________________
૨૬૩
શતક-૧૧, ઉદેસો-૧૦ છે, "નીચે પહોળો, મધ્યભાગમાં સંક્ષિત"- ઈત્યાદિ સાતમા શતકના પ્રથમ ઉદેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. યાવત્ “સર્વ દુઃખોનો અન્ત કરે છે'. હે ભગવન! અલોક કેવા આકાર કહ્યો છે? હે ગૌતમ! અશોક પોલા ગોળાને આકારે કહ્યો છે. હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોક શું જીવરૂપ છે, જીવદેશરૂપ છે, જીવપ્રદેશરૂપ છે ઈત્યાદિ ? હે ગૌતમ ! જેમ એન્ટ્રી દિશા સંબધે કહ્યું છે તે પ્રમાણે સર્વ અહિં જાણવું. હે ભગવનું તિર્યશ્લોક શું જીવરૂપ છે ઇત્યાદિ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે ઊર્ધ્વલોકક્ષેત્રલોક સંબધે પણ જાણવું પરન્તવિશેષએછેકેઊર્ધ્વલોકમાંઅરૂપીદ્રવ્યછપ્રકારે છે, કારણકે ત્યાં અદ્ધા સમય નથી.
હે ભગવન્! લોક શું જીવ છે ઈત્યાદિ ? બીજા શતકના અસ્તિઉદ્દેશકમાં લોકા કાશને વિષે કહ્યું છે તે પ્રમાણે જાણવું. પરંતુ વિશેષ એ છે કે અહિં અરૂપી સાત પ્રકારે જાણવા, યાવદ્ “અધમસ્તિકાયના પ્રદેશોનો આકાશાસ્તિકાયરૂપ, આકાશાસ્તિકાય નો દેશ, આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. હે ભગવન્! અલોક શું જીવ છે ઈત્યાદિ? જેમ અસ્તિકાયુદૃશકમાં અલો- કાકાશને વિષે કહ્યું છે તે પ્રમાણે અહીં જાણવું, હે ભગવન ! અધોલોકક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવો જીવના દેશો, અજીવો, અજીવોના દેશો અને અજીવના પ્રદેશો છે ? હે ગૌતમ! જીવો નથી, પણ જીવો ના દેશો, જીવોના પ્રદેશો, અજીવો, અજીવના દેશો અને અજીવના પ્રદેશો છે. તેમાં ત્યાં જે જીવોના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિયજીવોના દેશો છે અથવા એકેન્દ્રિય જીવોના દેશો અને બેઇન્દ્રિય જીવનો દેશ છે, અથવા એકેન્દ્રિય જીવોના દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. એ પ્રમાણે મધ્યમ ભંગરહિત બાકીના વિકલ્પો યાવત્ અનિદ્રિયો-સિદ્ધો સંબધે જાણવા. તથા ત્યાં જે જીવના પ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો અને એક બેઈન્દ્રિય જીવના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો અને બેઇન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે યાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય અને અનિદ્રિયો સંબધે પ્રથમ ભંગ સિવાય ત્રણ ભાંગા જાણવા. તથા ત્યાં જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે. રૂપિઅજીવ અને અરૂપિઅજીવ. તેમાં રૂપિઅજીવો પૂર્વ પ્રમાણે જાણવા. અને જે અરૂપિઅજીવો છે તે પાંચ પ્રકારના કહ્યા છે, નોધમસ્તિકાય ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયનો પ્રદેશ, એ પ્રમાણે અધમસ્તિકાય સંબધે પણ જાણવું. અને અદ્ધા સમય.
હે ભગવન્! તિગ્લો કક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશમાં શું જીવો છે? ઈત્યાદિ જેમ અધોલોકક્ષેત્રલોકના સંબધે કહ્યું તેમ અહીં બધું જાણવું. એ પ્રમાણે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશને વિષે પણ જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, ત્યાં અદ્ધા સમય નથી, માટે અરૂપી ચાર પ્રકારના છે, લોકના એક આકાશપ્રદેશમાં અધોલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશમાં જેમ કહ્યું છે તેમ જાણવું. અલોકના એક આકાશ પ્રદેશ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! ત્યાં “જીવો નથી, જીવ દેશો નથી”-ઈત્યાદિ પૂર્વવત હે ભગવન્! દ્રવ્યથી અધોલોકક્ષેત્રલોકમાં અનન્ત જીવ દ્રવ્યો છે, અનંત અજીવ દ્રવ્યો છે અને અનંત જીવાજીવ દ્રવ્યો છે. એ પ્રમાણે તિર્યશ્લોકક્ષેત્રલોકમાં તથા ઊર્ધ્વલોકક્ષેત્ર લોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવ દ્રવ્યો નથી, અજીવ દ્રવ્યો નથી અને જીવા જીવદ્રવ્યો નથી, પણ એક અજીવદ્રવ્યનો દેશ છે, યાવતુ સવકાશના અનંતમાં ભાગે જૂન છે. કાલથી અધોલોકક્ષેત્રલોક કોઈ દિવસ ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org