________________
૨૭૨
ભગવઈ-૧૧-/૧૧/પ૨૧ બહાર નીકળી જકાત રહિત, કરરહિત, પ્રધાન, આપવા યોગ્ય વસ્તુરહિત, માપવાયોગ્ય વસ્તુરહિત, મેયરહિત, સુભટના પ્રવેશરહિત, દંડ તથા કુદંડરહિત, અધિરિમયુક્તદેવારહિત, ઉત્તમ મણિકાઓ અને નાટકીયાઓથી યુક્ત, અનેક તાલાનુચરો વડે યુક્ત, નિરતર વાગતાં મૃદંગોસહિત, તાજા પુષ્પોની માલા યુક્ત, પ્રમોદ સહિત, અને ક્રીડા યુક્ત એવી સ્થિતિ પતિતા-પુત્રજન્મમહોત્સવ પુર અને દેશના લોકો સાથે મળીને દસ દિવસ સુધી કરે છે. ત્યાર બાદ દસ દિવસ સુધી ઉત્સવ ચાલુ હતો ત્યારે તે બલ રાજા સો રૂપિયાના, હજાર રૂપિયાના અને લાખ રૂપિયાના ખર્ચવાળા ભાગો, દાનો અને દ્રવ્યના અમુક ભાગોને દેતો અને દેવડાવતો તથા સો રૂપિયાના, હજાર રૂપિયાના તથા લાખ રૂપિયાના લાભને મેળવતો, મેળવાવતો એ પ્રમાણે રહે છે. ત્યાર બાદ તે છોકરાના માતાપિતા પ્રથમ દિવસે કુલની મર્યાદા પ્રમાણે ક્રિયા કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે, છ દિવસે ધર્મજાગરણ કરે છે અને અગ્યારમો દિવસ વીત્યા બાદ અશુચિ જાતકર્મ કરવાનું નિવૃત્ત થયા પછી બારમે દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને અખાદિમ પદાર્થોને તૈયાર કરાવે છે, અને જેમ શિવ રાજા સંબધે કહ્યું તેમ ક્ષત્રિયોને આમંત્રે છે. ત્યાર પછી સ્નાન તથા બલિકમ કરી ઈત્યાદિ પૂર્વોક્ત યાવતું મહાબલ' એવું નામ કરે છે.
ત્યાર પછી તે મહાબલ નામે પુત્રનું પાંચ ધાવો વડે પાલન કરાયું. તે પાંચ ધાવો આ પ્રમાણે છે-ક્ષીરધાત્રી, એ પ્રમાણે બધું દ્રઢ પ્રતિજ્ઞાની પેઠે જાણવું. યાવતુ તે કુમાર વાયુરહિત અને નિવ્યઘિાત સ્થાનમાં અત્યંત સુખપૂર્વક વૃદ્ધિ પામે છે, પછી તે મહા બલના માતાપિતાએ જન્મના દિવસથી માંડી અનુક્રમે સ્થિતિપતિતા, સૂર્યચંદ્રનું દર્શન, ધર્મજાગરણ, નામકરણ, ભાંખોડીયા ચાલવું, પગે ચાલવું, જમાડવું, કોળીઆ વધારવા, બોલાવવું, કાન વિંધાવવા, વર્ષગાઠ કરવી, ચૂડા-શિખા રખાવવી, ઉપનયન-શીખવવું એ બધાં અને એ સિવાય બીજા ઘણા ગર્ભાધાન, જન્મ વગેરે કૌતુકો કરે છે. ત્યાર પછી તે મહાબલ કુમારને તેના માતાપિતા આઠ વરસથી અધિક ઉમરનો જાણી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં ભણવા મોકલે છે)-ઇત્યાદિ બધું દૃઢપ્રતિજ્ઞની પેઠે કહેવું, યાવતું તેને વિષયોપભોગને યોગ્ય જાણી તેના માતા પિતા તેને માટે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તૈયાર કરાવે છે, તે પ્રાસાદઅતિશય ઉંચા, જાણે હસતા હોય-ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. પ્રેક્ષાગૃહ અને મંડપના વર્ણનની પેઠે જાણવું, થાવત્ તે સુન્દર હતું
પિ૨૨] ત્યાર પછી બીજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તમાં જેણે સ્નાન, બલિકર્મ-પૂજા, રક્ષા આદિ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કર્યું છે એવા મહાબલ કુમારને સર્વ અલંકારથી વિભૂષિત કરી સધવા સ્ત્રીઓએ કરેલા અભંજન-વિલેપન, સ્નાન, ગીત, વાચિત્ર, મંડન, આઠ અંગમાં તિલક અને કંકણ પહેરાવી મંગલ અને અશીવદપૂર્વક ઉત્તમ રક્ષા વગેરે કૌતુકરૂપ અને સરસવ વગેરે મંગલરૂપ ઉપચાર વડે શાંતિકર્મ કરી, યોગ્ય, સમાનત્વચાવાળી, સમાન ઉમરવાળીસ સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણથી યુક્ત, વિનીત, જેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરેલું છે એવી સમાન રાજકુલથી આણેલી એવી, ઉત્તમ, રાજાની આઠ શ્રેષ્ઠ કન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org