________________
૨૮૦
ભગવઈ-૧૨-૧/૫૩૨ આ ભગવંત અનગારો ઈસમિતિયુક્ત, ભાષાસમિતિયુક્ત અને વાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ છે અને તેઓ અબુદ્ધજાગરિકા જાગે છે. તથા જે આ શ્રમણો પાસકો જીવાજીવને જાણનારા છે, યાવતું તેઓ સુદર્શનજાગરિકા જાગે છે. માટે તે હેતુથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે. કે જાગરિકા ત્રણ પ્રકારે છે.
પિ૩૩] ત્યાર બાદ તે શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! ‘ક્રોધને વશ હોવાથી પીડિત થયેલો જીવ શું બાંધે, શું કરે, શેનો ચય કરે અને શેનો ઉપચય કરે? હે શંખ ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલો જીવ આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ શિથિલ બન્ધનથી બાંધેલી હોય તો કઠિન બન્ધન વાળી કરે-ઈત્યાદિ સર્વ પ્રથમ શતકમાં કહેલા સંવરરહિત અનગારની પેઠે જાણવું, યાવતું તે સંવરરહિત સાધુ સંસારમાં ભમે છે. હે ભગવન્! માનને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, અને એજ પ્રમાણે માયાને વશ થવાથી અને લોભને વશ થવાથી પીડિત થયેલા જીવ સંબધે પણ જાણવું, યાવતુ તે સંસારમાં ભમે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ પ્રમણે વાત સાંભળી,અવધારી ભય પામ્યા, ત્રાસ પામ્યા, ત્રસિત થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા. તથા તેઓ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં શંખ શ્રમણોપાસક છે ત્યાં જઈ શંખ શ્રમણોપાસકને વાંદી, નમી એ અર્થને સારી રીતે જાણી વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યારબાદ તે શ્રમણોપાસકો યાવતુ પાછા ગયા. તેનો બાકી રહેલો વૃત્તાંત આલભિકાના શ્રમણોપાસકોની પેઠે જાણવો. ભગવનું ! તે શંખ શ્રમણોપાસક આપી દેવાનુપ્રિયની પાસે પ્રવ્રજ્યા લેવાને સમર્થ છે? બાકી બધું ઋષિભદ્ર પુત્રની પેઠે જાણવું. યાવતુ-તે સર્વ દુઃખોનો અન્ત કરશે. હે ભગવન! તે એ પ્રમાણે છે. હે ભગવન્!તે એ પ્રમાણે છે, એમ કહી વિહરે છે. શિતકઃ ૧૨-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ !
(- ઉદ્દેશક૨:-) [૩૪] તે કાલે, તે સમયે કૌશાંબી નામે નગરી હતી. ચન્દ્રાવતરણ ચૈત્ય હતું. તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રીનો પુત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, અને જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો ઉદાયના નામે રાજા હતો. તે કૌશાંબી નગરીમાં ઉદાયન રાજાની માતા ને જયંતી શ્રમણોપાસિ કાની ભોજાઈ મૃગાવતી નામે દેવી હતી. સુકુમાલ હાથપગવાળી-ઈત્યાદિ વર્ણન જાણવું, વળી તે કૌશાંબી નગરીમાં જયંતી નામે શ્રમણોપાસિકા હતી, જે સહસ્ત્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની ભગિની, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી દેવીની નણંદ અને શ્રમણ ભગવંત મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર હતી. તે સુકુમાલ, યાવતું જીવાજીવને જાણનારી યાવત્ વિહરતી હતી.
પિ૩પ તે કાલે, તે સમયે મહાવીર સ્વામી સમવસ, યાવતું પર્ષતુ પર્યપાસના કરે છે. ત્યાર બાદ તે ઉદાયન રાજા આ વાત સંભાળી હૃષ્ટ તુષ્ટ થયો, અને તેણે કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘજ કૌશાંબી નગરીને બહાર અને અંદર સાફ કરાવો-ઇત્યાદિ બધું કૂણિક રાજાની પેઠે કહેવું, આ વાત સાંભળી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org