________________
-
ક
શતક-૧૧, ઉદેસો-૧૧
૨૬૭. ઉત્સર્પિણીરૂપે. હે સુદર્શન ! કાલના બે ભાગ કરવા છતાં જ્યારે તેના બે ભાગ ન જ થઈ શકે તે કાલ સમય કહેવાય છે. અસંખ્યય સમયોનો સમુદાય મળવાથી એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો (એક ઉચ્છવાસ) ઇત્યાદિ બધું શાલિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતું સાગરોપમનાં પ્રમાણ સુધી જાણવું. હે ભગવન્! એ પલ્યોપમ અને સાગરોપમરૂપનું શું પ્રયોજન છે ? હે સુદર્શન ! એ પલ્યોપમ અને સાગરોપમ વડે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય તથા દેવોનાં આયુષોનું માપ કરવામાં આવે છે.
[૫૧] હે ભગવન ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાલ સુધીની કહી છે ? અહીં સંપૂર્ણ સ્થિતપદ કહેવું, યાવત્ તેત્રીશ સાગરોપમની સ્થિતિ સુધી જાણવું.
[પ૧૮] હે ભગવન્! એ પલ્યોપમ તથા સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે? હા, થાય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે સુદર્શન! એ પ્રમાણે ખરેખર તે કાલે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. ત્યાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતો. તે બલ રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તેના હાથ પગ સુકુમાલ હતા- ભાવતુ તે વિહરતી હતી. ત્યાર બાદ અન્ય કોઈપણ દિવસે તેવા પ્રકારના, અંદર ચિત્રવાળા, બહારથી ધોળેલા, ઘસેલા અને સુંવાળા કરેલા, જેનો. ઉપરનો ભાગ વિવિધ ચિત્રયુક્ત અને નીચેનો ભાગ સુશોભિત છે એવા, મણિ અને રત્નના પ્રકાશથી અંધકારરહિત, બહુ સમાન અને સુવિભક્ત ભાગવાળા, મુકેલા પાંચ વર્ણના સરસ અને સુગંધી પુષ્પકુંજના ઉપચાર વડે યુક્ત, ઉત્તમ કાલાગુર, કીન્દર અને તુરુષ્કના ધૂપથી ચોતરફ ફેલાયેલા સુગંધના ઉદ્દભવથી સુંદર, સુગંધી પદાથોંથી સુવાસિત થયેલા, સુગંધિ દ્રવ્યની ગુટિકા જેવા તે વાસઘરમાં તકીયાસહિત, માથે અને પગે ઓશીકાવાળી, બન્ને બાજુએ ઉંચી, વચમાં નમેલી અને વિશાલ, ગંગાના કિના. રાની રેતીની રેતાળ સરખી ભરેલા રેશમી દુકૂલના પટ્ટથી આચ્છાદિત, રજસાણથી ઢંકાયેલી, રક્તાંશુક-સહીત, સુરમ્ય. આજિનક રૂ, બર, માખણ અને આકડાના રૂના સમાન સ્પર્શવાળી, સુગંધિ ઉત્તમ પુષ્પો ચૂર્ણ, અને બીજા શયનોપચારથી યુક્ત એવી શયામાં કંઇક સુતી અને જાગતી નિદ્રા લેતી લેતી પ્રભાવતી દેવી અર્ધરાત્રીના સમયે આ એવા પ્રકારના ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલકારક અને શોભા યુક્ત મહાસ્વપ્ન જોઈને જાગી.
મોતીના હાર, રજત, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના બિંદુ અને રૂપાના મોટા પર્વત જેવા ધોળા, વિશાળ, રમણીય અને દર્શનીય, સ્થિર અને સુંદર પ્રકોષ્ઠવાળા, ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢવડે ફાડેલા મુખવાળા, સંસ્કારિત ઉત્તમ કમલના જેવા કોમલ, પ્રમાણયુક્ત અને અત્યન્ત સુશોભિત ઓષ્ઠવાળા, રાતા કમલના પત્રની જેમ અત્યંત કોમળ તાળુ અને જીભવાળા, ભૂષામાં રહેલા, અગ્નીથી તપાવેલ અને આવર્ત કરતાં ઉત્તમ સુવર્ણના સમાન વર્ણવાળી ગોળ અને વિજળીના જેવી નિર્મળ આંખવાળા, વિશાલ અને પુષ્ટજંઘાવાળા, સંપૂર્ણ અને વિપુલ સ્કંધવાળા, કોમલ, વિશદ-સ્પષ્ટ, સૂક્ષ્મ, અને પ્રશસ્ત, લક્ષણવાળી વિસ્તીર્ણ કેસરાની છટાથી સુશોભિત, ઉંચા કરેલા, સારી રીતે નીચે નમાવેલાસુન્દર અને પૃથિવી ઉપર પછાડેલ પૂછડાથી યુક્ત, સૌમ્ય, સૌમ્ય આકારવાળા લીલા કરતા, બગાસાં ખાતા અને આકાશ થકી ઉતરી પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈ તે પ્રભાવતી દેવી જાગી. ત્યાર બાદ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org