________________
૩૦૦
ભગવઇ-૧૨-૧૦/૫૬૧ આત્મા અને નોઆત્મારૂપ છે.એક દેશના આદેશથી સદૂભાવપર્યાયિની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા તથા નોઆત્માઓ છે, દેશો ના આદેશથી સદૂભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદે શથી અસદૂભાવપયયિની અપેક્ષાએ ત્રિપ્રેદશિક સ્કંધ આત્માઓ અને નોઆત્મારૂપ છે, દેશના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશથી ઉભય-સદૂભાવ તથા અસદુભાવ પર્યાયિની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા અને આત્મા તથા નોઆ ત્મા તથા નોઆત્મા-એ ઉભયપે અવક્તવ્ય છે, દેશના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશોના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશના આદેશથી સભાવ તદુભ પયયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્માઓ તથા નો આત્માઓ-એ ઉભયરુપે અવક્તવ્યો છે, દેશોનાઆદેશથી સદૂભાવપર્યાયિની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા ઓ અને આત્મા તથા નો આત્મા એ ઉભયરુપે અવક્તવ્ય છે.- એ ત્રણ ભાંગાઓ જાણ વા. દેશના આદેશથી સદૂભાવ અસભાપર્યાયિની અપેક્ષાએ,અને દેશના આદેશથી તદુભયપર્યાયિની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા, નોઆત્મા અને આત્મા તથા નો-આત્મા ઉભયરુપે અવક્તવ્ય છે.
હે ભગવન્! ચતુ:પ્રદેશિક સ્કન્ધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય છે-ઈત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ! ચતુ-પ્રદેશિક સ્કન્ધ કથંચિત્ આત્મા છે, કથંચિત્ નો આત્મા છે, આત્મા અને નોઓત્મા ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા અને નોઆત્મા છે, કથંચિત્ આત્મા અને અવક્તવ્ય છે કથંચિત્ નો આત્મા અને અવક્તવ્ય છે, કથંચિદ્ર આત્મા અને નોઆત્મા તથા આત્મા-નોઆત્મરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નો આત્મા અને આત્માઓ તથા નોઆત્માઓરુપે અવવક્તવ્યો છે. કથંચિત આત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયરુપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓરુપે અવક્ત વ્યો છે. કથંચિતઆત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયરુપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓ તથા આત્મા અને અનાત્મરૂપે અવક્તવ્ય છે. હે ભગવાન્ ! શા હેતુથી એમ કહેવાય છે? હે ગૌતમ ! પોતાના આદેશથી-સ્વરુપની વિવક્ષાથી આત્મા છે, પરના આદેશથી-પરરુપની વિવ ક્ષાથી નો આત્મા છે, તદુભયના આદેશથી આત્મા અને નોઆત્માએ ઉભયરુપે અવ ક્તવ્ય છે, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. ' હે ભગવન! પંચપ્રદેશિક સ્કંધ આત્મા છે, કે તેથી અન્ય પંચપ્રદેશિક સ્કંધ છે? હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિતુ નો આત્મા છે અને આત્મા તથા નોઆત્મારૂપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નોઆત્મા અને આત્મા અને અનાત્મા-ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે. નોઆત્મા અને અવક્તવ્યવડે એ પ્રમાણે ચાર ભાંગા કરવા, ત્રિક સંયોગમાં એક આઠમો ભાંગો ઉતરતો નથી, એટલે સાત ભાંગાઓ થાય છે. હે ભગવાનું! શા હેતુથી ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! (પંચપ્રદેશિક સ્કંધ) પોતાના આદેશથી આત્મા છે, પરના આદેશથી નો આત્મા છે. તદુભયના-આદેશથી અવક્તવ્ય છે. ઇત્યાદિ પૂર્વવતુ ષટપ્રદેશિક સ્કન્ધને વિષે સર્વે ભાંગાઓ લાગુ પડે છે, વાવ-અનન્તપ્રદેશિક સ્કન્ધ સંબધે જાણવું, હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org