________________
૨૯૮
ભગવઇ-૧૨-૧O/પ૬૦ ગૌતમ! જેને કષાયાત્મા હોય તેને યોગાત્મા અવશ્ય હોય, અને જેને યોગાત્મા હોય તને કદાચિતુ કષાયાત્મા હોય અને કદાચિતું ન પણ હોય. એ પ્રમાણે ઉપયોગાત્માની સાથે કષાયાત્માનો સંબન્ધ જણવો. તથા કષાયાત્મા અને જ્ઞાનાત્મા એ બંને પરસ્પર ભજ નાએનવિકલ્પે કહેવા. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબધ કહ્યો તેમ કષા યાત્મા અને દર્શનાત્માનો સંબન્ધ કહેવો. તથા કષાયાત્મા અને ચારિત્રાત્મ-એ પરસ્પર
ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્મા કહ્યા, તેમ કષાયાત્મા અનેવીયત્મિા પણ કહેવા. એ પ્રમાણે જેમ કષાયાત્માની સાથે ઈતર આત્માની વક્તવ્યતા કહી, તેમ યોગાત્માની સાથે પણ ઉપરના આત્માઓની વક્તવ્યતા કહેવી. જેમ દ્રવ્યાત્માની વક્ત વ્યતા કહી તેમ ઉપયોગાત્માની પણ ઉપરના આત્માઓની સાથે વક્તવ્યતા કહેવી. જેને જ્ઞાનાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય, અને જેને વળી દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ હોય. જેને જ્ઞાનાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએ હોય વળી જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા અવશ્ય હોય. તથા જ્ઞાનાત્મા અને વીર્યાત્મા-એ બન્ને પરસ્પર ભજનાએ હોય. જેને દર્શનાત્મા હોય તેને ઉપરના ચારિત્રામાં, વીત્મા એ બંને ભજનાએ હોય, વળી જેને તે આત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય. જેને ચારિત્રાત્મા હોય તેને અવશ્ય વીયત્મિા હોય, વળી જેને વીત્મા હોય તેને ચારિત્રાત્મા કદાચિત હોય અને કદાચિદ્ર ન હોય. હે ભગવન્! દ્રવ્યાત્મા, કષાયાત્મા, યાવત્વીય ત્મામાં કયા આત્મા કોનાથી યાવદુ-વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા ચારિત્રા ત્મા છે, તે કરતાં જ્ઞાનાત્મા અનંતગુણ છે, તેથી કષાયાત્મા અનંતગુણ, તે કરતાં યોગા ત્મા વિશેષાધિક છે, તે કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા-એ ત્રણે વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે.
પિ૬૧]હે ભગવનું ! આત્મા જ્ઞાનસ્વરુપ છે, કે અજ્ઞાનરુપ છે ? હે ગૌતમ ! આત્મા કદાચિદ્ર જ્ઞાનરુપ છે, અને કદાચિત્ અજ્ઞાનરુપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. હે ભગવન! નૈરયિકોનો આત્મા જ્ઞાનરુપ છે, કે અજ્ઞાનરુપ છે? હે ગૌતમ! નૈરયિકોનો આત્મા કદાચિત્ જ્ઞાનરુપ છે અને કદાચિત અજ્ઞાનરુપ પણ છે. પરન્તુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. યાવતુ- સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથ્વીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમ ! પૃથ્વી કીયિકોનો આત્મા અવશ્ય અજ્ઞાન રુપ છે અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરુપ છે. યાવદુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિય, યાવદ્ર-વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! આત્મા દર્શનપ છે કે તેથી દર્શન બીજું છે? હે ગૌતમ! આત્મા અવશ્ય દર્શનપ છે અને દર્શન પણ અવશ્ય આત્મા છે. હે ભગવનું નૈયરિકોનો આત્મા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! નૈરયિ કોનો આત્મા અવશ્ય દર્શનારુપ છે, અને તેઓનું દર્શન પણ અવશ્ય આત્મા છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિકો સુધી નિરંતર (ચોવીસ) દંડક કહેવા.
હે ભગવનું ! રત્નપ્રભાપૃથ્વી આત્મા–સસ્વરુપ છે કે અન્ય-અસત્વરુપ ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મા-સદરુપ છે, કથંચિતુ નો આત્મા-પણ છે, અને સદરુપે અને અસદરુપે કથંચિત્ અવક્તવ્ય છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથિવી પોતાના આદેશથી-સ્વરુપથી આત્મા-વિદ્યમાન છે, પરના આદેશથી વિવક્ષાથી નોઆત્મા-અવિદ્યમાન છે, અને ઉભયના આદેશથી આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org