________________
શતક-૧૧, ઉદેસો-૧૧
૨૭૧ અનગાર થશે. એમ કહી પ્રભાવતી દેવીની તે પ્રકારની ઈષ્ટ, કાંત, પ્રિય એવી વાવ મધુર વાણીવડે બે વાર અને ત્રણ વાર પણ પ્રશંસા કરે છે.
- ત્યારબાદ તે પ્રભાવતી બલ રાજાની પાસેથી એ વાતને સાંભળીને અવધારીને હર્ષવાળી, અને સંતુષ્ટ થઈ યાવતુ હાથ જોડી બોલી હદેવાનુપ્રિય ! એ એ પ્રમાણે જ છે થાવત્ એમ કહી યાવતું તે સ્વપ્નને સારી રીતે ગ્રહણ કરે છે. ત્યાર પછી બલરાજાની અનુમતિથી અનેક પ્રકારના મણી અને રત્નની કારીગરીથી યુક્ત તથા વિચિત્ર એવા તે ભદ્રાસનથી ઉઠી ત્વરારહિત, અચપલપણે યાવતુ હંસસમાનગતિ વડે જ્યાં પોતાનું ભવન છે ત્યાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી સ્નાન કરી, બલિકર્મ કરી, યાવતું. સર્વ અલંકારથી વિભૂષિત થઇ તે ગર્ભને અતિશીત નહિ, અતિઉષ્ણ નહિ, અતિ તિક્ત નહિ, અતિકટુ નહિ, અતિ તુરા નહિ, અતિખાટાં નહિ, અને અતિમધુર નહિ એવા. તથા દરેક ઋતુમાં ભોગવતાં સુખકારક એવા ભોજન, આચ્છાદન ગંધ અને માલા વડે તે ગર્ભને હિતકર, મિત, પથ્ય અને પોષણરૂપ છે તેવા આહારને યોગ્ય દેશ અને યોગ્ય કાળે ગ્રહણ કરતી, તથા પવિત્ર અને કોમળ શયન અને આસનવડે એકાન્તમાં સુખરૂપ અને મનને અનુકૂલ એવી વિહારભૂમિવડે પ્રશસ્ત, સંપૂર્ણ દોહદવાળી, સન્માનિત દોહદ વાળી, જેનો દોહદ તિરસ્કાર પામ્યો નથી એવી, દોહદરહિત, દૂર થયેલા દોહદવાળી, તથા રોગ, મોહ, અને પરિત્રાસ રહિત તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકમાલહાથ-પગવાળાને દોષરહિત પ્રતિપૂર્ણપંચેન્દ્રિય યુક્ત શરીરવાળા, તથા લક્ષણ, વ્યંજન અને ગુણથી યુક્ત, યાવતુ ચંદ્રમાનસૌમ્ય આકારવાળા, કાંત, પ્રિયદર્શન સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો.
- ત્યારબાદ તે પ્રભાવતીદેવીની સેવા કરનાર દાસીઓ તેને પ્રસવ થયેલો જાણી જ્યાં બલરાજા છે ત્યાં આવી હાથ જોડી યાવતુ બલ રાજાને જય અને વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવીની પ્રીતિ માટે આ (પુત્રજન્મરૂપ) પ્રિય નિવેદન કરીએ છીએ, અને તે આપને પ્રિય થાઓ.' ત્યાર બાદ તે બલ રાજા શરીરની શુશ્રુષા કરનાર દાસીઓ પાસેથી એ વાત સાંભળી અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવત્ રોમાંચિત થઈ તે અંગરક્ષિકા દાસીઓને મુકુટ સિવાય પહેરેલ સર્વ અલંકાર આપે છે. આપીને તે રાજા શ્વેત રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કલશને લઈ તે દાસીઓના મસ્તક ધુએ છે, મસ્તકને ધોઈને તેઓને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપી સત્કાર અને સન્માન કરી વિસર્જિત કરે છે.
[પ૨૧] ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! તમે શીધ્ર હસ્તિનાપુર નગરમાં કેદીઓને મુક્ત કરો, મુક્ત કરીને માન (માપ) અને ઉન્માનને તોલાને) વધારો; ત્યાર બાદ હસ્તિનાગપુર નગરની બહાર અને અંદરના ભાગમાં છંટકાવ કરો, સાફ કરો, સંમાર્જિત કરો, અને લીંપો; તેમ કરી અને કરાવીને સહસ્ર યૂપોનો અને સહસ્ર ચક્રોનો પૂજા, મહામહિમા અને સત્કાર કરો, એ પ્રમાણે કરી મારી આ આજ્ઞા પાછી આપો. ત્યાર બાદ તે બલ રાજાના કહેવા પ્રમાણે કરી તે કૌટુંબિક પરષો તેની આજ્ઞા પાછી આપે છે. ત્યાર પછી તે બલ રાજા જ્યાં વ્યાયામશાલા છે ત્યાં આવે છે, ત્યાં આવીને-ઈત્યાદિ પૂર્વવતુ કહેવું. યાવત્ સ્નાનગૃહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org