________________
૨૬૧
શતક-૧૧, ઉદેસો-૯ જતા ઘણા માણસોનો શબ્દ સાંભળે છે હે દેવાનુપ્રિયો ! શિવ રાજર્ષિ એમ કહે છેયાવતું એમ પ્રરૂપે છે-હે દેવાનુપ્રિયો ! મને અતિષયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને યાવતું સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર પછી દ્વીપો અને સમુદ્રો નથી,' તો એ પ્રમાણે કેમ હોય? ત્યાર પછી ભગવાન ગૌતમે ઘણા માણસો પાસે આ વાત સાંભળી, અવધારી શ્રદ્ધાવાળા થઈ યાવતુ શ્રમણ ભગવંત મહાવીરને પૂછ્યું હે ભગવનું ! શિવરાજર્ષિ કહે છે કે-થાવતુ સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી કાંઈ નથી' તો એ પ્રમાણે કેમ હોઈ શકે? હે ગૌતમ ! ઘણા માણસો જે પરસ્પર એ પ્રમાણે કહે છે,-ઈત્યાદિ બધું કહેવું,તે મિથ્યા છે. હે ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું. યાવતુ પ્રરૂપું છું-એ પ્રમાણે જબૂઢીપાદિ દ્વીપો અને લવણાદિ સમુદ્રો બધા આકારે એક સરખા છે, પણ વિશાલતાએ દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા હોવાથી અનેક પ્રકારના છે-ઈત્યાદિ સર્વે
જીવાભિગમ'માં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ આ તિર્યશ્લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે.
હે ભગવન્! જંબૂદ્વીપ નામે દ્વિીપમાં વર્ણવાળાં, વર્ણરહિત, ગંધવાળાં, ગંધરહિત, રસવાળાં, રસરહિત, સ્પર્શવાળાં અને સ્પર્શરહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અનન્ય સૃષ્ટ યાવદુ અન્યોન્ય સંબદ્ધ છે ? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! લવણ સમુદ્રમાં વર્ણવાળાં, વણવિનાના, ગંધવાળાં, ગંધ વિનાના, રસવાળાં, રસવિનાના, સ્પર્શવાળા ને સ્પર્શવિનાના દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ધાતકિખંડમાં અને એ પ્રમાણે વાવતુ સ્વયંભૂરમણ સમુદ્રમાં વર્ણવાળાં ને વર્ણરહિત ઇત્યાદિપૂર્વોક્ત દ્રવ્યો પરસ્પર સંબદ્ધ છે ઈત્યાદિ યાવતું? હે ગૌતમ! હા, છે ત્યાં સુધી જાણવું. ત્યારબાદ તે અત્યન્ત મોટી અને મહત્વ યુક્ત પરિષદ્ શ્રમણ ભગ વાન મહાવીર પાસેથી એ અર્થ સાંભળી અને અવધારી હૃષ્ટ તુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી જે દિશામાંથી આવી હતી તે દિશામાં ગઈ. ત્યારબાદ હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવત્ બીજા ભાગમાં ઘણા માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતું પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ જે એમ કહે છે- યાવતુ પ્રરૂપે છે-હે દેવાનુપ્રિયો ! યાવતુ બીજા દીપ-સમુદ્રો નથી; તે તેનું કથન યથાર્થ નથી. શ્રમણ ભગવાનું મહાવીર એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે કે –તે મિથ્યા છે, યાવતુ શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે કે વાવતુ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો કહ્યા છે.”
ત્યારબાદ તે શિવરાજર્ષિ ઘણામાણસો પાસેથી એ વાતને સાંભળીને અને અવધારીને શંકિત કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયા, અને શિવરાજર્ષિનું વિભંગ નામે અજ્ઞાન તરતજ નાશ પામ્યું. ત્યાર પછી તે શિવરાજર્ષિને આવા પ્રકારનો આ સંકલ્પ યાવતું ઉત્પન્ન થયો-“એ પ્રમાણે શ્રમણભગવાનુમહાવીર ધર્મની આદિ કરનારા, તીર્થંકર, યાવતુ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, અને તેઓ આકાશમાં ચાલતા ધર્મચક્રવર્ડ યાવતુ સહસ્રામ્રવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી યાવદ્ વિહરે છે. તો તેવા પ્રકારના અરિહંતભગવંતોના નામ ગોત્રનું શ્રવણ કરવું તે મહાફળવાળું છે, તો અભિગમન વંદનાદિ માટે તો શું કહેવું?-ઈત્યાદિ ઉવવાઈમાં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવું મહા ફલવાળું છે, તો તેના વિપુલ અર્થનું અવધારણ કરવા માટે તો શું કહેવું ? તેથી હું શ્રમણ ભગવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org