________________
૨૬૬
ભગવાઈ-૧૧/-/૧૧/૫૧૪ પ્રકારની પર્યાપાસના વડે પર્યપાસે છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન શેઠને અને તે મોટામાં મોટી સભાને ધર્મકથા કહી, યાવતું તે સુદર્શન શેઠ આરાધક થાય છે. ત્યાર પછી સુદર્શન શેઠ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ ઉભા થાય છે, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, યાવત્ નમસ્કાર કરી પૂછ્યું- હે ભગવન્! કાલ કેટલા પ્રકારનો કહ્યો છે? હે સુદર્શન ! ચાર પ્રકારનો.-પ્રમાણ કાલ યથાયુનિવૃત્તિકાલ, મરણ કાલ, અને અદ્ધાકાલ. હે ભગવનું ! પ્રમાણ કાલ કેટલા પ્રકારે છે ? બે પ્રકારનો.-દિવસપ્રમાણકાલ અને રાત્રીપ્રમાણેકલ, ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પૌરષી દિવસની, કે રાત્રીની થાય છે. તથા જઘન્ય-ન્હાનામાં ન્હાની પૌરષી દિવસ કે રાત્રિની ત્રણ મુહૂર્તની થાય છે.
[૧૫] હે ભગવન! જ્યારે દિવસે કે રાત્રીએ સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ ઘટતી ઘટતી દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી થાય ? અને જ્યારે દિવસે કે રાત્રી ત્રણ મુહૂર્તની નાનામાં નાની પૌરષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતી દિવસ અને રાત્રીની સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરષી થાય ? હે સુદર્શન! જ્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહુર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીસમા ભાગ જેટલી ઘટતી ઘટતી દિવસ અને રાત્રીની જઘન્ય ત્રણ મુહૂર્તની પોષી થાય છે, અને જ્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે ત્યારે મુહૂર્તના એકસો બાવીશમાં ભાગ જેટલી વધતી દિવસે અને રાત્રીએ સાડાચારમુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી થાય છે. હે ભગવન્! ક્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરષી હોય, અને ક્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય ? હે સુદર્શન ! જ્યારે અઢારમુહૂર્તનો મોટો દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે, અને રાત્રીની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે. તથા જ્યારે અઢારમુહૂર્તની મોટી રાત્રી હોય અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય ત્યારે સાડા ચાર મુહૂર્તની રાત્રિનો ઉત્કૃષ્ટ પૌરુષી અને ત્રણ મુહૂર્તની દિવસની જઘન્ય પૌરુષી હોય છે.
' હે ભગવન્! અઢાર મુહૂર્તનો મોટો દિવસ, અને બાર મુહૂર્તની નાની રાત્રી ક્યારે હોય?" તથા અઢાર મુહૂર્તની મોટી રાત્રી અને બાર મુહૂર્તનો નાનો દિવસ ક્યારે હોય? હે સુદર્શન ! આષાઢ પૂર્ણિમાને વિષે અઢાર મુહુર્તનો મોટો દિવસ અને બાર મુહુર્તની નાની રાત્રી હોય છે. તથા પોષમાસની પૂર્ણિમાને સમયે અઢાર મુહૂર્તની મોટી રાત્રી ને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે. હે ભગવન્! દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હોય? હા, હોય. ક્યારે? જ્યારે ચૈત્રી પૂનમ અને આસો માસની પૂનમ હોય ત્યારે દિવસ ને રાત્રી બન્ને સરખાં હોય છે. ત્યારે પંદર મુહૂર્તની રાત્રી અને રાત્રીની મુહૂર્તના ચોથા ભાગે ન્યૂન ચાર મુહૂર્તની પૌરષ હોય છે. એ પ્રમાણકાલ કહ્યો. A [૫૧] હે ભગવન્! યથાયુનિવૃત્તિકાલ કેવા પ્રકારે કહેલો છે? જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવે પોતે જેવું આયુષ્ય બાંધ્યું છે તે પ્રકારે તેનું પાલન કરે તે યથાયુનિવૃત્તિકાલ કહેવાય છે. હે ભગવન્! મરણકાલ એ શું છે ? શરીરથી જીવનો અથવા જીવથી શરીરનો વિયોગ થાય તે મરણકાલ કહેવાય છે. હે ભગવન્! અદ્ધાકાલ એ કેટલા પ્રકારે છે? અદ્ધાકાલ અનેક પ્રકારનો છે; સમયરૂપે, આવલિકારૂપે, અને યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org