________________
શતક-૧૨, ઉસો-૪
૨૮૩ એકઠા થાય તેનું શું થાય? હે ગૌતમ! તેનો ત્રિપ્રદેશિક સ્કંધ થાય. જો તેનો ભેદ-વિયોગ થાય તો તેના બે કે ત્રણ વિભાગ થાય, જો બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ, અને બીજી તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ રહે. તથા જો તેના ત્રણ વિભાગ થાય તો ત્રણ પરમાણુપુદ્ગલ રહે. હે ભગવન્! ચાર પરમાણપદુગલો એકરૂપે એકઠા થાય ? હે ગૌતમ ! ચતુષ્પદેશિક સ્કંધ થાય, અને જો તે સ્કંધનો ભેદ થાય તો તેના બે, ત્રણ ને ચાર ભાગ થાય. જો બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ રહે. અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ રહે. જો ત્રણ ભાગ થાય તો એક તરફ બે છૂટા પરમાણુપુદ્ગલો અને એક તરફ એક દ્વિઅદેશિક સ્કંધ રહે. જો ચાર ભાગ થાય તો જૂદા ચાર પરમાણુપુગલ રહે.
હે ભગવનું ! પાંચ પરમાણુઓ એકરૂપે એકઠા થાય ? હે ગૌતમ ! પંચપ્રદેશિક સ્કંધ થાય. જો તે ભેદાય તો તેના બે, ત્રણ, ચાર અને પાંચ વિભાગ થાય. જો તેના બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને એક તરફ ચતુષ્કપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય. યાવતું જો તેના પાંચ વિભાગ થાય તો જુદા પાંચ પરમાણુઓ થાય હે ભગવનું ! છ પરમાણુ પુદ્ગલો સંબધે હે ગૌતમ ! ષટ્રપ્રદેશિક સ્કંધ થાય. જો તેનો ભેદ થાય તો તેના બે, ત્રણ, ચાર પાંચ કે છ વિભાગ થાય. જો તેના બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક પંચપ્રદેશિક સ્કંધ થાય. યાવતું જો તેના છ ભાગ થાય તો જુદા જુદા છ પરમાણુ પગલો થાય. હે ભગવન્! સાત પરમાણુપુદ્ગલો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સપ્તપ્રદે શિક સ્કંધ થાય. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, પાવતુ સાત વિભાગ થાય છે. જો બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુપુગલ અને એક તરફ છપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ દ્વિઅદેશિક સ્કંધ અને એક તરફ પંચપ્રદેશિક સ્કંધ થાય. યાવતુ જો તેના છ ભાગ થાય તો એક તરફ જુદા પાંચ પરમાણુપગલો અને એક તરફ એક દ્વિપ્રદે શિક સ્કંધ થાય. તથા જે તેના સાત ભાગ થાય તો જુદા જુદા સાત પરમાણુ યુગલો થાય. હે ભગવન્! આઠ પરમાણુપુદ્ગલો સંબન્ધ પ્રશ્ન. હે ગૌતમ! પ્રદેશનો એક સ્કંધ થાય. (જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આઠ વિભાગ થાય.) થાવત્ તેના બે વિભાગ થયા તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ સાત પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ બે પ્રદેશોનો એક સ્કંધ અને એક તરફ છ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પ્રદેશનો એક સ્કંધ અને એક તરફ પાંચ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા ચાર ચાર પ્રદેશના બે સ્કંધ થાય છે. યાવતુ જો તેના છ વિભાગ થાય તો એક તરફ જુદા પાંચ પરમાણુપુદ્ગલો અને એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુપુદ્ગલો અને એક તરફ બે ઢિપ્રદેશિક સ્કંધો થાય છે. જો તેના સાત વિભાગ થાય તો તો એક તરફ જુદા છ પરમાણુપુદ્ગલો અને એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. જો તેના આઠ વિભાગ થાય તો જુદાજુદા આઠ પરમાણુપુદ્ગલો થાય છે.
હે ભગવન્! નવ પરમાણુગલો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! નવપ્રદેશનો એક સ્કંધ થાય છે, અને જો તેના વિભાગ કરવામાં આવે તો (બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ કે) યાવતુ નવ વિભાગ થાય છે. તેના જો બે વિભાગ થાય તો એક તરફ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org