________________
૩૦૨
ભગવઈ-૧૩/-/૧૫૬૪ થી સંખ્યાતા નોઈદ્રિયના ઉપોયગવાળા ઉત્પન્ન થાય છે. મનયોગી અને વચનયોગી ઉત્પન્ન થતા નથી. જઘન્યથી એક, બે અને ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાયયોગવાળા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને એ રીતે અનાકારોપયોગવાળા પણ ઉત્પન્ન થાય છે.
હે ભગવનું ! આ રત્નપ્રભાકૃથિવીના ત્રીશલાખનારકાવાસોમાંના સંખ્યાતાયો જન વિસ્તારવાળા નરકાવાસોને વિષે એક સમયમાં કેટલા નારક જીવો ઉદ્વર્તી-મરણ પામે, કેટલા કાપોતલેશ્યાવાળા ઉદ્વવર્તે, યાવતુ-કેટલા અનાકારોપયોગ વાળા ઉદ્દવર્તે? હે ગૌતમ ! એક સમયે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉદ્ધ વર્તે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેશ્યાવાળા ઉદ્વવર્તે, એ પ્રમાણે યાવતુ-સંજ્ઞી જીવો સુધી ઉદ્ધવર્તના જાણવી. અસંજ્ઞી જીવો ઉદ્ધવર્તતા નથી. ભવસિદ્ધિક જીવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વવર્તે છે. એ પ્રમાણે-યાવતુ શ્રતઅજ્ઞાની સુધી જાણવું.વિભંગજ્ઞાની અને ચક્ષુદર્શની ઉદ્ધવર્તતા નથી. જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શની ઉદ્વવર્તે છે. એ પ્રમાણે યાવતુ સ્પર્શેનેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્ધવર્તે છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને અનાકા રોપયોગવાળા પણ જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશ લાખ નરકાવા સમોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા નરકાવાસોનેવિષે કેટલાનારકજીવો કહેલા છે? કેટલા કાપોત લેશ્યાવાળા, યાવતુ- કેટલા અનાકારોપયોગવાળા છે ? કેટલા અનન્તરોપ પન્ન અને કેટલા પરંપરોપન્ન થયેલા હોય છે. કેટલા અનંત રાવગાઢ, કેટલાં પરંપરાવ ગાઢ, કેટલા અનંતરાહાર, કેટલાં પરંપરાહાર છે? કેટલા અનંતરપર્યાપ્ત છે, અને કેટલા પરંપરપયક્તિા છે, કેટલા ચરમ છે. અને કેટલા અચરમ હોય છે? હે ગૌતમ! સંખ્યાતા. નારક જીવો કહેલા છે, સંખ્યાતા કાપોતલેશ્યાવાળા કહેલા છે, એ પ્રમાણે યાવતુ-સંખ્યા તા સંજ્ઞી જીવો કહેલા છે. અસંશી જીવો કદાચિતું હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય છે તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. સંખ્યાતા ભવસિ દ્વિક જીવો કહેલા છે, એ પ્રમાણે યાવતુ સંખ્યાતા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા કહેલા છે, સ્ત્રીવેદી નથી અને પુરુષવેદી પણ નથી, નપુંસકવેદી સંખ્યાતા હોય છે. એ પ્રમાણે ક્રોધકષાયી પણ સંખ્યાતા હોય છે. માનકષાયી અસંજ્ઞીની પેઠે છે. એ પ્રમાણે યાવતુ લોભકષાયી જાણવા. સંખ્યાતા શ્રોત્રેન્દ્રિયના ઉપયોગવાળા કહ્યા છે, એ પ્રમાણે યાવતુ (સંખ્યાતા) અનાકા રોપયોગી જાણવા. અનંતરોપપન્ન નારકો કદાચિત હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય તો તે અસંજ્ઞીની પેઠે જાણવા. સંખ્યાતા પરંપરોપપન્ન જાણવા. એ પ્રમાણે અનંતરાવગાઢ અનંતરાહારક, અનન્તરપયકિઅનેચરમ જાણવા. પરંપરાવગાઢ, યાવતુ અચરમ સુધી જેમ પરંપરોપપન્ન કહ્યા તેમ કહેવા.
હે ભગવન્આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશ લાખ નરકાવાસોમાંના અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાય,યાવતુકેટલા અનાકારોપયોગવળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા, નરકને વિષે એ ત્રણ આલાપક કહ્યા તેમ અસંખ્યાતયોજન વિસ્તારવાળા નરકાવાસોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org