________________
૨૮૮૮
ભગવઈ - ૧૨/-/૪/પ૩૯ યાવદુ- વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા આનપ્રાણપુદ્ગલપરિવર્તે થયેલા છે ? અનન્તા થયેલા છે. કેટલા થવાના છે? અનન્તા થવાના છે.
fપ૪૦]હે ભગવન્! “ઔદારિકપુદ્ગલપરિવર્ત ઔદારિકપુદ્ગલપરિવર્ત એમ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! ઔદારિકશરીરમાં વર્તતા જીવે ઔદારિક- શરીરને યોગ્ય દ્રવ્યો દારિકશરીરપણે ગ્રહણ કરેલાં છે, સ્પલાં છે, કરેલાં છે, સ્થિર કરેલાં છે, સ્થાપન કરેલાં છે, અભિનિવિષ્ટ-સર્વથા લાગેલાં છે, સર્વથા પ્રાપ્ત થયેલાં છે, સર્વ અવયવવડે ગ્રહણ કરાયેલાં છે, પરિણામ પામેલાં છે, નિર્જરાયેલાં છે, જીવપ્રદેશથી નીકળેલાં છે, અને જીવપ્રદેશથી જૂદા થયેલાં છે, માટે તે હેતુથી. હે ગૌતમ ! એમ
ઔદારિકાદિવર્તતા જીવે વૈક્રિયશરીરને યોગ્ય પગલો કહેવાં, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. એ પ્રમાણે યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સુધી જાણવું. વિશેષ એ છે કે, ત્યાં “આનપ્રાણ યોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણે ગ્રહ્યાં છે' ઈત્યાદિ કહેવું, બાકી બધું પૂર્વની પેઠે જાણવું હે ભગવન્! ઔદારિકપુદ્ગલપરિવર્ત કેટલા કાળે નીપજે? હે ગૌતમ ! અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીવડે એ પ્રમાણે વૈક્રિયપુદ્ગલપરિવર્ત એ પ્રમાણે યાવતું આનપ્રાણપુદ્ગલ-પરિવર્ત પણ જાણવો. હે ભગવનું ! એ ઔદરિકપુલપરિવર્તના નિષ્પત્તિકાળમાં, યાવદ્આનપ્રાણપુદ્ગલપરિવર્તન નિષ્પત્તિ- કાળમાં કયો કાળ કોનાથી (અ) યાવતુ વિશેષાધિક છે ? સર્વથી થોડો કામણપુદ્ગલપરિવર્તનો તેનાથી અનન્તગુણ તૈજસપુદ્ગલ- પરિવર્તનો તેનાથી અનન્તગુણ ઔદારિકપુદ્ગલ પરિવર્તનો તેનાથી અનંતગુણ આનપ્રાણ પુદ્ગલોનો તેનાથી મનઃપુદ્ગલપરિવર્તનો અનન્તગુણ છે, તેનાથી વચનપુદ્ગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે, અને તેનાથી વૈક્રિયપુદ્ગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે.
[પ૪૧] હે ભગવનું ! એ ઔદરિકપુદ્ગલપરિવર્ત, યાવઆનપ્રાણપુદ્ગલપરિવર્ત-એઓમાં પરસ્પર કયા પુગલપરિવર્ત કોનાથી થાવવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા વૈક્રિયપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા વચનપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા મનપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા આન પ્રાણપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણ ઔદારિકપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા તેજસપુદ્ગલપરિવર્તે છે, અને તેનાથી અનન્તગુણ કાર્મણપુદ્ગલ પરિવત છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે.” [શતકઃ ૧૨-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] |
(ઉદ્દેશો-૫) [પ૪૨]રાજગૃહ નગરમાં (ગૌતમ)યાવઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-એ બધા કેટલાં વર્ણવાળા, કેટલા ગંધવાળા, કેટલારસવાળા, કેટલાસ્પર્શવાળા કહ્યા છે? હૈ ગૌતમ! તે પાંચ વર્ણવાળા, બે ગંધવાળા, પાંચરસવાળા અને ચા સ્પર્શવાળા કહ્યા છે. હે ભગવન્! ક્રોધ, કોપ, રોષ, અક્ષમાં સંજવલન, કલહ, ચાંડિક્ય મંડન (દંડાદિથી યુદ્ધ કરવું) અને વિવાદ-એ બધા કેટલા વર્ણવાળા, યાવતુ-કેટલા સ્પર્શવાળા કહ્યા છે.? હે ગૌતમ! પાંચ વર્ણવાળા-ઈત્યા દિ જેમ ક્રોધ સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org