________________
૨૬૪
ભગવઈ-૧૧/૧૦/૨૧૦ પ્રમાણે યાવતુ અલોક જાણવો. ભાવથી અધોલોકક્ષેત્રલોકમાં “અનંત વર્ણ પર્યવો છે' - ઈત્યાદિ જેમ સ્કંદકના અધિકારમાં કહ્યું છે તેમ જાણવું, એ પ્રમાણે વાવતું લોક સુધી જાણવું. ભાવથી અલોકમાં વર્ણપર્યવો નથી, યાવતુ અગુરુલઘુપર્યવો નથી, પણ એક અજીવદ્રવ્યનો દેશ છે અને તે સવકાશના અનંતમાં ભાગે ન્યૂન છે.
[૫૧૧] હે ભગવન્! લોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ! આ જંબૂદીપ નામે દ્વીપસર્વ દ્વીપો અને સમુદ્રોની અત્યંતર છે, યાવતુ પરિધિ યુક્ત છે. તે કાલે-તે સમયે મહર્વિક અને યાવતુ મહાસુખવાળા છ દેવો જંબૂઢીપમાં મેરુપર્વતને વિષે મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ વીંટાઈને ઉભા રહે, અને નીચે મોટી ચાર દિકુમારીઓ ચાર બલિપિંડને ગ્રહણ કરીને જંબૂદ્વીપની ચારે દિશામાં બહાર મુખ રાખીને ઉભી રહે, પછી તેઓ તે ચારે બલિપિંડને એક સાથે બહાર ફેંકે, તોપણ હે ગૌતમ ! તેમાંનો એક એક દેવા તે ચાર બલિપિંડને પૃથિવી ઉપર પડ્યા પહેલાં શીધ્ર ગ્રહણ કરવા સમર્થ છે. હે ગૌતમ!. એવી ગતિવાળા તે દેવોમાંથી એક દેવ ઉત્કૃષ્ટ યાવત્ ત્વરિત દેવગતિવડે પૂર્વ દિશા તરફ ગયો, એક દક્ષિણ દિશા તરફ ગયો, એક પશ્ચિમ દિશામાં, એક ઉત્તર દિશામાં, એક ઊર્ધ્વ દિશામાં અને એક દેવ અધોદિશામાં ગયો. હવે તે કાલે તે સમયે હજાર વર્ષના આયુષવાળો એક બાળક ઉત્પન્ન થયો. ત્યારપછી તે બાળકના માતાપિતા મરણ પામ્યા, તોપણ તેટલા વખત સુધી પણ તે ગએલા દેવો લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારબાદ તે બાળકનું આયુષ ક્ષીણ થયું-પૂરું થયું, તોપણ તે દેવો લોકાન્તને પ્રાપ્ત કરી શકતા નથી. પછી તે બાળકના અસ્થિ અને મજ્જા નાશ પામ્યા, તોપણ તે દેવો લોકના અંતને પામી શકતા નથી, ત્યારબાદ સાત પેઢી સુધી તેના કુલવંશ નષ્ટ થયા, તોપણ તે દેવો લોકાંતને પ્રાપ્ત કરી શકતા નથી. પછી તે બાળકનું નામ ગોત્ર પણ નષ્ટ થયું તોપણ તે દેવો લોકના અંતને પામી શકતા નથી. જો એમ છે તો હે ભગવન્! તે દેવોએ ઓળંગેલો માર્ગ ઘણો છે કે ઓળંગ્યા વિનાનો માર્ગ ઘણો છે? હે ગૌતમ ! તે દેવો વડે ઓળંગાયેલ-ક્ષેત્ર વધારે છે, પણ નહિ ઓળંગાયેલું-ક્ષેત્ર વધારે નથી. ઓળંગેલથી નહીં ઓળંગેલ ક્ષેત્ર અસંખ્યાતમા ભાગે છે. અને ન ઓળંગેલથી ઓળંગેલ ક્ષેત્ર અસંખ્યાત. ગુણ છે. હે ગૌતમ! લોક એટલો મોટો કહ્યો છે.
હે ભગવન્! અલોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ ! “આ મનુષ્યક્ષેત્ર લંબાઈ અને પહોળાઈમાં પીસ્તાળીશ લાખ યોજન છે -ઈત્યાદિ જેમ સ્કંદકના અધિકારમાં કહ્યું છે તેમ જાણવું, યાવતુ તે પરિધિયુક્ત છે. તે કાલે તે-સમયે દસ મહર્વિક દેવો પૂર્વની પેઠે તે મનુષ્ય લોકની ચારે બાજુ વીંટાઈને ઉભા રહે. તેની નીચે મોટી આઠ દિકુમારીઓ આઠ બલિપિંડને માનુષોત્તરપર્વતની ચારેદિશામાં અને ચારેવિદિશામાં બાહ્યાભિમુખ ઉભી રહે અને માનુષોત્તર પર્વતની બાહરની દિશામાં ફેંકે, તો તેમાંનો કોઈ પણ એક દેવ તે આઠ બલિપિંડોને પૃથિવી ઉપર પડ્યા પહેલાં શીધ્ર સંહરવા સમર્થ છે. તે દેવો ઉત્કૃષ્ટ, થાવ ત્વરિતદેવગતિથી લોકના અંતમાં ઉભા રહી અસત્ કલ્પના વડે એક દેવ પૂર્વ દિશા તરફ જાય, એક દેવ દક્ષિણપૂર્વ તરફ જાય, અને એ પ્રમાણે યાવતું એક દેવ અધોદિશા તરફ જાય; તે કાલે-તે સમયે લાખ વર્ષના આયુષવાળા એક બાળકનો જન્મ થાય, પછી તેના માતા-પિતા મરણ પામે તોપણ તે દેવો અલોકના અન્તને પ્રાપ્ત કરી શકતા નથી-ઇત્યાદિ પૂર્વવતું નહિ ગમન કરાયેલા ક્ષેત્ર કરતાં ગમન કરાયેલું ક્ષેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org