________________
શતક-૧૨, ઉદેસો
૨૯૧ તરફ જાય ત્યારે ચન્દ્ર પૂર્વમાં દેખાય છે, અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. જ્યારે આવતો કે જતો. વિદુર્વણા કરતો કે કામ-ક્રીડા કરતો રાહુ પશ્ચિમમાં ચંદ્રના પ્રકાશને આવરીને પૂર્વ તરફ જાય ત્યારે પશ્ચિમમાં ચંદ્ર પોતાને દેખાડે છે, અને પૂર્વમાં રાહુ પોતાને દેખાડે છે. એ પ્રમાણે જેમ પૂર્વ અને પશ્ચિમના બે આલાપક કહ્યા તેમ દક્ષિણ અને ઉત્તરના બે આલો પક ઉત્તર-પૂર્વઅને દક્ષિણ-પશ્ચિમના બે આલાપક દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના બે આલાપક કહેવા.વળી જ્યારે આવતો કે જતો, વિકુવણા કરતો કે કામક્રીડા કરતો રાહુ ચંદ્રની જ્યોસ્નાનું આવરણ કરતો સ્થિતિ કરે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે, એ પ્રમાણે ખરેખર રાહુ ચંદ્રને ગ્રસે છે.’ એ પ્રમાણે જ્યારે રાહુ આવતો કે જતો, વિદુર્વણા કરતો કે કામક્રીડા કરતો ચંદ્રના પ્રકાશ આવરીને પાસે થઈને જાય ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે-“એ પ્રમાણે ખરેખર ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી', એ પ્રમાણે રાહુ જ્યારે ચંદ્રની લેયાને ઢાંકીને પાછો વળે ત્યારે મનુષ્ય લોકમાં કહે છે કે, એ પ્રમાણે ખરેખર રાહુ એ ચંદ્રને વમ્યો.” વળી એ પ્રમાણે ચંદ્રના પ્રકાશને નીચેથી, ચારે દિશાથી અને ચારે વિદિ શાથી આવરીને-ઢાંકીને રહે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે એ પ્રમાણે રાહુએ ચંદ્રને ગ્રસ્યો.' હે ભગવન્! રાહુ કેટલા પ્રકારના કહ્યા છે હે ગૌતમ! બે પ્રકારના. ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે ધ્રુવરાહુ છે તે કૃષ્ણપક્ષના પડવાથી માંડીને પોતાના પન્નરમા ભાગવડે ચન્દ્રલેશ્યા પન્નરમાં ભાગને ઢાંકતો રહે છે,એકમને દિવસે પ્રથમ દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, બીજના દિવસે બીજા ભાગને ઢાંકે છે, એ પ્રમાણે યાવદુ-અમાવાસ્યાને દિવસે ચંદ્રના પંદરમાં ભાગને ઢાંકે છે, અને કૃષ્ણપક્ષને છેલ્લે સમયે ચંદ્ર રક્ત-સર્વથા આચ્છાદિત થાય છે અને બાકીના સમયે ચંદ્ર રક્ત-અંશથી આચ્છઆદિત અને વિરા
ક્ત-અંશથી અનાચ્છાદિત હોય છે. શુક્લપક્ષના પ્રતિપદાથી આરંભી તેજ ચંદ્રની લેગ્યા ના પંદરમાં ભાગને દેખાડતો રહે છે. પડવાને વિષે પહેલા ભાગને દેખાડે છે. યાવતુ પૂર્ણિમાને વિષે પંદરમાં ભાગને દેખાડે છે. શુક્લપક્ષના છેવટના સમયે ચન્દ્ર વિરક્તરાહુથી સર્વથા મુક્ત હોય છે, અને બાકીના સમયે ચન્દ્ર રક્ત અને વિરક્ત હોય છે. તેમાં જે પર્વરાહુ છે તે ઓછામાં ઓછાં છ માસ (ચંદ્રને કે સૂર્યને) ઢાંકે છે. અને વધારેમાં વધારે બેંતાલીસ માસે ચંદ્રને અને વધારેમાં વધારે અડતાલીસ વરસે સૂર્યને ઢાંકે છે.
[૫૪૭હે ભગવન્! શી હેતુથી ચંદ્રને “શશી' શશી એ પ્રમાણે કહેવાય છે? ગૌતમ ! જ્યોતિષ્કના ઈદ્ર અને જ્યોતિષ્કના રાજા ચંદ્રમાં મૃગાંક વિમાનમાં મનોહર દેવો, મનોહર દેવીઓ, મનોહર આસન, શયન, સ્તંભ તથા સુંદર પાત્ર વગેરે ઉપકરણો છે, તથા ચંદ્ર પોતે સૌમ્ય, કાંત,સુભગ પ્રિયદર્શન અને સુરુપ છે, તે માટે
[૫૪૮]હે ભગવન્! શા હેતુથી સૂર્યને આદિત્ય કહેવાય છે.? ગૌતમ ! સમયો, આવલિકાઓ, યાવતુ-ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓના આદિભૂત સૂર્ય છે.
પિ૪૯હે ભગવન ! જ્યોતિષિકના ઈદ્ર અને જ્યોતિષિકના રાજા ચંદ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે ગૌતમ ! જેમ દશક શતકમાં કહ્યું છે તેમ અહીં જાણવું. યાવતું મૈથુન નિમિત્ત દેવીઓ સાથે ભોગ ભોગવવા સમર્થ નથી' તથા સૂર્ય સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. હે ભગવન્! જ્યોતિષ્કના ઈંદ્ર અને રાજા, ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગોને ભોગવતા વિહરે છે ? જેમ પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં બલવાનું કોઈ એક પુરુષે પ્રથમ ઉગતી યુવાવસ્થામાં બલવાળી ભાયી સાથે તાજોજ વિવાહ કર્યો, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org