________________
૨૭૬
ભગવઇ-૧૧//૧૨/૫૨૬
ઉભા થઇ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્ ! એ પ્રમાણે ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમને કહે છે, યાવત્ પ્રરૂપે કે, હે આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, અને તે પછી સમયાધિક યાવદ્ ઉત્કૃષ્ટ સ્થિતિ અને પછી દેવો અને દેવલોક વ્યચ્છિન્ન થાય છે, તો તે એ પ્રમાણે કેવીરીતે હોય ? ‘હે આર્યો ! ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક જે તમને આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપે છે કે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને તે પછી સમયાધિક કરતાઇત્યાદિ કહેવું યાવત્ ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. એ વાત સાચી છે. હે આર્યો ! હું પણ એજ પ્રમાણે કહું છું, યાવત્ પ્રરૂપું છું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી એ વાત સાંભળી અને અવધારી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે, આવીને ઋષિભદ્રપુત્રશ્રમણોપાસકનેવાંદીતથાનમીએ અર્થનેસારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે, ત્યાર બાદ તે શ્રમણોપાસકો તેને પ્રશ્નો પૂછે છે, અને પૂછી અર્થને ગ્રહણ કરે છે, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી જે દિશાથકી આવ્યા હતા, પાછા તેજ દિશા તરફ ગયા.
[૫૨૭] હે ભગવન્’ ! એ પ્રમાણે કહી ગૌતમે શ્રમણભગવંત મહાવીરને વાંદી, નમસ્કાર કરી કહ્યું-‘હે ભગવન્ ! શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લઇ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને લેવાને સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ યથાર્થ નથી; પણ હે ગૌતમ ! શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર ઘણા શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો વડે તથા યથાયોગ્ય સ્વીકારેલ તપકર્મ વડે આત્માને ભાવિત કરતો ઘણા વરસો સુધી શ્રમણોપાસકપર્યાયને પાળી, માસિક સંલેખ નાવડે આત્માને સેવી, સાઇભક્તો નિરાહારપણે વીતાવી આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઇ મરણ સમયે કાલ કરી સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાન માં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે; તેમાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે ? હે ભગવન્ ! પછી તે ઋષિભદ્ર પુત્ર દેવઆયુષનો ક્ષય થયા પછી, ભવનો ક્ષય થયા પછી, અને સ્થિતિનો ક્ષય થયા બાદ યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે, યાવત્ સર્વ દુઃખોનો અન્ત-નાશ ક૨શે. હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ભગવાન્ ગૌતમ યાવત્ આત્માને ભાવિત કરતા વિહરે છે.
[૫૨૮] ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઇ દિવસે આભિકા નગ રીથી અને શંખવન નામે ચૈત્યથી નીકળી બહારના દેશોમાં વિચરે છે. તે કાલે-તે સમયે આલભિકા નામે નગરી હતી.ત્યાં શંખવન ચૈત્ય હતું. તે શંખવન ચૈત્યની થોડે દૂર પુદ્ ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ અને યાવત્ બીજા બ્રાહ્મણ સંબન્ધી નયોમાં કુશલ હતો. તે નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરવાપૂર્વક ઉંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતો હતો. ત્યાર બાદ તે પુદ્ગલ પરિવ્રાજકને પ્રકૃતિની સરલતાથી શિવ પરિવ્રાજકની પેઠે યાવદ્ વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે વિભંગજ્ઞાનવડે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. પછી તે પુદ્ગલપરિવ્રાજકને આવા પ્રકારનો આ સંકલ્પ યાવદ્ ઉત્પન્ન થયો-“મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી દસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org