________________
શતક-૧૧, ઉદેસો-૧૦
૨૬૫ અનંતમે ભાગે છે. હે ગૌતમ! અલોક એટલો મોટો કહ્યો છે.
પિ૧૨] હે ભગવનું ! લોકના એક આકાશપ્રદેશમાં જે એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે, યાવતુ પંચેન્દ્રિયના પ્રદેશો અને અનિદ્રિયના પ્રદેશો છે તે શું બધા પરસ્પર બદ્ધ છે, અન્યોન્ય પૃષ્ટ છે, યાવદ્ અન્યોન્ય સંબદ્ધ છે? વળી હે ભગવન્! તે બધા પરસ્પર એક બીજાને કાંઈ પણ બાધા (પીડા) વ્યાબાધા વિશેષ પીડા) ઉત્પન્ન કરે, તથા અવય વનો છેદ કરે? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જેમ શૃંગારના આકાર સહિત સુન્દર વેષવાળી અને સંગીતાદિને વિષે નિપુણતાવાળી કોઈ એક નર્તકી હોય અને તે સેંકડો અથવા લાખો માણસોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીશ પ્રકારના નાટ્યોમાંનું કોઈ નાટ્ય દેખાડે તો તે પ્રેક્ષકો શું તે નર્તકીને અનિમેષ દ્રષ્ટિથી ચોતરફ જુએ? હા, ભગવન્! જુએ. તો હે ગૌતમ! તે પ્રેક્ષકોની દ્રષ્ટિઓ શું તે નર્તકીને વિષે ચારે બાજુથી પડેલી હોય છે? હા, પડેલી હોય છે. હે ગૌતમ! પ્રેક્ષકોની તે દ્રષ્ટિએ તે નર્તકીને કાંઈ પણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે, અથવા તેના અવયવનો છેદ કરે ? હે ભગવન્! એ અર્થ યોગ્ય નથી. અથવા તે નર્તકી તે પ્રેક્ષકોની દ્રષ્ટિઓને કંઈ પણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે અથવા તેના અવયવનો છેદ કરે ? એ અર્થ યથાર્થ નથી. અથવા તે દ્રષ્ટિઓ પરસ્પર એક બીજી દ્રષ્ટિઓને કાંઇપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે, અથવા તેના અવયવનો છેદ કરે ? એ અર્થ યથાર્થ નથી. તે હેતુથી એમ કહેવાય છે કે યાવતુ અવયવનો છેદ કરતા નથી.'
[૫૧૩] હે ભગવનું ! લોકના એક આકાશપ્રદેશમાં જઘન્યપદે રહેલા જીવ પ્રદેશો, ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશો, સર્વજીવોમાં કોણ કોના કરતાં યાવદ્ વિશેષાધિક છે? હે ગૌતમ! લોકના એક આકાશપ્રદેશમાં જઘન્ય પદે રહેલા જીવપ્રદેશો સૌથી થોડા છે, તેના કરતાં સર્વ જીવ અસંખ્યાત ગુણ છે, તે કરતાં ઉત્કૃષ્ટ પદે રહેલા જીવપ્રદેશો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમજ છે. તે એમજ છે, એમ કહી યાવત્ વિહરે છે. શતક: ૧૧-ઉદેસો ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૧૧ - [૧૪] તે કાલે, તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. દૂતિપલાશક ચૈત્ય હતુ. થાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો; તે આત્ય-ધનિક, યાવતુ અપરિભૂત-તેવો, જીવા-જીવતત્ત્વનો જાણનાર શ્રમણોપાસક હતો. ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા. યાવતું પર્ષદ્ પર્યાપાસના કરે છે. ત્યારબાદ મહાવીરસ્વામી આવ્યાની આ વાત સાંભળી સુદર્શનશેઠ હર્ષિત અને સંતુષ્ટ થયા, અને સ્નાન કરી, બલિકર્મ યાવતું મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, સર્વ અલંકારથી વિભૂષિત થઇ, પોતાના ઘેરથી બહાર નીકળે છે, બહાર નીકળીને માથે ધારણ કરાતા કોરેટકપુષ્પની માળાવાળા છત્ર સહિત પગે ચાલીને ઘણામનુષ્યોના સમુદાયરૂપ-બન્ધનથી વિંટાયેલા તે સુદર્શનશેઠ વાણિજ્યગ્રામનગરની વચ્ચોવચ થઈને નીકળે છે. જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે, “સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો- ઇત્યાદિ જેમ ઋષભદત્તના પ્રકરણમાં કહ્યું છે તેમ અહીં જાણવું,યાવતું તે સુદર્શન શેઠ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org