________________
ભગવઇ - ૧૨/-/૪/૫૩૮
પરમાણુપુદ્ગલ અને એક તરફ એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય છે. એ પ્રમાણે એક એકનો સંચાર કરવો; યાવત્-અથવા એક તરફ એક ચાર પ્રદેશનો સ્કંધ અને એક તરફ પાંચ પ્રદેશનો સ્કંધ થાય છે. યાવત્ પાંચ ભાગ થાય તો એક તરફ જુદા ચાર પરમાણુઓ અને એક તરફ એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુઓ અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા એક ત્રણ પરમાણુપુદ્ગલો અને એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કંધો થાય છે. અથવા એક તરફ બે ૫રમાણુપુગલો, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધો અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ ચાર દ્વિપ્રદેશિક સ્કંધો થાય છે. યાવત્ આઠ ભાગ કરવામાં આવે તો એક તરફ સાત પરમાણુઓ અને એક તરફ દ્વિપ્રદે શિક એક સ્કંધ, હોય છે જો તેના નવ ભગ ક૨વામાં આવે તો જુદા નવ પરમાણુઓ હોય છે. હે ભગવન્ ! દસ ૫૨માણુઓ સંબન્ધુ પ્રશ્ન. (તેનો એક દસપ્રદેશિક સ્કંધ થાય છે. અને જો તેના વિભાગ કરવામાં આવે તો બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ વિભાગ થાય છે.) યાવત્ બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ અને એક તરફ નવ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ અષ્ટપ્રદેશિક એક સ્કંધ હોય છે. એ પ્રમાણે એક એકનો સંચાર કરવો; યાવતુઅથવા બે પંચપ્રદેશિક સ્કંધો થાય છે. યાવત્ તેના છ વિભાગ કરવામાં આવે તો એક તરફ જૂદા પાંચ પરમાણુઓ અને એક તરફ એક પંચપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ ચા૨પરમાણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ તથા એક તરફ એક ચતુષ્પ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ ચારપરમાણુપુદ્ગલો,અને એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુપુદ્ગલો, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક ત્રિપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલો અને એક તરફ ચાર દ્વિપ્રદેશિક સ્કન્ધો હોય છે. યાવત્ અને જો તેના દશ વિભાગ ક૨વામાં આવે તો જુદા દશ પરમાણુઓ થાય છે.
હે ભગવન્ ! સંખ્યાતા પરમાણુઓ એક સાથે મળે અને એક સાથે મળીને તેનું શું થાય ? હે ગૌતમ ! તેનો સંખ્યાતા પ્રદેશનો સ્કન્ધ થાય. જો તેનો ભેદ-વિભાગ થાય તો તેના બે, યાવત્ દસ કે સંખ્યાતા વિભાગ થાય. જો તેના બે ભગા કરવામાં આવે તો એક તરફ એક ૫૨માણુપુદ્ગલ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય છે અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય છે. એ પ્રમાણે યાવદ્ એક તરફ દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા બે સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. તેના ત્રણ વિભાગ કરવામાં આવે તો એક તરફ બે પરમાણુઓ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધહોયછે. અથવા એક તરફ એક પરમાણુ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાત પ્રદેશિકસ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, એક તરફ દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પર માણુપુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, અને એક તરફ બે સંખ્યાતપ્રદેશિક
૨૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org