આસન, શયન, અને પાત્ર વગેરે ઉપરકરણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે ? હા, ગૌતમ ! યાવઅનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો’ સુધી જાણવું, પરંતુ તેઓના આવા સોની સંખ્યામાં ભેદ છે.
હે ભગવનું ! આ જીવ અસંખ્યાતા લાખ પૃથિવીકાયિકાવાસમાંના એક એક પૃથિવીકાયિકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવદુવનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયો છો ? હા, ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકોમાં પણ જાણવું. હે ભગવન! આ જીવ અસંખ્યાતા લાખ બેઈદ્રિયાવાસમાનાં એક એક બેઈન્દ્રિયાવાસમાં પૃથિવીકાયિકપણે, યાવતુ-વનસ્પતિકાયિકપણે અને બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ ! ત્યાં વાવ- અનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો પણ એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવ-મનુષ્યોમાં જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, તે ઈન્દ્રિયોમાં થાવ વનસ્પતિકાયિક પણે, યાવતુ તેઈન્દ્રિયપણે, ચઉરિંદ્રિયોમાં ચઉરિંદ્રિયપણે, પંચેટિંયતિર્યંચયોનિકોમાં પંચેદ્રિયતિયંતયોનિકપણે, અને મનુષ્યોમાં મનુષ્યપણે ઉત્પત્તિ જાણવી. બાકી બધુ બેઈ દ્રિયોની પેઠે જાણવું. જેમ અસુરકુમારો સંબંધે કહ્યું તેમ વાનવંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ સનકુમાર કલ્પમાં તેના બાર લાખ વિમાનાવાસમાંના એક એક વૈમાનિકાવાસમાં પૃથિવીકાયપણે યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયે લો છે ? બાકીનું બધું અસુરકુમારોની પેઠે યાવદૂઅનંતવાર ઉત્પન્ન થયેલો છે ત્યાં સુધી જાણવું. પણ ત્યાં દેવીપણે ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો સંબધે પણ જાણવું. એ પ્રમાણે યાવતુ-આનત અને પ્રાણતમાં તથા આરણ-અર્ચ્યુતમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ ત્રણસોને અઢાર પ્રવેયક વિમાનાવાસમાંના એક એક આવાસમાં પૃથિવીકાયિકપણે, યાવત્ પૂર્વે ઉત્પન્ન થયેલો છે? (યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org