________________
૨૯૪
ભગવાઇ-૧૨-૭પપ૧ હે ભગવન્! આ જીવ પાંચ ઉનુત્તર વિમાનોમાંના એક એક અનુત્તર વિમાનમાં પૃથિવી કાયિકપણે, તે પ્રમાણે યાવઅનંવાર ઉત્પન્ન થયેલો છે, પણ દેવપણે અને દેવીપણે ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રપણે, પુત્રી અને પુત્રવધૂપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા, ગૌતમ! અનેકવાર, અથવા અનંતવાર ઉત્પન્ન થયેલો છે. તે ભગવન્! સર્વ જીવો પણ આ જીવના માતાપણએ, યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયેલા છે? હા ગૌતમ !અનંતવાર ઉત્પન્ન થયા છે.
હે ભગવન્! આ જીવ સર્વ જીવોના શત્રુપણે, વૈરિપણે વધકપણે, પ્રત્યનીકપણે અને શત્રના મિત્રપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ! યાવ-અનંતવાર ઉત્પન્ન થયો છે. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના રાજતરીકે, યુવરાજતરીકે યાવતુ સાર્થવાહ તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો સંબંધે પણ જાણવું. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના દાસપણે પ્રેષ્ય-ચાકરપણે, મૃતકપણે, ભાગીદારપણે, ભોગપુરુષપણે, શિષ્યપણે, અને શત્રુપણ પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો પણ યાવદ્ અનંવાર ઉત્પન્ન થાય છે. શતકઃ ૧૨-ઉદ્દેશો૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેશકઃ૮) [પપ૨]તે કાલે, તે સમયે, (ભગવનું ગૌતમ) યાવઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! મહાઋદ્ધિવાળો યાવદ્રમહાસુખવાળો દેવ અવીને તુરતજ માત્ર બે શરીરનેજ ધારણ કરનારા નાગોમાં, ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! થાય. હે ભગવન્! ત્યાં તે નાગનાં-જન્મમાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, પ્રધાન, સત્ય, સત્યા વપાતરુપ તે સંસારનો અન્ત કરે,અને પાસે રહેલા જેનું પ્રતિહાર કર્મ કર્યું છે એવો થાય? હા થાય. તે ત્યાંથી મરણ પામીને સિદ્ધ થાય, બુદ્ધ થાય, યાવસંસારનો અન્ત કરે? હા, સિદ્ધ થાય, વાવ-અન્ત કરે. હે ભગવન્! મહર્વિક દેવ-એ પ્રમાણે યાવદુ-બે શરીરવાળા મણિમાં ઉત્પન્ન થાય? નાગની પેઠે જાણવું. હે ભગવન્! મહર્વિક દેવ બે શરીરનેજ ધારણ કરનારા વૃક્ષોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય-ઈત્યાદિ પૂર્વવતુ પરન્તુ એટલો વિશેષ છે કે “જે વૃક્ષમાં તે ઉત્પન્ન થાય તે વૃક્ષ વાવતુ-સમીપમાં રહેલાં દેવકૃત પ્રાતિહાર્યવાળું થાય, તથા છાણથી લીંપેલ અને ખડીથી ધોળેલ હોય, બાકી બધું પૂર્વવત્ યાવ તે સંસારનો અન્ત કરે.”
[પપ૩)હે ભગવન્! વાનરવૃષભ- મોટો કુકડો, અને મોટો દેડકો-એ બધા શીલ રહિત, વતરહિત, ગુણરહિત, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ-રહિત મરણ સમયે કાલકરી આ રત્નપ્રભાપૃથિવીમાં ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય? શ્રમણ ભગવંત મહાવીર કહે છે કે હા થાય કારણ કે જે ઉપજતું હોય તે ઉત્પન્ન થયું' એમ કહેવાય. સિંહ, વાઘ વગેરે અવસર્પિણી ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-પરાસર-ઈત્યાદિ યાવત્ પૂર્વ પ્રમાણે જાણવું. કાગડો, ગીધ, વીલક, દેડકો અને મોર-એ બધા શલરહિત-ઈત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વવત્ હે ભગવન્! તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org