________________
૨૦
ભગવઈ-૧૧/૯૫૭ કરે છે હોમ કરીને ચર-બલિ તૈયાર કરે છે, અને બલિથી વૈશ્વદેવની પૂજા કરે છે, ત્યારબાદ અતિથિની પૂજા કરી તે શિવ રાજર્ષિ પોતે આહાર કરે છે.
પિ૦૮] ત્યારબાદ તે શિવરાજર્ષિ ફરીવાર છઠ્ઠ તપ કરીને વિહરે છે, પછી તે શિવરાજર્ષિ આતાપનાભૂમિથી ઉતરીય વલ્કલનું વસ્ત્ર પહેરે છે, ઈત્યાદિ બધું પ્રથમ પારણાની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે બીજા પારણા વખતે દક્ષિણ દિશાને " પ્રોષિત કરે-પૂજે, તેમ કરીને એમ કહે કે “દક્ષિણદિશાના (લોકપાલ) યમ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થએલા શિવરાજર્ષિનું રક્ષણ કરો' ઇત્યાદિ સર્વ પૂર્વવત્ કહેવું, યાવતું પોતે આહાર કરે છે. પછી તે શિવરાજર્ષ ત્રીજા છઠ્ઠ તપને સ્વીકારી વિહરે છે, તેના પારણાની બધી હકીકત પૂર્વની પેઠે જાણવી, પરંતુ વિશેષ એ છે કે, પશ્ચિમ દિશાનું પ્રોક્ષણ-પૂજન-કરે, અને એમ કહે કે પશ્ચિમ દિશાના લોકપાલ) વરુણ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. પછી તે શિવરાજર્ષિ ચોથા છઠ્ઠના તપને સ્વીકારી વિહરે છે-ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. પરન્તુ (ચોથે પારણે) ઉત્તર દિશાને પૂજે છે, અને એમ કહે છે કે “ઉત્તર દિશાના (લોકપાલ) વૈશ્રમણ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવરાજર્ષિનું રક્ષણ કરો, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું, યાવતુ ત્યાર પછી પોતે આહાર કરે છે.
એ પ્રમાણે નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાથી દિક્યક્રવાલ તપ કરતા, યાવતુ આતાપના લેતા તે શિવરાજષિને પ્રકૃતિને ભદ્રતા અને પાવ૬ વિનીતતાથી અન્ય કોઈ દિવસે તેના આવરણભૂત કર્મોના ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણ કરતા વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે ઉત્પન્ન થયેલા તે વિર્ભાગજ્ઞાન વડે આ લોકમાં સાત દ્વીપો અને સાત સમુદ્રો જુએ છે, તે પછી આગળ જાણતા નથી, કે જોતા નથી. ત્યારબાદ તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, “મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન થયું છે, અને એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, અને ત્યારપછી દ્વીપો અને સમુદ્રો નથી'- એમ વિચારે છે, વિચારીને આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, અને વલ્કલનાં વસ્ત્રો પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવી અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં અને કડછા યાવત્ બીજા ઉપકરણો અને કાવડને ગ્રહણ કરે છે, અને જ્યાં હસ્તિનાપુરનગર છે અને જ્યાં તાપસોનું કાવત્ આશ્રમ છે ત્યાં આવે છે, આવીને ઉપકરણ વગેરેને મૂકે છે, અને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યાવદ્ રાજમાર્ગોમાં ઘણા માણસોને એમ કહે છે, થાવ પ્રરૂપે છે કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં એ પ્રમાણે સાત દ્વીપો અને સાસુ સમુદ્રો છે, ત્યારબાદ તે શિવરાજર્ષિ પાસેથી એ પ્રકારનું વચન સાંભળી, અવધારી હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યવદ્ રાજમાર્ગોમાં ઘણા માણસો પરસ્પર એમ કહે છે- યાવત્ એમ પ્રરૂપે છેડે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે-ચાવતુ પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, યાવતું એ પ્રમાણે એ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર પછી નથી, તે એમ કેવી રીતે હોય?
તે કાલે-તે સમયે મહાવીરસ્વામી સમોસ, પર્ષદુ પણ પાછી ગઈ. તે કાલે-તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર યાવત્ ભિક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org